SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવર્ધમાનસ્વામીનું શરણ ૪૦૫ આકાશમાર્ગવાળા, ધક્કા લાગવાના અને અંગ ભાંગી જવાના ભયથી દૂર ખસી જતા અને પલાયન થતા વિદ્યાધર સિદ્ધોના સમૂહવાળા, આ પ્રમાણે ભ્રકુટીની રચનાવાળા મુખમંડલથી જીવલેકને ભય ઉત્પન્ન કરાવનાર ચમરાસુર વેગથી આકાશમંડળના વિસ્તારમાં ઉડે. જતા એવા તેણે “આ દેવેને અધિપતિ ઈન્દ્ર છે.” એ પ્રકારને લગાર પણ ભય તેની સમીપમાં જતાં ન કર્યો. પોતાની બુદ્ધિના બલના ગર્વથી ઉન્મત્ત માનસવાળે તે જવા લાગે. જતાં જતાં માર્ગની વચ્ચે એક પ્રદેશમાં મૂર્તિમંત પ્રતિમાપણે કાઉસગ્ગ–ધ્યાનમાં રહેલા ભગવંત વદ્ધમાન સ્વામીને જોયા. દેખતાં જ બે હાથલની અંજલિ મેળવીને મસ્તકે લગાડી પ્રણામ કરી તે કહેવા લાગ્ય હે જગદ્ગુરુ ! તમારી ભક્તિના સંગવાળો હું દેવેન્દ્રને જિતવાની ઈચ્છાથી જઈ રહેલો છું. તેમાં જે હું કંઈ આપત્તિ પામું, તે આપના ચરણુયુગલનું શરણું અંગીકાર કરું છું. દુખસ્વરૂપ જાણેલા ભવથી મુક્ત કરાવનાર, સંસારનાશક એવા આપ ગુરુનું શરણ અંગીકાર કરું છું. પતનના પ્રતિકાર માટે સંગત થએ તે બીજે પણ ભવનપતિ આપનું શરણું વહન કરનાર થાવ. કહેલાં હિત વચનની અવગણના કરનાર એવા પણ આપનું શરણ અંગીકાર કરે છે. લાંબાકાળથી ખેટામાર્ગમાં ગએલે પોતે જ સ્વયં યોગ્ય માર્ગમાં ઉતરનારે થાય છે. ચલાયમાન મુકુટ–કુંડલવાળા, વક્ષસ્થળમાં ચમકી રહેલા હારમંડળવાળો વાયુના વેગથી કંપતે ઉલટા માર્ગ તરફ પ્રવર્તેલી વેલની પરંપરાવાળો, વેગથી ભિન્ન કરેલા મેઘના આડંબરવાળો, પોતાના મુખના વિકાસથી અતિશય ઉજવલ, સન્મુખ આવેલા સર્પોના ડંખવાથી ભયંકર, જેના ભયથી સિદ્ધો અને ચારણે પલાયન થયા છે, એવો ચમરાસુર ઉપર જઈ રહેલ હતું, ઉપર જતા વેગથી જાણે પવનને નીચે ફેંકતો હોય તેમ ચંદ્ર, સૂર્ય નક્ષત્રવાળા આકાશગણને ઉલંધીને વેગથી દેવલેકમાં પહોંચે. તેને દેખીને ઈન્દ્ર નહીં કહેલા પ્રદેશમાં આગમન થયેલ હોવાથી તેમ જ ચમરાસુરને પોતાને થએલા પરાભવને તર્ક કરતા વિચારવા લાગ્યા કે, “આ અહીં કેમ આવ્યું ?” આ સમયે ચપલપણુથી વગર વિચારે વચન બોલનારે ચમરાસુર કહેવા લાગે. શું કહેવા લાગ્યો ઈન્દ્રપણા માટે તું અધિકારી નથી, હવે આ ભૂમિને માલિક હું છું. લાંબા કાળથી બીજાના આશ્રયે રહેલી પતિભકતા પત્ની પોતાના પતિ પાસે જાય છે. જ્યારે હું સ્વાધીન ન હતું. ત્યારે તું તેને સ્વામી થયે હતો, તે ઘણું થયું. જ્યારે સૂર્યને અસ્ત થાય, ત્યારે ચંદ્ર આકાશમાં શભા પામે છે. હવે તે હું આવી ગયે છું. હે ઈન્દ્ર! ચિત્તમાં વિચાર કરીને તું અહીંથી ચાલ્યો જા. સ્વર્ગની લક્ષ્મી લાંબા કાળ સુધી અનેક પ્રકારે મારી સાથે વિલાસ કરે. આ પ્રમાણે તમારા પોતાના મનમાં વિચાર કરીને આ દેવલક્ષ્મી મને અર્પણ કરે. છેડાથી જ સંતેષ કરો. તમારા સરખાને બહુ કહેવાથી સર્યું.” આ પ્રકારે અસભ્ય પ્રલાપ કરનારને સાંભળીને એક સામટા દેવભટેએ તેને કહ્યું કે, હે ચમરાસુર ! તારા આત્માને તુ યાદ કર, તું અહીં સુધી આવ્યો જ કેમ? પડવાની ઈચ્છાવાળા માણસની જેમ અનીતિના માર્ગમાં પોતાના પગ નાખી રહ્યો છે. નીતિ આચરનાર સજન પુરુષથી પ્રશંસનીય લફમીના પાત્ર થઈ શકાય છે. કેવી રીતે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy