SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ચમરેન્દ્રનો ઉત્પાત ૪૦૭ અને રણમાં આવી પડેલા દેવાને તે મહાઅસુરે ભગાડી મૂકયા. ત્યાર પછી લજ્જા અને અભિમાન છેડીને ભાગી આવેલા તે દેવભટા તેના પ્રભાવને સહી ન શકવાથી મહેન્દ્રની પીઠ પાછળ બેસી ગયા. યુદ્ધના ઉત્સાહ અને અભિમાનથી રહિત તેવા પ્રકારના સુભટોને દેખીને ઈન્દ્ર મહારાજા કાપાયમાન થયા. કેવા ? ભારી ક્રોધના કારણે પરિવર્તિત થએલ રેખાઓના આવતા વાળુ ઇન્દ્રનું વદન ઉત્પાતસૂચક આવતેર્તાવાળા વિમંડળની જેમ દુ:ખે કરી જોઈ શકાય તેવુ થયું.તે વખતે કાપાયમાન થએલા ઇન્દ્રે તેવા પ્રકારનું હાસ્ય કર્યું", જેના પ્રગટ પડધાથી સદિશાઓ પૂરાઈ ગઈ અને જેના ભયથી લજ્જા પામેલે! પાર્શ્વવતી પરિવાર પણ પલાયન થયા. ક્રોધવશ ઇન્દ્રની દૃષ્ટિ તેવા પ્રકારની પ્રગટ ભયંકર ભૃકુટીની રચનાવાળી થઈ, જેથી સ્વભાવથી પ્રસન્ન હાવા છતાં જાણે બીજી હાય તેમ આળખવી મુશ્કેલ થઈ પડી. આ પ્રમાણે વૃદ્ધિ પામતા ક્રોધ અને પ્રતાપના પ્રસારવાળા અત્યંત દુસ્સહ મુખાકૃતિવાળા કોપાયમાન ઈન્દ્ર મહારાજા યમરાજ સરખા થયા. ત્યાર પછી કોપથી ઉત્પન્ન થતા કેપવાળા ઈન્દ્ર મહારાજાને જાણીને પ્રજવલિત અગ્નિજ્વાલા–સમૂહથી દિશામંડળને ભરખી જતા, એકી સામટા આંતરા વગરના નીકળતા તણુખાના કણુ–મિશ્રિત આકાશ સ્થલને કરતા, પેાતાના સામર્થ્યથી સમગ્ર ત્રણે લેાકના પરાક્રમના મુકાબલે કરતા મહેન્દ્રના સમગ્ર શત્રુઓને પરાસ્ત કરનાર વાદેવ આવી પહાંચ્યા. આવીને તેણે ઈન્દ્ર મહારાજને કહ્યું કે હે સ્વામી! દેવાના નાથ ! આપ હૃદયમાં ચિંતવન કરા, એટલે તરત આપની સેવામાં હાજર થનાર હું હોવા છતાં આપ આવા પ્રયાસ શા માટે કરો છે ? આ કાર્યની મને જ આજ્ઞા આપેા.’ આવેલા તેને દેખીને ઈન્દ્ર મહારાજાએ ચમરાસુર તરફ મેલ્યા. આજ્ઞા થતાં જ વદેવ તેના તરફ દોડીને જવા લાગ્યા. કેવી રીતે ? પ્રલયકાળ સરખી નીકળતી જ્વાલાના સમૂહથી નિમલ ( અગ્નિની )......તીવ્રપ્રભા ખંડિત સમૂહથી ખેલાવાએલ ગ્રીષ્મના પ્રચંડ ચમકતા સૂર્ય સરખા અવયવાવાળા ફેલાએલા મહાતેજના સામર્થ્યવાળા શસ્ત્રાથી ત્રાસ પામેલી, ભયથી દૂર હટતાં અને તે કારણે ઉડતા અને લહેરાતા વચ્ચેાવાળી, ઘૂમતી ઘુઘરીએના સમૂહવાળી મેખલાથી સુંદર દેખાતી દેવાંગનાઓ વડે જોવાતા, ભયસમૂહથી વ્યાકુલ અને ત્રાસ પામેલા ઊંચા પર્વતનાં શિખરા જેણે બહાર ફેંકેલા છે, ભયભીત બનેલા સમગ્ર પર્વત-સમૂહે તેને જોયા. આકાશમ`ડળમાં નક્ષત્રમડળની શકા ઉત્પન્ન કરાવનાર, વેગથી ચંચળ અને અત્યંત શાભતા વિશાળ મેાતીએના હાર પહેરેલા, માર્ગ છેાડીને સામે ઉભેલા દેવાવડે તે જોવાયા. સામા આવતા વાદેવને ચમરાસુરે પણ જોયા. તેને દૂરથી દેખતાં જ તેના પ્રભાવથી હણાઈ ગયેલા પરાક્રમવાળા ચરેન્દ્ર વિચારવા લાગ્યા કે, યુદ્ધ કરવાની વાત તેા માજી પર રહેા, પરંતુ તેના સામું દેખવા માટે પણ હું સમથ નથી. હવે અત્યારે શું કરવું ? તેના જ્ઞાન વગરના ‘ જગદ્ગુરુના ચરણ-કમળના શરણુ સિવાય બીજો ઉપાય નથી’–એમ સ્મરણુ કરીને પલાયન થવા લાગ્યા. કેવી રીતે?-વૃદ્ધિ પામતા મહાભયથી કંપાયમાન થતા દેહવાળા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy