SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ સગામદેવના ભયંકર ઉપસગે ૩૮૯ ક્ષત્રિય-ધમ ના ત્યાગ કરીને વિરુદ્ધ ધર્માચરણ કરવામાં તત્પર એવા એક નાના મનુષ્યના શરીરની ખાતર સદા યૌવનવયના ગુણુયુકત પરાક્રમવાળા દેવના પ્રભાવની આપ અવજ્ઞા કરી છે ! ખીજું ઈન્દ્રે આ શું નથી જાણ્યુ કે—ગમે તેટલા પ્રાપ્ત કરેલા ગુણુાવાળા મનુષ્યા દેવાની તુલનામાં આવી શકતા નથી, કાચના મણિ તેજસ્વી મણિની સરખામણી પામી શકતે નથી.’ ઠીક, આ વાત રહેવા દો, પરમા-સિદ્ધિના નિમિત્તોની અવગણના કરનાર આ ક્ષત્રિય રાજાને પરાક્રમ છેડાવી ધ્યાનને ત્યાગ કરનાર થાય તેમ કરું. જુઆ— જે મહાપ્રલયકાળના અગ્નિના વિલાસ સરખી રાષ્ટિના પાતથી સમગ્ર જીવલેકને આળી નાખી ભસ્મ કરવા સમથ છે, મૂળ-પાયામાંથી ઉન્મૂલન થઈ ગભીર પાતાલમાં પડતા અને દેખાતા સુમેરુપવ તને પણ હસ્તતલમાં ઉભા રાખવા જેએ સમ છે, અવશ્ય થનારરોકી ન શકાય તેવા દેવના પ્રભાવાતિશયથી હું દેવરાજ ! તેવા મહામુનિઓને પણ ધ્યાનથી ચલાયમાન કરી શકાય છે, તેા પછી આની કઈ ગણતરી? તે કહા-તા હવે આજે જ આ પ્રમાણે જોવામાં આવે કે- કપટથી ગ્રહણ કરેલ મુનિવેષના ત્યાગ કરીને પેાતાના રાજ્ય માટે આસક્ત મનવાળા તે રાજ્ય પર સ્થાપન થાઓ. ’ પેાતાના સામર્થ્ય અને લાભ-નુકશાનના પરિણામના વિચાર કર્યા વગર આ પ્રમાણે કહીને મેાટી દેવસભામાંથી તે બહાર નીકળ્યા. જગદ્ગુરુ પ્રત્યે તિરસ્કાર કરવાના કારણે ઉત્પન્ન થએલ પાપસમૂહથી નાશ પામેલ શૈાભાસમૂહવાળો, રાહુમુખથી ગળેલા ચંદ્રષિ ́મ સરખા Àાભારહિત દેખાવા લાગ્યા. સ્વગ માંથી નીચે ઉતર્યાં, અને જ્યાં વંમાન પ્રભુ હતા, તે તરફ જવા પ્રયાણ કર્યું. પ્રલયકાળના પવન સરખી પ્રચ’ડ ગતિવિશેષથી ત્રિભુવનગુરુની સમીપે હેાંચે. કેવી રીતે ? વેગવાન વાયુ વડે ઉત્પન્ન થએલ વિષમ અને વિચલિત પ્રચંડ મેધ-સમૂહવાળા, ભયસહિત દૂર જતાં સુરવધૂએના વિમાના વડે ઉત્પન્ન કરાએલ ક્ષોભવાળા, વિશાળ ઉરઃસ્થલમાં લગ્ન થએલ-રાકેલ-એકઠા થએલ નિમ ળ ગ્રહચક્રવાળા, ચમકતા નિલ મણિ-જડિત મુગટાના કરણેાથી રચાએલ ઇન્દ્રધનુષવાળા, ગતિના વેગથી ઉછળતા સુંદર હારના પ્રસાર પામતાં કિરણેા વડે શ્વેત થએલ હિંગતાવાળા, પ્રતિકૂળ માગ માં લાગેલા મેઘમડળવાળા ગગનને તે દેવ કરતા હતા. ક્ષીરસમુદ્રમાં જેની છાયા પ્રતિષિમિત થએલી છે, એવા મદરપર્યંત સરખા વીર ભગવંતને ચંદ્રનાં કિરણેાથી અલંકૃત પૃથ્વીપીઠમાં જોયા. ત્યાર પછી જગતમાત્રના તમામ જીવેાના નિષ્કારણ એકખ સમાન વીર ભગવતને દેખતાં જ તે દેવના ધ અતિશય વૃદ્ધિ પામ્યા. અથવા ખરેખર પરાપકાર કરવામાં તત્પર એવા સજ્જનાને દેખતાં જ પ્રકૃતિદોષથી દુજ નાના કાધ વૃદ્ધિ પામે છે.’ કરતાં ભગવંતને દેખ્યા પછી વૃદ્ધિ પામતા ક્રોધવાળા તેણે પ્રલયકાળના વિલાસ સરખા ઉત્પાત કરતાર પવનસમૂહને ઉત્પન્ન કર્યાં. ક્ષયકાળના અગ્નિમાંથી નીકળતા ધૂમસમૂહથી અધિક ભય ́કર ધૂળસમૂહને ફેંકવા લાગ્યા. સમગ્ર મેઘના ગંભીર ગારવ અને મેાટી ધારા પડવાથી દુસહ એવી અકાલવૃષ્ટિ વરસાવવા લાગ્યા. સમગ્ર જંતુઓનાં નેત્રોના વિકાસમાને રાકનાર અંધકાર-સમૂહ પ્રસરવા લાગ્યા. ચંદ્ર, ગ્રહ, નક્ષત્રમંડલનાં અંતરા લખાઈ ગયાં. તેવા પ્રકારના અકસ્માત ઘનઘેશર અંધકારમય આકાશને શરદ—સમયની જેમ ભગવંતના અતિસ્થિર ધ્યાન વડે દૂર કર્યું. અર્થાત્ અંધકાર દૂર થયા. ત્યાર પછી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy