SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત્ર પ્રિય છે, હે મિત્ર! લાવણ્યની અધિકતાવાળું તેનું દર્શન તે વારંવાર પૃહો કરવા લાયક છે. મુગ્ધાઓનું ચરિત્ર હંમેશાં અતિ સુંદર જ હોય, તેને કેણ ભૂલી શકે? ચંદ્રલેખા-કુમારે જે કહ્યું તે, ભર્તુદારિકાએ શ્રવણ કર્યું ને? તેથી મેં પહેલાં ભર્તદારિકાને કહ્યું હતું કે, “તે કુમાર ભદારિકાના ઉપર પૂર્ણ અનુરાગવાળે છે–તે વાત અહીં સિધ્ધ થાય છે. તે સર્વ સત્યજ છે. બંઘુમતી- હે સખી! હજુ પણ સંદેહ તે છે જ. બીજી સખી-કેવી રીતે ? બંધુમતી-કદાચ તેવી બીજી કોઈને દેખી હશે તે ? બીજી સખિ! એમ ન બેલ. તું એકલી જેની નજરમાં આવી હોય, પછી તે પુરુષ તને વજીને કયાંય પણ પિતાના ચિત્તની સ્થાપના ન કરે. જેને સુગંધી પરિમલ-સમૂહ અતિ મહેકતે હોય, તેવી આમ્રમંજરીને ત્યાગ કરીને મધુકર યુવાન કદાપિ આકડાના ફૂલની કળીની અભિલાષા કરે ? બધુમતી–હે સખિ! આ તે તારે મારા ઉપરનો પક્ષપાત આમ બેલાવે છે. બાકી મારૂં હૈયું તે આજે પણ સંશયવાળું જ છે. માટે શાંતિથી સાંભળીએ, એટલે કદાચ વધારે નવીન જાણવાનું મળે. કમાર-હે મિત્ર! આજે વળી હું સમજું છું કે, અતિનિષ્ફરતા અને આવેશયુક્ત થયેલી તેણે પગમાં પડેલા મને તજીને ફરી હૃદયમાં પ્રવેશ કર્યો કે તે કયાંઈક બીજે ગઈ? એ સમજણ પડતી નથી. બધુમતી-(ઉદ્વેગ સાથે લાંબે નસાસો મૂકીને) પરાધીન હૃદયવાળા તેણે જે કહ્યું, તે સખીએ બરાબર સાંભળ્યું ને? તે હવે શું તારી વાત સાચી માનવી? કારણ કે દર્શન વગર પગમાં પડવાના વિષયમાં આ જન કયારે પ્રાપ્ત થયે? એટલાં મોટાં આપણાં ભાગ્ય પણ કયાંથી હોય? તે હજુ પણ હે હ્રદય ! જળપૂર્ણ ઘટના સો ટૂકડા થવા માફક તારો ભેદ કેમ થતું નથી ? તને હઠ કરવાનું શું કારણ છે? (એમ કહીને મૂછ પામેલી તે ભૂમી પર ઢળી પડે છે.) ચંદ્રલેખા-અરેરે પ્રિયસખી! શાન્ત થાઓ! શાન્ત થાઓ. કદાચ તું જ ચિંતાથી તેના સ્વપ્નને પામેલી હઈશ. માટે ફરી સાંભળીએ. (આશ્વાસન આપીને તેમ કરે છે.) કુમાર–તે કેવી રીતે જાણ્યું કે, તે અનુરાગવાળી છે? વિદુષક–એમાં શું જાણવું છે? સ્વાભાવિક અને તે સિવાય બીજા વિલાસે વડે હદયમાં રહેલે અનુરાગ અત્યંત મૂર્ખ હોય, તે પણ જાણી શકે છે, તે પછી અમારા સરખો પંડિતજન કેમ ન જાણે? કમાર-તેવા વળી વિલાસે કયા છે? જેથી સ્નેહ ઓળખી શકાય? વિદુષક- તારા અન્નથી હું પંડિત થયે, હવે તને પણ મારે પંડિત કરે છે. માટે એ સાંભળ– “હવાળી મધુર દષ્ટિ, આળસ દેખાડતી ગમન કરે, અધિક બગાસાં ખાય, આ અને એવા બીજા ભાવે પ્રિયને અનુરાગ જણાવે છે. સ્ત્રીઓના અંગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy