SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત ઉદ્વેગપૂર્વક બતાવ્યું. તેને જોઈને ઓસરી ગયેલ મેહ–અંધકારવાળા રાજાએ રાણીને કહ્યું“હે સુંદરી ! ઉદ્વેગવાળી કેમ જણાય છે ? આ પલિત કેશના બાનાથી ધર્મવૃક્ષનું બીજ આપણને પ્રાપ્ત થયું. કારણ કે, આ વૃદ્ધાવસ્થા મસ્તકના કેશના અને હૃદયના શ્યામભાવને દૂર કરે છે અને ધર્મ કરવાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે, માટે જરા-સરખે કે બુદ્ધિમાન નથી. ‘તું વિષયસંગને ત્યાગ કર, અયુક્ત પાપકાને પરિહાર કર અને તપનું સેવન કર’ એ પ્રમાણે હે સુંદરિ ! જાણે કાન પાસે રહેલ પળિયું મંદ સ્વરથી કહેતું હોય તેમ જાણું. હે સુંદરિ ! મર્યાદા લોપવામાં રક્ત, યૌવનરૂપ મદિરાથી ઉત્તેજિત, રાગ ઉત્પન્ન કરાવનાર મદ-અભિમાન નિદ્રાની જેમ વૃદ્ધાવસ્થા વડે ધીમે ધીમે ઓગળી જાય છે. વૃદ્ધાવસ્થામાં યૌવનનું ગૌરવપણું ચાલ્યું જવાથી જેમ શરદૂત્રતુમાં સરોવરનાં પાણું શાંત અને પ્રકૃતિથી સ્વચ્છ હોય છે, તેમ હૃદયે તેવાં હોય છે.” આ પ્રમાણે મહાસંવેગ પ્રગટ થવાથી ઓસરી ગયેલા નેહ-બંધનવાળી દીક્ષાની તૈયારી કરતે રાજા પ્રિયા સાથે રહેલો હતો, તેટલામાં રાજાના ચિત્તથી અજ્ઞાત, ઉત્પન્ન થયેલા મહામેહવાળા, સંસારમાં સુલભ દુષ્ટ પરિણામથી ઉત્તેજિત, રાજ્ય મેળવવાની અભિલાષાવાળા ભેગાસક્ત પુત્રે તત્કાલ જીવિત હરણ કરનાર ધૂમ્ર-પ્રવેગ વડે રતિઘરમાં સૂતેલા રાણી સહિત રાજાને ગુંગળાવીને મારી નાખ્યા. ત્યાં આયુષ્ય પાલન કરી મૃત્યુ પામી તે અલ્પકષાયપણાથી પૂર્વે ઉપાર્જન કરેલા પુણ્યસમૂહના પ્રભાવથી સૌધર્મ દેવલોકમાં પોતાની પ્રિયા સાથે ઉત્પન્ન થયો. છવાનન્દ વૈદ્યને આઠમો ભવ ' ત્યાં પણ ભેગ ભેગવીને આયુષ્ય પૂર્ણ થયું એટલે ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં રસ નામવાળા વૈદ્યને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયે. “જીવાનન્દ એવું તેનું નામ સ્થાપન કર્યું. તે જ રાત્રિએ બીજા પણ ચાર બાળકે જમ્યા. તે આ પ્રમાણે- રાજા ઈશાનચંદ્રની કનકમતી ભાર્યાને મહિધર નામને કુમાર, સુનાસીર મંત્રીની સુનાસીર ભાર્યાને સુબુદ્ધિ, સાગરદત્ત સાર્થવાહની અભયમતી ભાર્યાને પૂર્ણભદ્ર નામને, ધનદ શેઠની શીલવતી ભાર્યાને ગુણકર નામને પુત્ર. આ પાંચે સાથે વૃદ્ધિ પામ્યા અને કળાઓ પણ સાથે ગ્રહણ કરી. સ્વયંપ્રભા દેવીને જીવ પણ તે જ નગરમાં ઇશ્વરદત્તને પુત્ર કેશવ નામને થયે, તે તેઓને છઠ્ઠો મિત્ર. બાલ્યકાળથી સાથે ધૂળની ક્રીડા કરતા હોવાથી પરસ્પર પ્રીતિ થઈ. વૈદ્યપુટા છવાનંદે આઠ અંગવાળું આયુર્વેદનું શિક્ષણ લીધું. ત્યાર પછી મહાવૈદ્યપણુની પ્રસિદ્ધિ મેળવી અને યથાર્થ ચિકિત્સા કરવા લાગે. નિદાન જાણી શકે છે, યથાગ્ય ઔષધ તૈયાર કરી આપે છે. દરેક પ્રકારના અનુભવપૂર્વકનું વૈદક-વિજ્ઞાન જાણતો હોવાથી વિષાદ પામતો નથી. સનેપાત જેવા મહાવ્યાધિઓને પણ ઉપશમાવે છે. વૈદ્ય અને મિત્રોએ કરેલી મુનિની ચિકિત્સા આ પ્રમાણે વહી જતા સંસારમાં દિવસે પસાર થઈ રહેલા છે. અને અન્ય વિશ્વાસ અને નેહ વતી રહેલ હતું ત્યારે કેઈક સમયે ભવિતવ્યતાના વેગથી છવાનંદ વૈદ્યના મકાનમાં પાંચેય મિત્રે સુખાસન પર બેઠેલા હતા, ત્યારે પૃથ્વીપાલ રાજાના ગુણાકર નામના પુત્ર, જેમણે પિતાની પત્નીને અવિનીત થયેલી જાણી તેને ત્યાગ કરી રાજ્ય-સંપત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy