SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwww^^wwwww ચપન મહાપુરુષોનાં ચરિત તીર્થકરને જન્મ આપે છે.” પછી પીગળેલા માનસવેગવાળે, હર્ષથી વિકસિત દેડુવાળ દ્રિ સાત-આઠ પગલાં આગળ ચાલીને બે હસ્તકમલ જોડીને, ધરણિ ઉપર જાનુ અને મસ્તકને સ્થાપન કરીને જોરથ દેવદિવા–દેવાધિદેવને નમસ્કાર થાઓ-એમ બેલીને સ્તુતિ કરવા લાગે – હે નિર્મલગુણગણવાળા ! લેક વડે સ્તુતિ કરાતા યશવાળા, દેવેથી પૂજિત, ભવથી ભય પામેલા અને અશરણને શરણ આપનારા હે નાથ ! તમે જયવંતા વ. લાંબા કાળથી પૂર્ણ મોહાંધકારવાળા ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થવાથી હે નાથ ! અત્યારે આપે સંસાર અને મોક્ષના માર્ગો પ્રકાશિત કર્યા. હે નાથ ! જેનાથી તમારાં દર્શન થયાં એવા પ્રકારનું પુણ્ય-દર્શન આગળ મને થયું હશે. અને હવે પછી પણ તે પુણ્યથી દર્શન પામીશ.” એ પ્રમાણે ઈન્દ્ર સ્તુતિ કરીને બીજા દેને જણાવવા માટે એકદમ હરિભેગમેષી દેવને આજ્ઞા આપી. આજ્ઞા આપતાં જ ઘંટ વગાડવાના પ્રયોગથી દેવતાઓને પણ પ્રભુજન્મ જણાવ્યું. વિવિધ પ્રકારનાં વાહન પર બેસીને દે આવ્યા. ચાર નિકાયના દેવે સહિત ઈન્દ્ર પણ ઈક્વાકુભૂમિમાં આવ્યા. હરિણગમેષી પ્રતિહાર દેવને આજ્ઞા કરી કે - “માતાને અવસ્થાપિની નિદ્રા આપીને જિનેશ્વરને લાવે.” હુકમ થતાં જ તે દેવે પ્રભુને લાવીને ઈન્દ્રને સમર્પણ કર્યા. હાથમાં રહેલા જિનેશ્વરને જોઈને ઈન્ટે કહ્યું- “અરે! દે અને અસુરે! દેવલોકના રૂપની ઋદ્ધિને તિરસ્કાર કરનાર આ બાળક હોવા છતાં પણ જિનેન્દ્રના દેહની શોભા જુ.” એમ અભિનંદીને સ્તુતિ કરવા લાગ્યાહે નાથ ! જેમ સૂર્ય દેખાતાં જ અંધકાર–સમૂહ નાશ પામે છે, તેમ આપનાં દર્શન થતાં જ તત્કાલ આત્મામાંથી કર્મનાં બંધને–પાપ વિલય પામે છે. હે નાથ ! અનિમેષ હજાર નેત્રોથી જોતાં પણ તૃપ્તિ થતી નથી, તે હે ભગવંત! એ આપને ગુણ છે કે મારાં નેત્રોને દેષ છે? હે નાથ ! આપનાં દર્શનથી રોમાંચિત થયેલા અને હર્ષથી ફૂલી ગયેલાં મારા અંગે અંગમાં સમાતાં નથી. હે સ્વામિ ! મહાકમભાર પીગળી જવાથી અને શુભ વિવેક ફેલાવાથી કેટલાક ભવ્ય આત્માઓને તમારાં દર્શનથી ઈન્દ્રપણું પ્રાપ્ત થાય છે. આ સંસારસાગરને પાર ઉતારનાર તમારું નામ પણ ઘણું જાણતા નથી, ત્યારે અસાધારણ એવું આપનું દર્શન પ્રાપ્ત થયું. તમારા દર્શનથી જલ્દી પાપસમૂહ વીખરાઈ જાય છે અને ભવ-ભયથી ત્રાસ પામેલા ભવ્ય જીવોનાં હૃદય અને અંગે ઉછુવાસ પામે છે. બાલ હોવા છતાં બાલસ્વભાવથી રહિત ! બાલ છતાં પરમાર્થને જાણનાર હે નાથ ! આ ભુવનને ઉદ્ધાર કરવા માટે આપ કરુણું કરે.” એ પ્રમાણે ઈન્દ્ર સ્તુતિ કરીને- “મારી વૈક્રિય શક્તિને સફલ કરું ' એમ ધારીને પિતાનાં પાંચ રૂપિ વિકુવ્ય. એક રૂપથી ભગવંતને ગ્રહણ કર્યા, એકથી છત્ર ધર્યું, બે રૂપથી બે ચામરે અને આગળ એક રૂપથી ઈન્દ્ર વજી ધારણ કર્યું. જિનેશ્વરનાં રૂપને નિહાળતા ઈ મેરુ પર્વત તરફ જાય છે. જે સમયે ચારે નિકાયના દેને સમુદાય સાથે પ્રભુને જન્માભિષેકમહોત્સવ કરવા ઈન્દ્ર મેરુ સન્મુખ જાય છે, તે સમયે મનહર પડહો, ભેરી, ઝાલર, મર્દલ, પ્રચંડ કાંતીમાલા, શંખ, મધુર કહલ, મેટાં શબ્દવાળાં નગારાં વગેરે વાજિંત્રોના શબ્દોથી આકાશ પૂરાઈ ગયું હતું. તથા એક બીજા સાથે અથડાતા દેવના મધુર શબ્દો અને વસ્ત્રો ઊંચા કરવા / ધ્વજાઓ ફરકાવવા ) વડે આખું ભુવન ભરાઈ ગયું. પ્રભુનું રૂપ જોવા માટે થતા પ્રચંડ ધસારાથી શરીરના અવયવને વાળી એ તરફ રાખેલ આંખને ક્ષેભ થતા હતા. કોઈ પ્રકારે પિતાનાં શરીર અને અવય સાચવીને વિસ્મયથી આંખે ફાડીને પ્રભુનાં દર્શન કરતાં તીર્થકરના ચરિત્ર સંબંધી કથાલાપ કરવા માટે ઘંઘાટ ઉછળે. અર્ધા પલકારામાં મેરુ પર્વત પાસે પહોંચી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy