SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત નીતિ આચરનાર ન્યાયી પુરુષમાં નકકી સમગ્ર ગુણદ્ધિની ઉત્પત્તિ પ્રાપ્ત થાય છે. જે નીતિરહિત હોય છે, તેની પાસે ત્રાદ્ધિ હોય તે પણ તે સ્થિરતા પામી શકતી નથી. આ પ્રમાણે તેમણે કહ્યું. એટલે ફરી પણ ચાપલ્યષથી વ્યામૂઢ બની નિર્લજપણે પ્રગટ થએલા આશયવાળો બોલવા લાગ્યો. “ન્યાય-નીતિ અને વિનયને ઉપદેશ મને આપવા માટે તમને સ્થાપન કર્યા નથી. આવા પ્રકારનાં વચને કહેવાને તમને શો અધિકાર છે? જે કેઈનું જે મુજબલનું સામર્થ્ય ઘટતું હોય, તેને પ્રગટ કરે. હું યુદ્ધ કરવાની લાલસાવાળે છું, તેની સામે આવાં વચનો બોલવાથી શું લાભ?” આ પ્રમાણે ઈન્દ્રમહારાજની સમક્ષ ન્યાયમાર્ગને તિરસ્કાર કરી ફાવે તેમ તે વચને બે,લવા લાગ્યા. તે સમયે ઉત્પન્ન થએલા આક્રમણના કૈલાહલવાળી ઈન્દ્ર મહારાજની સભા ક્ષોભવાની થઈ. તે દેવસભામાં પરસ્પર એક બીજાનાં શરીરે સંઘર્ષ થવાના કારણે ભગ્ન થએલ બાજુબંધના અગ્રભાગથી તૂટતા હારમાંથી સરીને નીકળી પડેલા મતીઓના સમૂહથી ભરી દીધેલા આંગણવાળી, હલનચલન થવાના કારણે ચલિત થએલા મણિમય મુકુટ સજજડ અથડાવાથી પટ્ટમાં જડેલા ઈન્દ્રનીલ મણિઓ ભેદાઈને ચૂરે થવાના કારણે શ્યામવર્ણના દિશામાર્ગ વાળી, વૃદ્ધિ પામતા અત્યંત ક્રોધના કારણે વિકસિત થતા રોમાંચ-પટલથી ઉરસિત થઈ ફુલાતા અને તે કારણે તંગ થતા કડાં અને કેયૂર વડે સુંદર જણાતી, “હણે હણે” “માર મારે” એવા કઠોર વચનથી ડરેલા હોઠ પૂર્વક ભ્રકુટી ચડાવેલ બ્રલતાથી ભયંકર નેત્રયુક્ત દેવસભા ક્ષેભ પામી. આ પ્રમાણે તે દેવ-પરિવાર ઈન્દ્રની આજ્ઞા વગર પણ ચમરાસુરને મારવા માટે તૈયાર થયા. તે પણ “દેવભૂમિ સાંકડી છે.” એમ માનીને દેવતાઓ સન્મુખ પાદક્ષેપ કરતે આગળ ચાલ્યું, પણ ચિત્તથી નહિં. અનેક શસ્ત્રો-અસ્ત્રોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થએલ ખણ ખણુ શબ્દથી દિશાઓનાં અંતરાલે જેણે પૂરી દીધાં છે, એવા દેવ વડે તે ચારે બાજુથી ઘેરાયે. રણના અત્યંત ઉત્સાહવાળા સુભટોને નિર્મલ ખગની અગ્રધારાના પ્રહારથી ચારે બાજુથી અટકાવીને તેઓની વચમાંથી બહાર નીકળી ગયો. ત્યાર પછી સિંહ જેમ હરણનાં ટેળાંને, સમુદ્રની છળો મહાનદીના પ્રવાહને જેમ તેમ દેવસુભટને ચમરાસુરે દૂર ફેંકી દીધા. ફરી પણ મેઘની શ્રેણિના પરસ્પર સંઘર્ષ થી ઉત્પન્ન કરેલા ગજરવ સરખા શબ્દ કરતી કેવળ યુદ્ધપરિકર-બખ્ત૨ના બંધનથી જ પ્રતિકાર કરનારી સુરસેના સન્મુખ ઉભી રહી. કેવી રીતે? કાન સુધી ખેંચેલા, ઉત્તમ જાતિના સુવર્ણથી બાંધેલા પુખભાગ-વાળા બાણ વડે મેઘસમૂહની જેમ આકાશતલને આચ્છાદિત કર્યું. બીજાના મર્મને ભેદનાર દુર્જનના દુર્વચનની જેમ હાથથી ફેકેલા તીક્ષણ ભાલાના અગ્રભાગમાં રહેલા શત્રુના મર્મસ્થાનને ભેદનાર પત્થરોના સમૂહશલ્યના સમૂહ પડવા લાગ્યા. અત્યંત તીક્ષણ ચક, મગર, મુસુંઢી, તરવાર અને ભત્પાદક હથીયાર-સમૂહ ચારે બાજુથી અસુરે ઉપર પડવા લાગ્યા. ત્યાર પછી તે પણ નિર્ભયપણે આખું વૃક્ષ ઉખેડીને ફેંકતે સુભટથી ન રોકી શકાય તેવી ગતિના વેગવાળે પૃથ્વીમુખ તરફ દેડવા લાગ્યો. ત્યાર પછી તે ચમરેન્દ્ર પરીઘને ભમાવીને દેવગણને બ્રાન્તિમાં નાખત, ભયંકર ભ્રકુટી ચડાવતે, સામા આવેલા દેવગણને નષ્ટ સત્ત્વવાળા કરતું હતું. ત્યાં આગળ છોડી દીધેલા પૈર્યાચરણવાળા કાયર દેવ પડી જતા હતા. લજ્જા અને માનથી રહિત રણને નહિં ઈચ્છતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy