SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદેવના વજ્રજ ઘ નામના છઠ્ઠો અને સૌધ ૭મા ભવ ૪૩ દેખી. દેવઋદ્ધિની વિકુણા કરી તેને બતાવી. તેણે પણ નિયાણાના અનુબંધ કર્યાં. ત્યાર પછી અનશનવિધિથી આયુષ્ય ખપાવીને તે લલિતાંગ દેવની સ્વયં પ્રભા નામની મહાદેવીપણે ઉત્પન્ન થઈ. તિસાગર—સુખમાં અવગાહન કરતા લલિતાંગ દેવના કેટલોક કાળ પસાર થયા પછી ચ્યવનનાં ચિહ્નો દેખવાથી તેને ભય ઉત્પન્ન થયા. સ્વયં પ્રભા દેવીએ શૂન્યહૃદયવાળા પોતાના સ્વામીને જોયા, અને પૂછ્યું, હે સ્વામી ! આપને ઉદ્વેગનું કારણ શું ઉત્પન્ન થયુ ? તેણે કહ્યું, હું સુંદર ! સ ંસારનું નાટક, તે આ પ્રમાણે નવપલ્લવ અને પુષ્પાના ગુચ્છાઓથી પ્રેક્ષણીય જે કલ્પવૃક્ષો છે, તે જ મને ઉદ્વેગ કરાવનાર થયા. મનેાહર કરણ, હાવભાવ, અંગમરોડ, સરખા તાલ અને સંગીત–મિશ્રિત નાટયાર ભ આનંદ કરાવનાર થતા હતા, તે જ હવે હૃદયને સંતાપ ઉત્પન્ન કરે છે. જેમાં મનવાંછિત સમગ્ર ઇન્દ્રિયાના વિષયાનાં સુખાની પ્રાપ્તિ થતી હતી, તેવો સુભગ ઇન્દ્રનગરી તે અત્યારે ગાંધવ નગરી ઇન્દ્રજાળ સરખી જણાય છે. હે સુદરાંગી ! અહીં જે કંઈ પણ મનોહર ગુણ-સમૂહથી યુક્ત દેખાય છે, તે આ રતિસુખ-પૂર્ણ સ્વર્ગમાં સર્વ વિપરીત જણાય છે. ત્યારે દેવીએ કહ્યું કે, શુ ચ્યવનનાં ચિહ્નો જણાય છે? દેવે કહ્યું–હા. દેવીએ કહ્યું કે, તે ચિંતા કરવાથી શે લાભ ? ચાલો આપણે જ ખૂદ્વીપમાં, ધાતકીખંડમાં, પુષ્કરવર અદ્વીપમાં ભરત, એરવત, કે મહાવિદેહ ક્ષેત્રમાં, ત્યાં તીથંકર પરમાત્માના જન્મ, દીક્ષા, જ્ઞાન, વ્યાખ્યાન અને નિર્વાણભૂમિઓને વંદના કરીએ. વક્ષસ્કાર પર્વતા, મનુષ્યલોકની બહાર નંદીશ્વર અને ખીજા દ્વીપામાં શાશ્વતી પ્રતિમાઓનું પૂજન કરીએ. ત્યાર પછી લલિતાંગ દેવ સ્વય’પ્રભા દેવીની પ્રશંસા કરીને, પેાતાની ભાર્યાઓ સાથે તિર્થ્યલોકમાં નીચે ઉતર્યા. યથાયેાગ્ય ભાવે તીથંકર ભગવા અને તીથંકર ભગવંતાની પ્રતિમાઓની પૂજા કરીને, નાટવિધિ બતાવીને પેાતાના સ્થાને પહેાંચ્યા. તે પછી કેટલાક દિવસે સ્વયંપ્રભા દેવીના દેખતાં જ ઇન્દ્રધનુષની માફ્ક એકદમ અદૃશ્ય થયે. દેવલાકથી ચવીને આ જ જમૃદ્વીપમાં પૂવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીના ઉત્તમ કિનારે સમુદ્ર નજીક પુષ્કલાવતી નામની વિજયમાં લોહાલ નગરમાં સુવર્ણ જંઘ નામના રાજાની લક્ષ્મી ભાર્યાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયેા. વજંઘ એવુ તેનું નામ સ્થાપન કર્યું. વજ્રજઘ નામના ઠ્ઠો અને સૌધમ દેવના સાતમા ભવ સ્વયં પ્રભા દેવી પણ તેના પછી ઘેાડા કાળમાં ચવીને વાદ્યત્ત રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થઇ. શ્રીકાંતા એવું તેનું નામ પાડયું. અનુક્રમે યૌવનવય પામી. પિતા એ સ્વયંવર આપ્યા એટલે પૂર્વભવના અભ્યાસથી વાઘના ઉપર સ્નેહ થવાથી તેને વરમાળા પહેરાવી. વિવાહ-લગ્ન થયાં. વિષયસુખ ભાગવ્યાં. પૂર્વભવના અભ્યાસથી જિનેશ્વરાએ કહેલ ધર્મ પરિણમ્યો. પિતાએ પુત્રના રાજ્યાભિષેક કરીને દીક્ષાની આરાધના કરી કરી. વાજ ઘ અને શ્રીકાન્તાભાર્યાને પુત્ર ઉત્પન્ન થયા. વૃદ્ધિ પામ્યા, અનુક્રમે યૌવનવય પામ્યા. આત્મ-સાધના કાઇક સમયે ઉજ્વલ ઘરના સાતમા માળ પર રહેલા વાજાંઘ રાજાને શ્રીકાંતા રાણીએ કેશ આળતાં કાન પાસે રહેલા અવંધ્ય સુખના અધ્યવસાયના કારણભૂત એક ઉજ્વલ કેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy