SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ચપન મહાપુરુષોનાં ચરિત કરીને ગ્રહણ કરી શકાય છે. ત્યારે સામાનિકપણાના ગૌરવની અવજ્ઞા કરીને ચમરાસુરે કહેલાં વચને સાંભળીને સામાનિક અસુરના આગેવાન દેએ કહ્યું કે-“હે મહા અસુરેન્દ્ર! તેના પ્રત્યે અમારી પરલેક-નિમિત્તક કે આલેકનિમિત્તક ભક્તિ નથી. તેમ જ અમને તમારી પાસેથી કંઈ પ્રાપ્ત થવાનું કે જવાનું નથી, પરંતુ જે યથાર્થ હકીક્ત છે, તે જ કહી છે. ફેરફાર કે ભેદ પડાવનાર કહ્યું નથી. સજ્જનેને અન્યથા–સ્થિત પદાર્થને જુદા પ્રકારે કહેવું વ્યાજબી નથી. અમે તમારા પરાક્રમથી અજાણ થઈ ભય પમાડવા માટે કહેતા નથી. કારણ કે, તે ઈન્દ્ર પણ પૂજવા યોગ્ય છે. જે અમે યથાસ્થિત વસ્તુ તમને ન કહીએ, તે અમે દોષિત ગણાઈએ. હિત ઈરછનાર વકતાએ જે કાર્યમાં લાભ-નુકશાન થાય-તેવા સમયે યથાસ્થિત તેને તે પ્રમાણે કહેવું જ જોઈએ. દેવકના અધિપતિનો તિરસ્કાર કરે તેને ઘટતું નથી. ત્યાર પછી તેઓનાં વચનની અવગણના કરીને અમરેન્દ્ર બાલવા લાગ્યો. શું કહેવા લાગ્યો ? અનેક પ્રકારે નિરંતર ભયની જ અત્યંત પ્રશંસા કરતા તમારા લેકની બુદ્ધિની લઘુતા મેં જાણું. નીતિરહિત ભય બતાવનાર મંત્રિસમૂહો જેવા પ્રકારના હોય છે, તેવા જ પ્રકારની પ્રભના કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રથમ ઉત્પત્તિ થાય છે, તે સંપૂર્ણ બળવાળા થતા નથી -એમ તમે રખે મારા માટે તમારા ચિત્તમાં માનતા. સિંહ જન્મતાં જ સવવાળા ઉત્પન્ન થાય છે. જન્મદિનથી જ મહાપ્રરાકમી થાય છે. ઉદયાચલથી નીકળેલ સૂર્ય ઉદયકાળથી જ તેજસહિત નીકળે છે. અધ્યવસાય-રહિત તમે પોતે જ અધિક ભયને કહે છે, જે પિતે પોતાના ભયને ઉત્પન્ન કરે છે, તે બીજાને કેવી રીતે જિતી શકે ? માટે તમે ભય છોડે. હું એક જ મારા પોતાના સામર્થ્યવાળ છું. દેના રાજાની દષ્ટિને ભયથી ચંચળ કરું છું. તમારી પત્નીઓથી પરિવરેલા તમે સુખેથી આનંદ કરે. અથવા મારા સરખાને કેનાથી ભયની શંકા થાય ? ભુજાબળવાળો હું એક જ તે દેવેન્દ્રને ભૂમિ પર પડી ગએલા મુગટ અને છત્રવાળે, છીનવાઈ ગએલા સિંહાસનવાળો, વિભૂ રહિત, નાશ પામેલા બેલના અભિમાનવાળે કરીશ. બળવાન પુરુષને પોતાના ભુજબલને છોડીને બીજાનું માગી લાવેલું બલ સંગત થતું નથી. હાથીના ગંડસ્થલના વિદ્યારણમાં સિંહ શું બીજાના બેલની અપેક્ષા રાખશે ખરો ?” આ પ્રમાણે ચમર–અસુરપતિએ કથન કરીને પોતાના દરૂપ ધૂમથી મલિન કરેલા માહાઓવાળે ભ્રકુટી ચડાવીને કરેલા ભયંકર નેત્રવાળો એકદમ સિંહાસન પરથી ઉભે થયે. હસ્તતલના કરેલા પ્રહારથી દલિત કરેલ પાતાલ-ભિત્તિસ્થળમાંથી ઉછળતી સર્પમણિની પ્રભાથી પ્રકાશિત ઉજજવલ પાતાલમૂળને ફાડીને મેટી પરિખામંડલની જેમ વિલાસવાળા ભુજયુગલેના દર્પને વહન કરતે ચમરાસુર ઉદરમાંથી જેમ બાળક તેમ પાતાલમૂળમાંથી બહાર નીકળ્યો. મહાવેગવાળા વાયુવડે વિષમ રીતે ફેંકાઈ ગએલા નક્ષત્રમંડળવાળા આકાશ-આંગણમાં ઉડો. કેવી રીતે ? ઉડવાના વેગથી ઉત્પન્ન થએલ વાયુમંડલવડે શોભા પામી રહેલી ચંચળ ચૂડાવાળા, વિષમ રીતિથી ઝૂલતા હારોના પંકિત-મંડળથી ટકરાતા અવયવવાળો, ચમકતા સૂર્યકિરણે સાથે મિશ્રિત થએલા મુકુટમણિએના કિરણેથી ફેલાતી શોભાવાળાવિલાસથી ગૂલતા કુંડળેથી ઘસાતા કપોલતલવાળા, વેગના કારણે ત્રાસ પામેલી ભયભીત થએલી દેવાંગનાઓ વડે અપાએલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy