SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ ચોપન મહાપુરુષનાં ચરિત સંગમદેવે સતત વેગીલી ગતિવાળી, દુખે કરી નિવારી શકાય તેવા ચપળ પગવાળી કીડીઓનો સમૂહ વિકલ્પે. દુર્જનને લાગ મળવા માફક છેક સુધી ચડવા લાગે. અતિશય તીવ્ર વેદના ઉત્પન્ન કરીને ઉપદ્રવ કરવા લાગ્યા, પરંતુ જગદ્ગુરુના પ્રસન્ન ભાવને દેખીને આ કીડીઓથી તેમને ચલાયમાન નહીં કરી શકાય તેમ વિચારીને તે દેવે વજા સરખા કઠિન મુખાગ્રિવાળા પતંગીયાઓનાં ટોળાં બનાવ્યાં. અતિતીવ્ર વેદના ઉત્પન્ન કરનાર તેઓ એક સાથે ભગવંતના દેહને કરડતા હતા, છતાં પણ જગદ્ગુરુ ચલાયમાન ન થયા. ત્યાર પછી પ્રેમ રાખનાર જનોની જેમ પિતાની ઈચ્છાથી પોતે ગ્રહણ કરવા પૂર્વક સમગ્ર સુખના ઉપભેગ જેઓએ પ્રાપ્ત કર્યા છે, એવા અને જેમની સમગ્ર ઈચ્છા દૂર થઈ રહી છે અર્થાત પિતાની ધારણ નિષ્ફળ થવાથી તે પતંગ-સમૂહે પલાયન થયા. પતંગીયાને દૂર થએલા દેખીને વિંછી વગેરે વિષ્ફળ્યાં, તે કેવા ?–ચમકી રહેલા પીળાવણુંવાળા, ઉગ્ર આકૃતિવાળા, ઉંચી પૂંછડીના તલણ અગ્રભાગવાળા, વેગથી ચાલતા અભિમાની એવા વિંછી વગેરે ડંખ દેનાર ભયંકર પ્રાણીઓ વિફર્યા. તેઓએ પણ પ્રલયકાળનો ઉત્પાત કરનારી, અનિની ચિનગારી સરખી વેદના કરનાર સ્થૂલ પૂંછડીના કાંટાના ઘાતથી ભેદવા છતાં પણ ભગવંતનું મન ન ભેદાયું, ત્યારે ફરી વૃદ્ધિ પામતા શોધવાળા તેણે શું કર્યું? હવે કોધિત થએલા દેવના ચરણના અફાળવાના કારણે જર્જરિત થએલી પૃથ્વીમાંથી તરત જ રુધિર-સમૂહ સરખા વર્ણવાળાં મણિઓનાં કિરણોને સમહ ફેલાઈ ગયે, ત્યારે તે જ ક્ષણમાં વિલાપ કરતી પૃથ્વીએ ઉભા થઈને ફણની મણિઓના વિશાળ પ્રકાશવાળા સાપે ભગવંત ઉપર નાખ્યા. જળપૂર્ણ શ્યામ મેઘ સરખા વિષપૂર્ણ ફણાવાળા સર્પ-સમૂહના ફેલાવાથી મેઘ વડે જેમ મેરુ તેમ ભગવંત ઢંકાઈ ગયા. સર્પોની ફણુના ઉલ્લાસ પામતા કુંફાડાના જોરદાર પવનથી જગદ્ગુરુને ધ્યાનાગ્નિ કર્ય–ગહનમાં વિશેષ અધિક પ્રજ્વલિત થયે. આ પ્રમાણે વિષ ધારણું કરનાર મહાસર્ષે છોડેલા કૂકારના કારણે વિષલવયુક્ત જળથી ભીંજાએલા જગન્નાથ પર્વતની જેમ શ્યામ કાંતિ પામ્યા. - જ્યારે સર્પોના સમૂહથી પરેશાન કરાતા ભગવંતનું મન લગાર પણ કલુષિત ન થયું. ત્યારે તે દેવે ગજેન્દ્રના રૂપની વિદુર્વણુ કરી. હવે ગજેન્દ્ર કે વિકુળે, તે કહે છે – સજળ મેઘની જેમ ઉન્નત સ્કંધના વિલાસવાળા, ચપળ કાન ફફડાવવાના કારણે ભ્રમરનામંડળને જેણે વિષમ રીતે દૂર કરી વિખેરી નાખેલા છે, જેના મેટા ચરણના દબાણથી પૃથ્વીમંડળ નમી પડેલ અને ચૂરાએલ છે. જેણે ગંડસ્થલથી નિરંતર વહેતા મદજળના કારણે વર્ષો ઋતુના સરખા અંધકારવાળા દિવસો કરેલા છે, સ્થૂલ રિથર સૂંઢમાંથી નીકળતાં બિન્દુઓની આછી વર્ષા વરસાવતા, મજબૂત દંતમુશળથી ભેદાએલા અને દાંતમાં પરોવાએલા દ્ધાઓનાં કલેવરથી ભયંકર, જેણે વાયુ સરખી ગતિના વેગથી મોટા વડલાના વૃક્ષે ઉલટાવી દીધા છે, એવા ગજેન્દ્રનું રૂપ વિકવ્યું. રોષથી લાલ નેત્ર-પત્રવાળે અને જેણે સુંઢને અગ્રભાગ કુંડલાકાર બનાવેલ છે, એ તે હાથી ભગવંત પાસે પહોંચ્યું. કેવી રીતે ?–અધિક ગુણભૂત થએલ મદજળની સુગંધવાળે હાથી અજ્ઞાન–કિચડને નાશ કરનાર વિરોધી હાથીની જેમ વિર ભગવંત ઉપર આક્રમણ કરવા લાગ્યો. રોષવશ થઈ ઉલ્લાસ પામતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy