SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ વધુ માન સ્વામીના જન્માભિષેક ૩૦૧ વાહનના વિસ્તારથી રાકેલા ગગનમાગેર્ટીંવાળા, જયજયકારના મોટા શબ્દો મેલીને પુષ્પવૃષ્ટિ કરતા, વેગના કારણે ઉછળતા ચપળ હારનાં ચમકતાં કિરણેાથી શેાભતા, મણિડિત મુગટની કાંતિથી રંગાએલા સૂર્યકિરણાના ફેલાવાની ભ્રાન્તિ કરાવતા, વિવિધ વાજિંત્રો વગાડતા દેવગણા સાથે ઈન્દ્ર મહારાજ જગદ્ગુરુના શાલા કરેલા જન્મસ્થાન–ભવન પાસે આવી પહાંચ્યા. આવીને સમગ્ર નગરજનાને અવસ્વાપિની નિદ્રાધીન કરીને વિનયપૂર્વક મસ્તકથી ભગવંતને પ્રણામ કરીને કહ્યું કે--- હૈ જગદ્ગુરુ ! અજ્ઞાન-અંધકારથી ભરેલ આ ભુવન ઉદ્દય પામેલા સૂર્યની જેમ તમારા જન્મથી પ્રકાશિત થયું. હું ભગવતિ ! માતાજી ! આ સમગ્ર જગતમાં તમે પણ ખરેખર કૃતાર્થ થયાં છે કે, જેમણે શ્રેષ્ઠ ગુણાના નિધાન એવા જગદ્ગુરુને ગર્ભ માં ધારણ કર્યા. આ ભરતક્ષેત્રને પણ અમે નમન કરીએ છીએ કે, આજે કલિકાલ સમીપ હાવા છતાં પણ જેમાં લેાકેાત્તર મહાપુરુષની ઉત્પત્તિ થઈ. આ પ્રમાણે નમસ્કાર કરીને ઈન્દ્રની આજ્ઞા મળવાથી તુષ્ટ થયેલા હરણના સરખા મુખવાળા હરણેગમેષી દેવતાએ હરણ કરીને ઈન્દ્ર મહારાજના હસ્તકમલરૂપ શય્યામાં ભગવંતને સમર્પણ કર્યાં. ત્યાર પછી દેવવ્રુન્દા સહિત ઈન્દ્ર મહારાજા મેરુ પતના શિખર ઉપર પહોંચ્યા ત્યાં નિમલ શિલાતલ ઉપર સ્થાપન કરેલા સિહાસન ઉપર પોતાનાં પાંચ પ્રકારનાં રૂપની વિધ્રુવ ણા કરવા પૂર્વક ઈન્દ્ર મહારાજા ભગવંતના અભિષેક કરવા માટે તૈયાર થયા; પરંતુ અતિ નાના દેડવાળા ભગવંતને જોઈ ને ચિતવવા લાગ્યા કે • સમગ્ર ઇન્દ્રોના હાથમાં ધારણ કરેલા જળપૂર્ણ કળશાથી એક સામટા અભિષેક કરાતા ભગવંત આ જળની પીડા શી રીતે સહન કરી શકશે ?’ આવા પ્રકારના ઈન્દ્રના અયેાગ્ય ભાવને અવધિજ્ઞાનથી જાણીને જિનેન્દ્ર ભગવ ંતે પેાતાનું પરાક્રમ પ્રગટ કર્યું. ભગવંતે ડાખા પગના અંગૂઠાના અગ્રભાગથી સહેલાઈથી તેવા પ્રકારે મેરુને ચલાયમાન કર્યાં, જેથી ત્રણે ભુવન ડોલવા લાગ્યાં. ‘જિનેશ્વરમાં વૃષભસમાન એવા ચરમતીર્થાધિપતિના જન્માભિષેક કરવાથી મને શાંતિ થશે’ તેવામાં, આ વેતાલ–ઉત્પાત કયાંથી ઉત્પન્ન થયા ?”-એમ ચિતવતા ઈન્દ્ર ઉપયોગ મૂકીને અવધિજ્ઞાનથી સત્ય હકીક્ત જાણી કે, શ્રીજિતશ્વર ભગવંતનું સામર્થ્ય અસામાન્ય લેાકેાત્તર છે. ત્યાર પછી ઈન્દ્ર મહારાજાએ ‘ જે મે... અન્યથા ચિંતવ્યું, તેનું ‘મિચ્છા મિ દુક્કડ'’ એમ કહીને ભગવંતને પ્રણામ કર્યાં. ત્યાર પછી પહેલાં વણૅ વેલા વિધિથી ભગવંતના જન્માભિષેક કરીને ભગવ તને માતાની પાસે મૂકીને ઈન્દ્રમહારાજા સ્વસ્થાનકે ગયા. આ સમયે પરિવાર સહિત દેવી જાગૃત થયાં. દાસચેટીએ રાજાને પુત્રજન્મની વધામણી આપી. રાજાએ તેને દાન આપ્યું. વધામણાં આદિ સર્વ કાર્ય કર્યાં. ત્યાર પછી જન્મદિવસથી રાજાને ત્યાં વિશેષ પ્રકારે સમગ્ર ઋદ્ધિ વૃદ્ધિ પામવાના કારણે પુત્રનુ ‘વધમાન ’ નામ સ્થાપન કર્યું. બાલ્યકાલ પૂર્ણ થયા, કુમારભાવ શરૂ થયા, કુમારા સાથે ક્રીડા કરવા લાગ્યા. ક્રીડા કરતાં કરતાં નગર બહાર નીકળ્યા. એક વૃક્ષની નીચે આમલકી ક્રીડા શરૂ કરી. પ્રસંગ મળતાં ઇન્દ્ર મહારાજા સભામાં સિંહાસન પર બેઠેલા હતા, દેવા સાથે વિવિધ વાર્તા–વિનાદ કરતા હતા. તે પ્રસ ંગે વીરત્વ-પ્રીત્ત્વ વિષયમાં ઈન્દ્ર કહ્યું કે, ‘વીરપણાની વાતમાં અત્યારે ભગવંત [ચૈત્ર શુદિ ૧૩ મહાવીર-જન્મકલ્યાણક ચુરુ ૧૧-૪-૬૮ ચાપાટી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy