SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદેવના વિવાહુ અને રાજ્યાભિષેક ૫ t પેાતાના સ્થાનકે ગયા. ભગવંત ભાગ ભોગવવા લાગ્યા. નિરંતર સુખાનુભાવા ઘટતા જાય છે, કષાયનું જોર વૃદ્ધિ પામે છે, પુરુષામાં કપટભાવ આવતા જાય છે, લેાક ત્રણે પ્રકારની દંડનીતિઓનું ઉલ્લંઘન કરે છે; ત્યારે મિથુનકો ઋષભસ્વામી પાસે આવ્યા, અને કહ્યું કે, હે દેવ ! મિથુનાના આચાર બગડી ગયા છે, પહેલાંની સ્થિતિઓનું ઉલ્લંઘન થાય છે, હવે હાકારાદિ દંડનીતિઓની ગણના કરતા નથી, માટે આ સમયને યાગ્ય જે કરવા લાયક હાય, તે આપે વિચારીને આજ્ઞા કરવી; ભગવંતે કહ્યું—મર્યાદા તાડનારને નિગ્રહ કરનાર, દંડ ધારણ કરનાર રાજા હેાય છે. વળી તે અભિષેક કરાયેલે, મંત્રી તથા ચતુરંગ સેનાવાળા અખડિત આજ્ઞા પ્રવર્તાવનાર હાય છે, તે સિવાયનો નહિ' ત્યારે તેઓએ કહ્યું, તે હે ભગવંત! અનાથ એવા અમારા તમે જ નાથ હા’ ભગવંતે કહ્યું, ‘કુલકર તમાને રાજા આપશે.’ ત્યારે તેઓ કુલકર પાસે ગયા. નાભિકુલકરે પણ કહ્યું કે- રૂપ--વિજ્ઞાન આર્દિની અધિક્ત્તાવાળા ઋષભ તમારો સ્વામી હા, તેમની પાસે જાવ અને જલ્દી તેમના રાજ્યાભિષેક કરી,' એટલે તેઓ જળ લેવા ગયા. આ સમયે આ સુરેન્દ્રના કલ્પ છે.' એમ જાણીને સુરેન્દ્રે મેટી વિભૂતિથી ભગવંતના રાજ્યાભિષેક કર્યાં. અને મહારાજાને ચેાગ્ય મુગુટ આદિ આભૂષણો પહેરાવ્યાં. પછી ઈન્દ્ર પાતાના સ્થાનકે ગયા. કમલિનીપત્રના પડીયા બનાવી તેમાં જળ લાવીને યુગલિકા આવ્યા, ત્યારે વિસ્મયથી આકર્ષાયેલા હૃદયવાળા હર્ષાશ્રુપૂ નેત્રવાળા તેઓએ રાજ્યાભિષેક કરાયેલા, દેવદૃષ્ય પહેરેલ, સુગંધી ગાશીષ ચંદનથી વિલેપન કરાયેલા ગાત્રવાળા, વિવિધ મુગુટ, પટ્ટષધ આદિથી અલંકૃત ભગવતને જોયા ત્યાર પછી · આ અમારા સ્વામી છે' એમ મેલીને એમના મસ્તક ઉપર અભિષેક કરવા ચેાગ્ય આ જળ નથી' એમ વિચારીને કમલરજથી કેસરી રંગવાળું થયેલું અભિષેક જળ યુગલિયાએએ ભગવતના ચરણકમલમાં રેડયું'. વિનીતા નગરીની સ્થાપના * ત્યાર પછી ઈન્દ્રની આજ્ઞાથી ધનાધિપતિ કુબેરે ખાર ચેાજન લાંબી, નવ યેાજન પહેાળી · અહિં આ વિનીત પુરુષા છે.’ એમ ધારીને ‘ વનીતા ’ નામવાળી નગરી રચી, જેમાં ત્રણ રસ્તા, ચાર રસ્તા, ચાક, સાતમાળવાળા મહેલા, હવેલીઓની ચેજનાપૂર્વક રચના કરેલી છે. જ્યાં ઇન્દ્રનીલ, પદ્મરાગ આદિ મણિમય ભિત્તિની પ્રભાથી અંધકાર નાશ પામેલા છે– એવી મણિ, સુવણું, ધન, કિંમતી આભૂષણૈાથી સમૃદ્ધ એવી નગરીની વિકુણા કરી. ભરત માહુબલિ બ્રાહ્મી સુંદરી આદિકના જન્મ આ સમયે સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનથી ખાડુ અને પીઠ ચવીને દેવી સુમંગલાની કુક્ષિમાં યુગલિકપણે ઉત્પન્ન થયા. નવ માસ અને સાડાસાત રાત્રિ-દિવસ પછી સુમંગલાએ ખ ંનેને સાથે જન્મ આપ્યો. માલકનુ નામ ભરત અને બીજી માલિકાનુ બ્રાહ્મી એમ નામ સ્થાપ્યું. તે જ સર્વાસિદ્ધવિમાનથી ચવીને સુબાહુ અને મહાપીઠ સુનંદાની કુક્ષિમાં યુગલિકપણે ઉત્પન્ન થયા. તેમનાં પણ માહુબલિ અને સુદરી એવાં નામેા સ્થાપ્યાં. ફરી પણ દેવી સુમંગલાએ ઓગણપચાસ પુરુષ (પુત્ર)-યુગલને સુખપૂર્વક જન્મ આપ્યા. કોઈક સમયે ભગવાન શ્રેષ્ઠ ગજેન્દ્ર પર આરૂઢ થયેલા હતા, અને યુગલિક પુરુષાએ વિનતિ કરી કે, હે ભગવંત ! આપ અમારા પ્રત્યે વાત્સલ્યવાળા છે, એટલે કહીએ છીએ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy