SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ વિબુધાનન્દ નામનું નાટક પરાક્રમ જેને હોય તેવા પરાક્રમવાળાજ હંમેશાં પ્રશંસા કરવા લાયક છે. બીજું પિતાજીએ જે એમ કહ્યું કે, “અમારાથી છુટો પડીને એકાકી ગયો છે, તેનું શું થશે?” તેમાં પણ પિતાજી માત્ર નેહ-પરવશ થયેલા છે. કારણ કે દુઃખે કરી રોકી શકાય તેવી ધનુષની દેરી ખેંચવાથી ઘસારાવાળી કેણવાળે, શત્રુ-સમૂહના તેજને બાણથી નાશ કરનાર, શૌર્યગુણના અનુરાગમાં રસિક સુંદર મહાચેષ્ટાવાળ બ્રક્ષેપ માત્ર ગતિકરવા રૂપ પૃથ્વીમાં પર્યટન કરૂં છું. વિદુષક-( એકદમ ખસીને ) કુમારને યે હે ! યે હે ! કુમાર–હે મિત્ર! તમારા રાજા ક્યાં છે અને શું કરે છે? વિદૂષક- હે કુમાર ! તેની મને બરાબર ખબર નથી. તે બે ઘડી આ કન્યા–અંતઃપુરની ચિત્ર શાલામાં વિસામો લઈએ. પછી અહીંથી જ બરાબર સમાચાર જાણીને જઈશું. કુમાર-કદાચ અહીં રહેલા આપણને કઈ કન્યા દેખશે. વિદુષક-હે મિત્ર ! કન્યાનું દર્શન કરવું, તે અનુચિત નથી કુમાર-ભલે (તે પ્રમાણે બંને ત્યાં રોકાય છે. ( ત્યાર પછી ચંદ્રલેખા સાથે બંધુમતી પ્રવેશ કરી પિતાના ભવનના ગવાક્ષમાં રહેલી છે ) ચંદ્રલેખા-હ રાજપુત્રિ ! આ તારે હૃદય સ્વામી છે, માટે હે પ્રિય સખી! ક્ષણવાર નિરાંતે તેનાં દર્શન કર. તારાં નેત્રોના નિર્માણને સફલ કર. આ પછી વડે તેના રૂપનું આલેખન કર. તેનાં સ્થિર દર્શન કરી તારે વિજ્ઞાન–અતિશય પ્રગટ કર. (ત્યાર પછી બંધુમતી કુમારને જોઈને શંકાવાળી હોય તેમ વિસ્મયથી વિકસિત નેત્રવાળી પછી પકડીને ચિત્રામણ આલેખવા લાગી.) બંઘુમતી–સખિ ! મિત્રો રૂપ-દર્શન કરવા તલસે છે, કર્ણો તેના મધુર શબ્દો સાંભળવા ઉત્સુક બન્યા છે, તેના હૃદયમાં પડેલી હું પરસેવાથી ભીંજાયેલી આંગળીઓ વડે કેવી રીતે ચિત્રાલેખન કરું ? પ્રિયનાં દર્શન-સ્પર્શન માટે આકુળ હૃદય, સ્વેદવાળી અંગુલીવાળી હું હે પ્રિયસખી! વિષમ અવસ્થા પામી છું, તેથી મારે ચિત્ર-નિર્માણ કેવી રીતે કરવું ? ( ચિતરીને બતાવે છે.) સખિ ! ચિત્રમાં રહેલે પણ આ પ્રિયતમ સુંદર પ્રિય કમળ અંગો વડે મનને વેગ ચંચળ કરે છે, તે પછી સ્વરૂપની શી વાત કરવી ? નિઃશંક હકીકત છે કે મંત્રણું શરૂ કરી છે, તે ગૂપચૂપ સ્થિર થઈને સાંભળીએ. (બંને કાન દઈને મૌનપણે મંત્રણા સાંભળે છે. ) વિદુષક–અરે ! લોકે કામદેવના મંદિરે જતા હતા, ત્યારે લોકનાં મન અને નયન હરણ કરનારી રતિને રૂપ અને વિલાસને તિરસ્કાર કરતી જે કન્યા જોવામાં આવી હતી, તે તને યાદ છે? કમાર-હે પ્રિય મિત્ર ! યાદ છે ” એ તે બરાબર ન કહ્યું. કારણ કે મારા હૃદયમાં તે જાણે પ્રતિબિંબ માફક કેઈએ કેતરી ન હોય અથવા આલેખી ન હોય, હે મિત્ર ! મારૂં મન તે તન્મય જ બની ગયું છે, પછી તેણીનું સ્મરણ કેવી રીતે હોય? વળી હે મિત્ર ! તે અને તેનું રૂપ મનહર છે, વળી તેનામાં ચતુરતા છે. તેનું મુખ ચંદ્રની કાંતિ પ્રગટ કરે છે. સ્વાભાવિક વિલાસે આનંદ આપનારા છે. સ્મિત સહિત અમૃત તુલ્ય તેનું બોલવું કર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy