SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત | મરૂ દેવી માતા જાગ્યાં અને સર્વાલંકાર-વિભૂષિત બાળકને અને અવિભૂષિત–સ્વાભાવિક સ્થિતિમાં જન્મેલી હોય તેવી બાલિકાને જઈ પુણ્ય અને પાપના વિભાગને સૂચવનાર એવા તે યુગલને જેતી માતા અત્યંત આશ્ચર્ય પામી. આ યથાર્થ વૃત્તાન્ત પતિને જણાવ્યું, ત્યારે તેણે પણ કહ્યું કે, પહેલાં જ મેં તને કહેલું હતું કેઃ “ ત્રણે લેકેને નમસ્કાર કરવા યોગ્ય પુત્ર તને થશે.” પુણ્ય અને પાપનો તફાવત આ જેડલાએ જ જણાવ્યું કે, કુક્ષિ એક જ, તિથિ, નક્ષત્રાદિક સમાન છતાં પણ દેવતાઓને પણ આશ્ચર્ય પમાડનાર આ અધિક છે. ” સ્વમમાં પ્રથમ વૃષભ દેખેલ હોવાથી તથા સાથળમાં વૃષભનું ચિહ્ન હોવાથી “ વૃષભસ્વામી ” એવું તેમનું નામ સ્થાપન કર્યું. તે ભગવંત દેવેએ સ્થાપન કરેલ અમૃતરસાસ્વાદવાળો અંગુઠે મુખમાં રાખીને ભૂખની શાંતિ કરે છે, નહિં કે સામાન્ય જનની માફક સ્તન્ય પાનથી. ઈફવાકુવંશની સ્થાપના આ પ્રમાણે વયથી વૃદ્ધિ પામતા ભગવાન નાભિકુલકરના ખોળામાં બેઠેલા હતા, ત્યારે “આ વંશસ્થાપન કરવાનો મારે આચાર છે.' એમ ધારીને શેરડીનો સાંઠે લઈને ઈન્દ્ર ત્યાં આવ્યા. ભગવંતે અવધિજ્ઞાનથી જાણુને શેરડીને સાઠ ગ્રહણ કરવાની ઈચ્છાથી હાથ લાંબે કર્યો. ત્યાર પછી ઈન્દ્રમહારાજાએ શેરડીનો સાંઠે ભગવંતને અર્પણ કર્યો અને “ઈશ્વાકુવંશ ” એ પ્રમાણે વંશની સ્થાપના કરી. રષભદેવને વિવાહ અને રાજ્યાભિષેક આ પ્રમાણે વહી રહેલા સંસારમાં અનુપમ દેહવાળા ભગવાન વૃદ્ધિ પામી રહેલા હતા, ત્યારે કેઈક સમયે તાલવૃક્ષની નીચે એક સાથે જન્મેલા બાલક-બાલિકા ક્રિીડા કરતા હતા. તેટલામાં ભવિતવ્યતાના યેગે પાકેલ તાલફલ નીચે તૂટી પડ્યું અને મિથુનક બાલકના મર્મ પ્રદેશમાં અફળાયું. અકાલમૃત્યુના પ્રભાવથી તે બાળક મૃત્યુ પામ્યો, એટલે ભળી હરણીની જેમ કાર્યની અજાણુ, મરણસ્વભાવને ન સમજનારી બાલિકા “શું કરવું ?” એની મુંઝવણમાં રહેલી છે. બીજા મિથુનકે તેને ઘેરીને રહેલાં છે. પહેલાં તે મિથુનેનાં કલેવરોને મોટા પક્ષીઓ તરત જ સમુદ્રમાં ફેંકતા હતા. અત્યારે તેને પ્રભાવ ઘટી ગયેલ હોવાથી અપૂર્વ અકાલમરણ દેખવાથી ક્રોધ, ભય અને વિસ્મય પામેલ શરીરવાળા, સદ્ભાવ ન સમજનારા યુગલિકે દેવાંગનાના રૂપનો તિરસ્કાર કરનાર, લેકનાં મન અને નયનોના ઉત્સવભૂત એવી તે બાલિકાને લઈને નાભિકુલકરની પાસે આવ્યા. તેઓએ “આ ઝાષભસ્વામીની પત્ની થશે એમ જાણીને સ્વીકારી. કેઈક સમયે જ્યારે ભગવંતની યુવાવસ્થા ખીલી છે, શરીરના અવયવે વિકસિત થયા છે અને ભગવંત ભેગ ભેગવવા સમર્થ થયા છે–એમ જાણીને પૂર્વ સ્થિતિનું પાલન કરતા સપરિવાર સુરાધિપતિ ઘણું દેવતાઓના પરિવાર તથા અપ્સરાઓના સમૂહ સાથે ત્યાં આવ્યા અને તેણે ઇન્દ્રાણી તથા અપ્સરાસમુદાય સહિત સુમંગલા અને સુનંદા સાથે જાતે વૃષભસ્વામીનું વિવાહકર્મ કર્યું. મેટા આડંબરપૂર્વક અપ્સરાઓનાં ધવલ-મંગલગીતે જેમાં ગવાઈ રહેલાં છે, વિવિધ વાજિંત્રો વાગવાથી ઉછળતા શબ્દો અને પડઘાઓથી આકાશ પૂરાઈ ગયું છે–એવા મોટા મહોત્સવ સાથે ભગવંતને સુમંગલા અને સુનંદા સાથે હસ્તમેળાપ કરાવ્યું. પછી ઈન્દ્ર મહારાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy