SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ર ચપન્ન મહાપુરુષનાં ચારત વર્ધમાન સ્વામીની તુલના કરે તે બીજે કઈ દેખાતું નથી. આ સમયે ઈન્દ્રના વચનની અશ્રદ્ધા કરતે એક દેવ ત્યાં ગયે કે, જ્યાં કુમારની સાથે ભગવંત ક્રીડા કરતા હતા, ત્યાં જઈને ભયંકર સર્પનું રૂપ કરીને વૃક્ષ સાથે વીંટાઈ ગયો. તેવા સપને દેખીને સાથે રમનારા કુમારે ચારે બાજુ દરેક દિશામાં દૂર દૂર દોડી ગયા. કુમારને પલાયમાન થયેલા દેખીને ભગવતે કંઈક હાસ્ય કરીને રમત કરતા હોય તેમ નિર્ભય થઈને આગળ આવીને હસ્તતલથી સપને ખેંચીને એક પ્રદેશમાં દૂર ફેંક્યો. ફરી ક્રીડા કરવા લાગ્યા; એટલે પેલે દેવ બાળકનું રૂપ કરીને તેઓની સાથે રમવા લાગ્યા. ભગવંતે સર્વ બાળકને જિતી લીધા. તેમાં એવી શરત રાખી હતી કે જે હારી જાય તેણે જિતનારને પીઠ ઉપર બેસાડો અને ફેરવ. ત્યાર પછી સમગ્ર બાળકોએ વહન કર્યા પછી દેવ-કુમારને વારે આવ્યું. તેણે પીઠ અર્પણ કરી. એટલે તેના ઉપર ભગવંત આરૂઢ થયા. તે સમયે દેવ પિતાની કાયાનું રૂપ વધારતાં વધારતાં વિરાટ સ્વરૂપવાળું કરવા લાગ્યા. કેવા પ્રકારનું?-- ગુફા સરખા ઊંડા વદનમાં દેખાતા મજબૂત અને ભયંકર વિકરાળ દાઢ- દાંતવાળું, અશોક વૃક્ષનાં કંપળ સરખી લાલ ચપળ ચલાયમાન જિહાથી બિહામાર્ગ, પ્રજવલિત અગ્નિ સરખી પીળી કાંતિવાળી આંખેની દષ્ટિ ફેંકતું, ભયંકર ઉદ્ભટ ભવાં ચડાવેલ કરચલીઓની રચના કરેલ ભાલતલવાળું, તપાવેલ સુવર્ણ સરખા પીળા ઉડતા કેશ-સમૂહવાળું, માંસ રહિત અને રુધિરથી ખરડાએલા ભયંકર ઉદરના અંતભાગ સુધીનું આવા પ્રકારનું ત્રણે લોકને ભય પમાડે તેવું દેવ-કુમારનું રૂપ પીઠ પર બેઠેલા ભગવંતે અનાદરથી જોયું. ત્યાર પછી તેના તેવા કૃત્રિમ રૂપને જોઈને વજી કરતાં પણ અતિશય કઠિન મુષ્ટિથી તેની પીઠમાં માર માર્યો. તેના પ્રહારથી થયેલી વેદનાથી તે દેવ વામન થઈને પહેલાના સ્વાભાવિક રૂપમાં આવી ગયો. આ પ્રમાણે ભગવંતનું હૈયું જાણીને સત્ત્વાધિકતાનું માપ સમજીને, ઈન્દ્ર કહેલાં વચને યાદ કરીને તેમણે કહ્યું હતું, તેવાજ બળવાળા ભગવંત છે'—એમ પ્રભુને પ્રણામ કરીને જ્યાંથી આવ્યા હતા, ત્યાં દેવ પાછો ગયે. ભગવંત પણ બાળક સાથે કીડા અને વિવિધ વિનોદ કરતા કરતા નગરમાં ગયા. આવા વિનેદમાં કુમારભાવ પસાર થયે. યૌવન વય પામ્યા. તેમના પ્રભાવ અને ગુણગણના અનુરાગી રાજાઓ પોતપોતાની પુત્રીઓને લઈને ત્યાં આવ્યા. અને ભગવંતને અર્પણ કરી. ત્યારે ભગવતે વિચાર્યું કે, પહેલાં પણ મેં નિર્ણય કર્યો હતો કે, “માતા-પિતા જીવતાં હોય ત્યાં સુધી મારે દીક્ષા-વિધાન ન કરવું’— એમ વિચારીને વિષય-વિરક્ત ચિત્ત હોવા છતાં પણ કન્યાઓ (? કન્યા) સ્વીકારી. યથાવિધિ વિવાહ-કાર્ય પ્રવત્યું. આ પ્રમાણે અભિલાષાનુસાર સમગ્ર ઇન્દ્રિયના વિષયે પ્રાપ્ત કરતાં અને રાજ્યસુખ અનુભવતાં જન્મથી માંડીને ત્રીશ વર્ષો વિતાવ્યાં. માતા-પિતાનું પરફેક પ્રયાણ થયા પછી પોતાના નાના (? મોટા) ભાઈને રાજ્ય અર્પણ કરીને એક વર્ષ સુધી મહાદાન આપીને પ્રભુ દીક્ષા લેવા માટે તૈયાર થયા. આ સમયે ભગવંતની મનભાવના જાણીને લેકાન્તિક દેવતાઓ આવ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા. કેવી રીતે ?-વિનયથી નમાવેલા મસ્તક વિશે બે હાથની જોડેલી અંજલિ સ્થાપન કરતા તેમ જ ભક્તિપૂર્ણ વિનય-બહુમાન વહન કરતા કહેવા લાગ્યા કે, “હે ભગવંત! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy