SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ સંગમદેવના નિષ્ફળ થયેલા ઉપસર્ગો ૩૧ લાંબી અંગુલિવાલા હસ્તથી જેમ થપ્પડ ચડે, તેમ પ્રલયકાળના વપતન કરતાં અધિક કઠિન સૂંઢ વડે હાથી ભગવંતને પ્રહાર કરવા લાગે. વિશાળ પર્વતના શિખર સરખા મજબૂત કઠિન ભગવંતના વક્ષસ્થળમાં વજથી કઠોર દંતાગ્રભાગને વેગથી તિઓં સેંકવા લા. ૧૬૦ મી ગાથા ખંડિત છે.) ત્યાર પછી ગજેન્દ્રના રૂપને સંકેલીને શાર્દૂલ-વ્યાઘનું રૂપ વિકુવ્યું. તે કેવું હતું ?મહાક્રોધ કરવાના કારણે જેની ગર્જનાથી ઉત્પન્ન થતા પડઘાથી ગુફાઓ પૂરાઈ ગઈ, પ્રચંડ ભ્રકુટીની રચનાવાળા મુખથી ભય ઉત્પન્ન કરનાર, સળગતા અગ્નિની જ્વાલા સરખા પીળા વર્ણન વાળી આંખની છટાથી ચંચળતા કરાવનાર, વદન-કંદરામાં રહેલા અધિક પ્રમાણુવાળા મજબૂત, દેખતાં જ ભયંકર લાગે તેવા દાંતવાળા શાર્દૂલના રૂપને જોયું. રાવણ હાથીના ગંડસ્થલ સરખા ઉન્નત એવા ભગવંતના ભુજા-શિખર-સ્કંધ પર આક્રમણ કર્યું. તીર્ણ નખ અને પૂછવાળે, વલુરવાના ચિત્તવાળે, સ્થિર પહોંચાવાળો તે વ્યાવ્ર ત્રિભુવનનાથના ઊંચા મજબૂત ખભા પર ચડી બેઠો. ઘણા પહેલા મુખની કંદરાવડે ખભાને ચીરી નાખી, તેમજ પગના અગ્રભાગને ખાઈ ગયે, એમ કરીને જાણે તે પ્રભુના ઉપાર્જન કરેલા કર્મસંદેહને ધૂણાવીને ખંખેરી નાખતો હોય. લગાર પણ રોષ ન કરનારા અને મૌન ધારણ કરનારા એવા ભગવંતની ક્ષમા એ જ વ્યાઘને દૂર કર્યો. આ પ્રમાણે વૃદ્ધિ પામતા અભિમાનવાળા તે “સંગમદેવે તરત જ કુપિત વ્યાઘના રૂપને દૂર કર્યું અને ભયંકર નિશાચરનું રૂપ વિકુવ્યું–તે કેવું હતું ? જેણે અત્યંત ઊંચા વળેલા અતિશ્યામ દેહની કીતિથી ભુવનને ભરી દીધાં છે, વિકરાળ વદન-ગુફામાં લટકતી જિહાવાળા પરિપૂર્ણ મેઘના સમૂહ સરખું શ્યામ પિશાચનું રૂપ વિકુવ્યું. તે કેવું હતું ? ભારી વર્ષાકાળમાં પ્રસાર પામતી કાળી રાત્રિના અંધકાર સરખું શ્યામ, ચામડાથી મઢેલાં હાડકાં અને લાંબા નખવાળું, ભયંકર દેખાતા અવયવોવાળું, જેણે નેત્રરૂપી અગ્નિના જ્વાલામંડળથી નક્ષત્રમંડલને દૂર કર્યા છે, જેમાં અધિક પ્રમાણુવાળા દન્તથી પ્રગટ થતી પ્રભાના કારણે દિશાના અંતે વેત થયા છે. કમ્મર પર બાંધેલા દઢ કપાયમાન સપેથી કુત્કાર કરાતા વક્ષસ્થળ પર ઉછળી રહેલી, સરસ હૃદય સહિત મનુષ્યનાં મસ્તકની માળાવાળા, મુખ-કંદરામાંથી નીકળતા મુક્ત અટ્ટહાસ્યવાળા, તેમજ નીકળતા અગ્નિના તણખાવાળા, ચંચળ વિજળીદંડ સરખી કાંતિવાળા, હાથમાં ઉભા કરેલા ત્રિશુલવાળા, તરત જ કાપેલા હાથી આદિના રુધિરના કણેથી ખરડાએલ, પાદપ્રહારથી કંપાવેલ પૃથ્વીતલમાં પડતા ગિરિશિખરવાળા, મહાસર્પોના પાશથી બાંધેલા કેશપાશની ગાંઠથી કેશસમૂહ જેને ઉભે રહેલો છે, જેનાં ભયંકર નેત્રોમાંથી લાંબી અને ઉલકા સરખી દષ્ટિ નીકળી રહેલી છે. આ રીતે અત્યંત ભયંકર શિયાળો વડે કરાએલા ફેકાર શબ્દથી યુક્ત, ત્રિભુવનના ભયને ઉત્પન્ન કરનાર નિશાચરેન્દ્રનું રૂપ તે દેવે કર્યું. ત્યાર પછી અંધકાર-સમૂહ જેમ ચંદ્રને, તેમ આ પિશાચ જિનચંદ્રને ઉપદ્રવ કરવા લાગ્યું. તેણે જગદગુરુને અનેક પ્રકારના ઉપદ્રવ કરીને પરેશાન કર્યા, જેથી તેના બલનું અભિમાન ઓસરી ગયું, પણ ભગવંતનું મન જરા પણ ક્ષોભ ન પામ્યું. આ સમયે તે સંગમ દેવે પિશાચના રૂપને સંકેલીને પ્રચંડ બાણના વેગ સરખે વાયરે વિકુ. તે કે હતે?—સમગ્ર દેવે અને દાન વડે ન રોકી શકાય તેવા વેગવાળો, મહાવેગના કારણે કંપિત પૃથ્વીમંડળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy