SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પક ઋષભદેવને મેરુપર્વત પર ઈન્દ્રાદિકે કરેલ જન્માભિષેક ત્યાં ગંધમાદન, વિધ્યભ, માલ્યવંત, સૌમનસ એ નામના ચાર પર્વતે અને ગજ દંતના પરિવારવાળા વિવિધ પ્રકારનાં રત્નોથી ચમકતે મેરુપર્વત છે. તે મૂળમાં દસ હજાર જન વિસ્તારવાળો છે. નીચે એકહજાર એજનની ઊંડાઈવાળે, નવાણુહજાર યોજન ઊંચે તળેટીની ભૂમિમાં ભદ્રશાલવનથી વીંટાયેલ, તેના ઉપર પાંચસે લેજને નંદનવનવાળે; આગળ ઉપરના ભાગમાં બાસઠ હજાર પાંચસે યેજને ભદ્રશાલવનથી અલંકૃત, સૌમનસ વનથી આગળના ઉપરના ભાગમાં જઈએ એટલે એકહજારજન વિસ્તારવાળા શિખરમાં પાંડુક વનથી શોભાયમાન, પાંડુક વનના બરાબર મધ્યભાગમાં ચુમ્માલીશ જોજન ઊંચી, મૂલમાં બાર જોજન વિસ્તારવાળી, ઉપર ચાર જન પહોળી ચૂલિકા છે. તેની ચારે દિશામાં પાંચસો જન લાંબી, અઢીસો એજન પહેળી, ચંદ્રાકારવાળી કુમુદપુષ્પના ગર્ભ સરખી ઉજ્વલ એવી પાંડુકંબલ, અતિપાંડુકમ્બલ, રક્તકંબલ અને અતિરક્તકમ્બલ નામની ચાર શિલાઓ છે. પૂર્વ અને પશ્ચિમ દિશાની શિલાઓ ઉપર બબ્બે બબ્બે અને દક્ષિણ ઉત્તર દિશામાં એક એક સિંહાસન છે. સુરસમુદાય તીર્થકર ભગવંતને લઈને પાંડુકંબલ નામની શિલાએ ગયા. તીર્થકર પરમાત્માને પિતાના મેળામાં બિરાજમાન કરી ઈન્દ્ર સિંહાસન ઉપર બેઠા. ત્યાર પછી વાગી રહેલા અનેક પ્રકારના વાજિંત્રોને મોટા શબ્દો વડે પર્વતની ગુફાઓના પિલાણમાંથી ઉછળતા પડઘાથી ત્રણે જગતને ક્ષોભાયમાન કરતા, એકી સાથે નૃત્ય કરતી અપ્સરાઓના હર્ષથી પ્રવર્તતા કરણ, હાવભાવ, અંગન્યાસથી યુક્ત, જેમાં સંગીતના લય, તાલ મળેલા છે, વેણુ અને વીણા વગાડતા કિન્નરના ગાયનના શબ્દ જેમાં ઉછળી રહેલા છે, કેટલાક દેવ આનંદમાં આવી ઉત્કૃષ્ટ સિંહનાદ કરે છે. આકાશમાં “જ્ય જય’ શબ્દ ફેલાય છે, વૃષભના શિંગમાંથી ઝરતા અભિષેક–જળસમૂહથી પર્વતની ગુફાના અવકાશે ભરાઈ જાય છે. તેવા પ્રકારને બત્રીશ ઈન્દ્રોએ દરેકે એકહજાર ને આઠ સુવર્ણકળશેથી સર્વોષધિયુક્ત ક્ષીરસમુદ્રના જળવડે વિધિપૂર્વક જન્માભિષેક કર્યો. સુગંધી પદાર્થોથી વિલેપન કરી, અલંકાર પહેરાવી, ઈન્દ્રાણીએ સ્તુતિ કરી કે- “હે પ્રભુ ! અમારી સરખી ભક્તિથી અમે આપનું મંડન કેવી રીતે કરી શકીએ? હે જગભૂષણ! આપનાં અંગે જ આ આભૂષણોને ભાવે છે. હે જિનેન્દ્ર ! અમે તમારા દેહની શોભા માટે જે કંઈ પણ કરીએ છીએ, તે સુવર્ણ પાસે રહેલા પિત્તળની માફક શોભા પામતું નથી.” - એ પ્રમાણે સ્તુતિ કરીને સર્વાલંકારેથી વિભૂષિત દિવ્યવસ્ત્રધારી શ્રેષ્ઠ કલ્પવૃક્ષનાં પુષ્પની. માળાઓથી અલંકૃત, દિવ્યસ્વાદુરસ જેના અંગુઠામાં સ્થાપન કર્યો છે, એવા ભગવંતને માતા પાસે લઈ ગયા અને ઈન્દ્ર માતાની આ પ્રમાણે સ્તુતિ કરી * દેવેન્દ્રોને નમસ્કાર કરવા ગ્ય હે માતા ! તમે જગતમાં પ્રશંસા કરવા લાયક છે કે, ત્રણે લેકની ધર્મધુરાને વહન કરનાર એવા પુત્રરત્નને જેમણે ગર્ભમાં ધારણ કર્યો. સમગ્ર પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર ! હે જગના ગુરુ ! સંસાર-સાગરથી ઉદ્ધાર કરનાર ! આપ સરખા નાથ મળવાથી ભરતક્ષેત્ર સનાથ બન્યું અને અમે દૂર હોવા છતાં પણ સનાથ બન્યા. આ–પ્રમાણે તીર્થકર–સહિત માતાની સ્તુતિ કરીને રનની વૃષ્ટિ કરીને દેવે પિતાને સ્થાનકે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy