SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ સુદ દેવે કરેલ ઉપસર્ગ–નિવારણ ૩૮ ત્યાર પછી પાર પામી ન શકાય તેવી નદીને દેખતા ભુવનગુરુને સામા કિનારે ઉતારવાના નિમિત્તે તે સ્થળે એક નાવડી આવી પહોંચી. સામા કિનારે જવા માટે લેકે નાવડીમાં ચડવા લાગ્યા. તેમની સાથે ભગવંત પણ નાવડીમાં આરૂઢ થયા. જળમાં નાવડી વહેતી કરી. હલેસાં મારવા લાગ્યા, નાવડી ચાલવા લાગી. આ સમયે પૂર્વ જન્માક્તરને વૈરી ત્રિપૃષ્ઠ વાસુદેવને પ્રતિશત્રુ અશ્વગ્રીવને જીવ તેવા પ્રકારના કર્મવેગે નાગગોત્રવાળા કુળમાં “સુદંષ્ટ્ર નામે ઉત્પન્ન થયે. તે સુષ્ટ્ર ભૂતે અવધિજ્ઞાનના ઉપગથી ભગવંતને નાવડીમાં રહેલા જાણીને વૃદ્ધિ પામેલા ક્રાધ પૂર્વક આવીને માયા પ્રગથી મહાનદીના જળને ક્ષોભ પમાડ્યું. મોટા માજાઓના સમૂહો ઉછળવા લાગ્યા. મહાનદી ભયંકર બની. કેવી ?–-વાયુથી પ્રેરિત અને આંદોલિત લહેરના કારણે ઉછળતા જળસમૂહવાળી, જળસમૂહના કારણે તૂટી પડતા કિનારાઓના વેગથી દૂર ફેંકાતા ચપળ મત્સ્યવાળી, માની અતિનિપુણ ગતિ વડે પુંછડી અફળાવાથી ઉછળતા જળસમૂહવાળી. મત્સ્ય વડે ક્રોધ-પૂર્વક કરાએલા પ્રહારથી અફળાએલ જળવડે ચંચળ તરંગવાળી, ચંચળ તરંગેના સંગથી યુક્ત કારંડ, હંસજાતિ અને ઉડતા વ્યાકુળ ચક્રવાવાળી, ચક્રવાકે કરેલા કોલાહલથી કરી રહેલા વિવિધ પક્ષીઓવાળી, આ પ્રમાણે ઉત્પન્ન થતા અંતરવતી ગંભીર જળના આઘાતથી સુશિત થયેલા કલેલવાળી ગંગાનદીને નાગેન્દ્ર અતિશય તેફની ભયંકર બનાવતે હતે. આ સમયે નાવડીમાં બેઠેલા લેકે અતિ આકુળ-વ્યાકુળ થયા. વહાણ ચલાવનારા નિયમકે વિષાદ પામ્યા. પહેલાં કેઈ વખત ન થએલું એવું આ શું બન્યું ?’ એમ વિચારવા લાગ્યા. તે સુદાઢ દેવ પણ પૂર્વભવમાં બાંધેલા વેરના કારણે ક્રોધથી વ્યાકુલ બની સમગ્ર નાવડીના લોકેને મારવા ઉદ્યત થયે. ત્યારે તેવા પ્રકારની સ્થિતિ જોઈને કરુણાપ્રધાન ચિત્તવાળા ભગવંતે વિચાર્યું કે, “જુઓ ! મારા નિમિત્તે આ સર્વને ઉપદ્રવ થયે. આ સમયે સુદાઢ દેવે જળ સપાટી ઉપરથી બહાર નીકળીને મોટા બે હાથના સંપુટથી મહાનદીના મધ્યથી નાવડી ઉપાડી. તે દેખીને “બચાવે બચાવ”—એવા પ્રકારને હાહારવ શબ્દ ઉછળે. પરંતુ જગદગુરુના પ્રભાવથી તે ઉપદ્રવ જોઈને કમ્બલ-શમ્બલ નામના નવીન ઉત્પન્ન થએલા દેએ આવીને તે ઉપદ્રવ અટકાવ્યું. ઈ રિછત કિનારે ઉપદ્રવરહિત નાવડી ઉતારી. પ્રગટ થઈને તે દેએ ભગવંતને પ્રણામ કર્યા. તે દેખીને લોકોને આશ્ચર્ય થયું. લેકે કહેવા લાગ્યા કે— “અહા ! અરે આ કોઈ દેવતાઈ પ્રભાવવાળા મનિ છે, તેમના પ્રભાવથી અમે નિવિદને ઉતરી ગયા. એમ ફરી ફરી બેલતા લોકેએ જગદ્ગુરુના ચરણકમળમાં પ્રણામ કર્યા. કંબલશંબલ દે પણ લોકસમૂહ સાથે ભગવંતને પ્રણામ કરીને પોતપોતાના ઉચિત સ્થાને ગયા. પૂર્વભવના વૈર-મરણના કારણે થએલ કેપથી નાશ થએલા પ્રભાવવાળો અને સમગ્ર લેકને આશ્ચર્ય ઉત્પન્ન કરાવનાર “સુદાઢ’ દેવ ચાલ્યા ગયા. પછી મૌન ધારણ કરનાર-ઉપદેશ ન આપવાં છતાં પણ ભવના ભયથી ભય પામેલા ભવ્ય જીવે રૂપી કમળખંડને પ્રતિબંધ કરતા અતિશયવાળા ત્રણે જગતના ગુરુ વર્ધમાનસ્વામી ધરાપીઠમાં વિચારવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy