SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ ચેપને મહાપુરુષોનાં ચરિત હે જિનેશ્વર ! તમે જ્યવંતા વ. દુજેય કામદેવને દૂર કરેલ હેવાથી વૃદ્ધિ પામેલા પ્રતાપવાળા ! આ ભવ-સમુદ્રમાં ડૂબતા શરણ વગરના મનુષ્યને તમે જ શરણ છે. અંધકાર -સમૂહને દૂર કરનાર સૂર્યબિંબ સરખા અજ્ઞાન-અંધકાર દૂર કરનાર તમારા દર્શનથી જેઓ પ્રતિબંધ પામ્યા નથી, તેઓને ફરી વિધ કદી થતો નથી. પાર વગરના સંસાર-સમુદ્રમાં છો ત્યાં સુધી જ ભ્રમણ કરે છે કે, જ્યાં સુધી આપના નયનના અવલોકનના વિષય બન્યા નથી. વિષયરૂપી પાશમાં ફસાએલા રાગરૂપી શિકારીથી હણાતા હરણસરખા જીવોને માત્ર તમા રથી જ મોક્ષ થવાને છે. જેઓ તમારાં વચનામૃતને કર્ણ જલિથી “ઘુટ ઘુટ” કરીને પાન કરતા નથી, તેઓ વિષયતૃષ્ણાના કલેશથી શેષાએલા નકકી વિનાશ પામશે. અજ્ઞાન--અંધકારને દૂર કરનાર હે જિનચંદ્ર! કુમુદ-મંડલની જેમ નિર્મળ કેવલજ્ઞાન વડે ઉજવલ એવા આપ મને પ્રતિબંધ કરે. નષ્ટ કરેલા યુદ્ધના કારણે પ્રચંડ પ્રતાપના પ્રસરવાળા કરેલા અપૂર્વ વિક્રમથી પૂજિત એવા શાસનને તમે વીતરાગ હોવા છતાં પણ પ્રવર્તા. હે જિનચંદ્ર! આ પ્રમાણે પૃથ્વીતલમાં ચાલતા, કમલ ઉપર સંચરતા આપના ચરણોને ફરી ફરી નમન કરીએ છીએ.” આ પ્રમાણે સુરેન્દ્ર ગ્રહ-નક્ષત્રના ઇન્દ્રાદિકથી પૂજિત જિનચંદ્રને વંદન કરીને વિવિધમણિજડિત હોવાથી આશ્ચર્યકારી સિંહાસન પર બેઠેલા, હર્ષથી વિકસિત હજારે નેત્રોથી જેવાતા હજારો સામાનિક દેવે સાથે સભામાં બેઠેલા ઈન્દ્રમહારાજા બોલવા લાગ્યા કે–સૌધર્મ દેવલેકમાં નિવાસ કરનારા “હે સુરભો ! આ જગદ્ગુરુના દૌર્યાતિશય તરફ નજર કરે કે, જેમણે મહાઅભિગ્રહ સ્વરૂપ પ્રતિમા અંગીકાર કરેલી છે અને તેમાં દેવે, અસુરે, યક્ષો, રાક્ષસે, ભુજગપતિ, ભૂતસમુદાયે આવીને ગમે તેવા ઉપસર્ગો કરે, તે પણ પ્રભુના ધ્યાનને લગાર પણ ચલાયમાન કરવા સમર્થ થઈ શકતા નથી. કદાચ દૂર કરેલાં ઝરણું અને સુકાઈ ગએલી નદીઓવાળા, ભુજંગેની ફણાની મણિ એના કિરણેથી અરુણુવર્ણવાળા વિશાળ પાતાલને કદાચ ઉપર સ્થાપન કરી શકાય, કદાચ ઉછળેલા સમુદ્રના વલયથી તૂટેલા ઊંચા પર્વતના સમૂહવાળું અને આકાશમાંથી છૂટીને નીચે પડતા ગ્રહમંડળવાળું આકાશમંડળ નીચે પાતાલમાં સ્થાપન કરી શકાય. ( ખંડિત ગાથા ) કદાચ નિર્મલ ગુફાઓ અને શિખર-સમૂહવાળો અડેલ મેરુપર્વત કંપાયમાન થાય અને તે કારણે દેવમિથુનો ત્રાસ પામી જાય, તે પણ ત્રિભુવનના દૌર્યની તુલના કરનાર જિનેન્દ્રને આ જગતમાં સુરેન્દ્રો કે અસુરેન્દ્રો અણુ-પ્રમાણ પણ ધ્યાનમાર્ગમાંથી ચલાયમાન કરવાને સમર્થ બની શક્તા નથી. ત્યાર પછી ઈન્દ્રના મુખમાંથી નીકળેલ, વીર ભગવંતના હૈયે પ્રભાવતિશયરૂપ ગુણ-કીર્તનરૂપ વચન સાંભળીને કપ પામેલે અને તે કારણે ભયંકર ભ્રકુટી કરતે, ઈન્દ્ર સમાન અદ્ધિવાળે, મિથ્યાત્વઅંધકારથી વિવેકરહિત બનેલે “સંગમક” નામને એક દેવ કહેવા લાગ્યું કે– હે સ્વામી ! વિવિધ વ્યાધિ-વેદના ઉત્પન્ન થવાના કારણભૂત દુઃખની બહુલતાવાળા, વૃદ્ધાવસ્થામાં જર્જરિત થવાના કારણે ઉપહાસ કરવા લાયક, અકાલ-અકરમાતું મરણ પામવાના સ્વભાવવાળા, પરાભવ ઉત્પન્ન થવાના કારણે દુઃખની બહુલતાવાળા, કમાગત-વારસામાં મળેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy