SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદેવના જીવાન વૈદ્ય નામના ૮ મા ભવ પ છેડીને પાંચ મહાવ્રતા અંગીકાર કર્યાં હતાં. ખાર અંગાના જાણુના ચૌદપૂવી વિવિધ પ્રકારના અભિગ્રહાને ધારણ કરનાર એવા તે મહામુનિને જોયા. તે મુનિના શરીરમાં કાઢરાગ થયેલા હેાવાથી તેના કૃમિઓ આખા શરીરમાં અનેક વેદના ઉત્પન્ન કરતા હતા. છતાં પણ પેાતાના શરીરની દરકાર વગરના તે રોગ મટાડવાની ઇચ્છા કરતા નથી, નિદ્વાન કરાવતા નથી કે ઔષધની પ્રાર્થના કરતા નથી, વ્યાધિ–શમન કરવાના ઉપાય ચિતવતા નથી. વૈદ્ય ખાળતા નથી. મહાસત્ત્વથી સમસ્ત ઇંદ્રિયાની વેદના સહન કરતા ઝૂના પારણાના દિવસે અલ્પલેપવાળાં ચાથા ભિક્ષાસ્થાનના અભિગ્રહવાળા ગામૂત્રિકા–વિધાન વડે એક ઘરથી ખીજા ઘરે અન્વેષણા કરતા આહાર માટે વૈદ્યનેઘરે આવી પહોંચ્યા. તેવા પ્રકારના મુનિને જોઇને વિવેકવાળા શુભપરિણામવાળા મહિધર કુમારે જીવાનંદ વૈદ્યકુમારને હાસ્યપૂર્વક કહ્યું–“અરે જીવાનંદ ! સČથા તમારે દુઃખથી ઉપાર્જન કરેલ ધનસંપત્તિ વડે પડિતાની માફક પરોપકારવાળા થવુ જોઇએ, એકલા સ્વાર્થની સાધના ન કરવી. કારણ કે મધુકર માફક દાન લેવાની રુચિવાળા તમે હમેશાં વેશ્યાજન માક અર્થ વાળાને લોભાવેા છે. પશ્ચિમદિશાના સૂર્યની જેમ અસ્તમન, બીજા અર્થમાં સંસારના આલંબનના હેતુભૂત અર્થમનવાળા છે. આવા પ્રકારના મહામુનિએની ચિકિત્સામાં—આત્માના સુખપરપરાના ભાજનમાં ઉપયાગ કરતા નથી.” ત્યારે પ્રતિબાધ પામ્યા હેાય તેમ, મૂર્ચ્છ જવાથી વિવેકવાળા થયા હાય તેમ, મહાનિધિના લશ-સમૂહને દેખ્યા હાય તેમ, કર્મીના મહાભાર ક્ષય પામ્યા હોય તેમ, જીવાનદ વિચારવા લાગ્યા-અહા! આ રાજપુત્ર સુંદર વિવેકવાળા છે. એના ચરિત્રથી હું વિસ્મય પામ્યા છે. કારણ કે રાષ વગરના મુનિ, સજ્જન ધનપતિ, પ્રીતિમતી ભાર્યાવાળા છતાં ઈર્ષ્યા વગરના, જારથી ઉત્પન્ન થયેલો છતાં સુંદર શીલવાળા, શરીરવાળા છતાં નિરોગી, ભાગાસક્ત છતાં બુદ્ધિવાળા, દરિદ્રતા વગરના પંડિત, ન ઠગનાર વણિક, અપ્રશસ્ત બ્રાહ્મણુ અને સારાં ચરિત્રમાં તત્પર રાજપુત્ર-એ પ્રકૃતિમાં વિકારરૂપ હાવાથી લેાકેામાં ઉત્પાત-બુદ્ધિને ઉત્પન્ન કરે છે. કુમારે સુંદર વાત કહી. સંસારને તરવાના સેતુભૂત આ મહામુનિની હું ચિકિત્સા કરૂ’–એમ વિચારી જીવાન વૈદ્યે કહ્યું, “જો તમે ઔષધ કરવામાં સહાયભૂત થતા । તા, હું તેમની ચિકિત્સા કરૂ”. તેઓએ પૂછ્યું કે, જેની જરૂર હેાય તે જણાવ, વૈદ્યપુત્રે કહ્યું, લાખસાનૈયાના મૂલ્યવાળું સહસ્રપાક તેલ, કંખલરત્ન, અને ગેાશીષ ચંદન જોઈ એ. સહસ્રપાક તેલ તેામારી પાસે છે; બીજાએ મહેશ્વર શેઠ પાસેથી વિધિથી મેળવી શકાશે. બે લાખ–પ્રમાણ નાણું લઇને તેએ શેઠની પાસે ગયા. શેઠને કહ્યું કે-બે લાખ સાનૈયા લઇને અમને કબલરત્ન અને ગેાશીષ ચંદન આપો. તેણે પૂછ્યું કે–તમારે તેનુ શું પ્રયેાજન છે? તેઓએ યથાર્થ હકીકત જણાવી કે સાધુના ચિકિત્સા કરવા માટે.' હલકમી અને શુભ પરિણામ ઉત્પન્ન થવા યાગે તે શેઠે વિચાયું કે, યૌવન–પિશાચના વળગાડવાળા હૃદયના અને કાચી બુદ્ધિના હેાવા છતાં આ કુમારો ધર્મકાર્ય કરવા માટે ઉદ્યમવાળા થયા છે, તે પછી મૃત્યુના મુખની જિહ્વા-સમાન વૃદ્ધાવસ્થાથી પરાભવ પામેલો હું ધર્મી કેમ ન કરૂ ? અંસાર અસ્થિર પદાર્થ વડે સાર, શાશ્ર્વત પુણ્યરાશિ કેમ ન ખરીદુ? એમ વિચારીને કહ્યું- અરે કુમારા ! તમારા વિવેક સુંદર છે, કમલરત્ન અને ગાશીષ ચંદન ગ્રહણ કરો, તે મહામુનિની ચિકિત્સા કરો. અક્ષય પુણ્ય એજ મને મૂલ્ય મળી ગયુ. બાહ્ય સર્વસાધારણુ ધનનું મને પ્રત્યેાજન નથી.’ એમ કહીને ઔષધ આપીને વધતા વૈરાગ્યવાળા તેણે લઘુકમ પણાથી તેવા પ્રકારના આચાય ની પાસે દીક્ષા અંગીકાર કરીને માહાલ ભેદીને, સર્વ કર્મના ક્ષય કરીને દુઃખવગરના મેાક્ષ પ્રાપ્ત કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy