SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત છે, તેમ તારા કાપ તને મળે છે. આ પ્રમાણે સમગ્ર જગતમાં જે પ્રાણીએ છે, તે કાપથી પરાજિત થએલ છે, તેવા મનુષ્યને આ લેાકમાં કે પરલેાકમાં સુખની પ્રાપ્તિ હાતી નથી. • ખીજું આ ક્રોધવશ બનેલા પ્રાણીએ પાતાને કે ખીજાને ગણતા નથી. સુખ કે દુઃખની સમજણુ હોતી નથી. આપત્તિ કે સંપત્તિ, હિત કે અદ્ભુિત, સુ ંદર અને ખરાબ, જીવિત અને મરણની દરકાર હૈ।તી નથી, સર્વથા ક્રોધાધીન બની તેવું આચરણ કરે છે, જેથી ઊંડા, દુ:ખે કરી પાર પામી શકાય તેવા ભવસમુદ્રમાં ઝૂમી જાય છે. માટે પૂર્વભવમાં કરેલ કેપના વિપાકફળનુ સ્મરણ કરીને, અતિદુષ્કર કરેલા તપ ક્રોધથી નિરક થયા છે, એવી પપ્રકૃતિના ત્યાગ કર. રખે હવે નરકરૂપ દુઃખાગ્નિમાં ઈન્ધનરૂપ ન બનીશ.” આવું ભગવંતનું વચન શ્રવણુ કરીને હવે આસના હૃદયમાં વિવેક પ્રગટ થયા. ચિત્તમાં ઉપશમભાવ ઉલ્લાસ પામ્યા. ત્યાર પછી ભગવ ંતને પ્રણામ કરવા પૂર્ણાંક ચરણકમળની સમીપે બેઠો. સ્વભાવથી ભય કર હાવા છતાં પણ દૃષ્ટિ પ્રસન્નભાવને પામી. પેાતાની નિંદા કરવા લાગ્યા કે— ‘ક્રૂરકમ કારી મારા આ જન્મને ધિક્કાર થાએ કે, જેણે લાંબા કાળનું ઉપાર્જન કરેલ તેવા પ્રકારનું તપવિશેષ ક્રોધાધીન થઈ નાશ કર્યું, એટલુ જ નહિં, પરંતુ કાપવશ ખની આવા પ્રકારના અત્યંત ક્રૂર સ્વભાવ પામ્યા. આ પ્રમાણે ચિત્તમાં વૈરાગ્ય પામીને પેાતાની ચેષ્ટાની નિંદા કરતા વિધિપૂર્વક અનશન સ્વીકારીને મૃત્યુ પામી ભાગભૂમિમાં ઉત્પન્ન થયા. (૭) સુદ્ર દેવે કરેલ ઉપસર્ગનુ નિવારણ ચ'ડકૌશિકને પ્રતિમાધ પમાડી સમગ્ર જીવાને પ્રતિધ કરનારા ભગવાન વહૂ માન સ્વામી ત્યાર પછી તે પ્રદેશમાંથી પૃથ્વીમાં વિચરવા લાગ્યા. વિવિધ પ્રકારના ઉગ્ર તપવિશેષથી અશુભ કર્માના વિનાશ કરતા અનુક્રમે વિવિધ તરંગાની રચનાવાળી ગંગા મહાનદી નજીક આવ્યા. તે નદી કેવી છે ? કિનારા પર ઉગેલા વિશાળ વૃક્ષેા પરથી નીચે પડતાં પુષ્પાથી સુશોભિત, સ્નાન કરતા વનહસ્તિઓની સૂંઢના પ્રહારથી ઉછળી રહેલી ઉંચી લહરીઓવાળી, કાંઠા પર રહેલી ભીલયુવતીઓનાં નયનને પ્રસન્ન કરનાર લતાએથી લીલી છમ, નિરંતર પરસ્પર અથડાતા ઉજ્વલ જળસમૂહથી મનેાહર. જળથી થએલા વિવિધ તરંગામાં પ્રસાર પામેલા ચંચળ ઉછળતા હિમકણવાળી, અત્યંત દુસ્તર અગાધ જળવાળી ગંગાનદી પાસે જગદ્ગુરુ આવી પહેાચ્યા. વળી નદી કેવી ? કિનારા પર ઉભા રહેલા વનહાથીએ દતૂશળના અગ્રભાગથી ખાદીને પાડી નાખેલ વિશાળ ભેખડાવાળી, ભેખડાના છિદ્રમાંથી બહાર નીકળતા લટકતા ચંચળ મહાસપે[વાળી, મહાસપેĪની ચપળ લપલપાયમાન થતી જિજ્ઞાના અગ્રભાગના સ્પર્શથી ચટાતા જલસમૂહવાળી, જળસમૂહથી જૈના મૂળભાગ છેદાઈ ગએલા છે, એવા પડતા વૃક્ષોથી રાકાએલી, રાકાએલ લહેરાના પરસ્પર સંઘષ થી અત્યંત વિશીષ્ણુ થએલા શ્વેત ફીણવાળી, ફીણના પિંડથી શ્વેતવણુ વાળા અને તેથી વિશેષ પ્રકાશિત કરેલા ગુણસમૂહવાળી, આ પ્રમાણે જગગુરુનાં દનથી વૃદ્ધિ પામતા આનદથી વિકાસ પામતા પ્રગટ સ્વચ્છ જળપૂ પવનથી ઉછળતી લહેરાના હિમથી જાણે અર્ધ્ય આપતી ન હેાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy