SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ વિબુધાનન્દ નામનું નાટક ૩૩ સ્થાપના કે તેની દૃષ્ટિ નામમાત્ર ગ્રહણ કરવામાં પલટાઈ જાય, તે પછી અણધાર્યા પ્રિયને દેખે, તે શું બાકી રહે? નેત્ર લગાર વિકસિત થાય છે. ગાલનો પ્રદેશ ઉલ્લાસ વાળે અને મુખ વિકસિત બને છે. આ સર્વ ચિહ્ન હૃદયમાં રહેલા પ્રિયને ઓળખાવે છે.” કુમાર–ખરેખર તું પંડિત જ છે, પરંતુ તે અનુરાગી છે એ તે કયાંથી જાણ્યું? વિદૂષક-શુ એ તમને લક્ષમાં ન આવ્યું કે, તમને જ્યારે તેણીએ દેખે, ત્યારે તેની ગતિ ખલના પામી. વળી સરી પડેલું ઓઢેલું વસ્ત્ર બરાબર સરખું સ્થાપન કર્યું. આ વગેરે વિકારેથી હૃદયને પ્રેમાવેશ જાણી શકાય. રાજહંસની શ્રેણી કમલાકરને છોડીને બીજા સરોવરની અભિલાષા ન કરે. માટે પ્રિય મિત્ર પ્રેમ-સુલભ સ્થાનમાં વિપત્તિની શંકાને ત્યાગ કરે. વળી રાજાએ મેકલેલ કંચુકીને તમે જે કે નહિ ? કુમાર–મેં દેખે નથી. (ત્યાર પછી કંચુકી પ્રવેશ કરે છે.) કંચુકી–આ કુમાર છાયા સેવવા વડે મસ્ત અને આનંદમાં રહે છે. આ અંગવાળે છતાં કામ દેવની જેમ રતિ વગરને પણ શોભે છે. જે દૈવ અનુકૂળ બની જાય તો તે પણ સમીપે આવી જાય, માટે તેની પાસે જાઉં. (ત્યાં જઈને) કુમાર ! ય પામે, જય પામે. રાજાની આજ્ઞાથી આપને કંઈક સંદેશે કહેવાનો છે, માટે આ જ ચિત્રશાળાની ઉપરની ભૂમિકા ઉપર કુમાર એકાંતમાં સુખાસન પર બિરાજમાન થાવ. કુમાર-વિચિત્રના મુખ તરફ જોઈને) ભલે એમ થાવ, એમાં શી હરકત છે? માર્ગ બતાવ. (એમ કહીને મિત્ર સાથે ઉપર ચડવા લાગ્યા.) કંચુકી–પધારે પધારો આપ! (બીજા દરેક ત્યાંથી ચાલ્યા જાય છે) ચંદ્રલેખા–હે સખિ! અહિં આવવા ઉપર ચડવા લાગ્યા, માટે ભીંતના આંતરામાં રહીને સાંભળીએ. કંચુકી-(ગવાક્ષમાં પાથરેલા આસનને બતાવીને) આ આસન છે, માટે અહીં બિરાજમાન થાવ. (કુમાર તેમ કરે છે, એટલે કંચુકીએ કહેવાનું શરૂ કર્યું) હે કુમાર ! મહારાજશ્રીએ કહેવરાવેલ છે કે, “આપનું કુલ રાષ્ટ્રલ કોનાથી અજાણ્યું છે? તથા સમગ્ર રાજાઓમાં મગટ સમાન સર્વે દિશા-મંડળને જિતનાર, શરદતુ માફક અપૂર્વ સમગ્ર લક્ષ્મીને ઉત્પન્ન કરનાર સમગ્ર પૃથ્વીને એકછત્ર કરનાર તમારા પિતા ચંદ્રાપીડને કોણે જાણ્યા નથી ? રૂપ, કલા-વિજ્ઞાન, વિનયાદિ ગુણે તે પ્રત્યક્ષ કરેલા જ છે, તેથી આપનું અહિં આગમન થયું, તે ઘણું સુંદર થયું. હવે અમારા સંતોષ માટે અર્ધરાજ્ય અને બંધુમતી નામની કન્યાને સ્વીકાર કરે” શરદઋતુમાં સમગ્ર દિશામંડલ વનરાજિથી શોભાયમાન થાય છે, તેમજ એ હતુમાં દરેક કમલા કરે એટલે સરોવર કમળથી ભાયમાન થાય છે. ભલેષાથ ધરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy