SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. સમગ્ર નગરલોકે રાજાના દર્શન માટે આવ્યા. તેઓનું સન્માન કરીને વિદાય આપી. વિશિષ્ટ પ્રકારના વિદમાં બાકીને દિવસ પૂર્ણ કરીને વાસભવનમાં સૂઈ ગયા. રાણી પણ તેની પાસે સૂઈ ગઈ. સુખપૂર્વક નિદ્રા આવી ગઈ. લગભગ રાત્રિ પૂર્ણ થવા આવી. તેવા સમયે ચૌદ મહાસ્વપ્નને અનુરૂપ લાભ જણાવનાર આ મહિને નાની તેરશના દિવસે હસ્તત્તરા નક્ષત્રમાં ‘ત્રિશલાદેવી'ના ગર્ભમાં ઉત્પન્ન થયા. પ્રાતઃકાળે જાગીને સ્વપ્નની હકીકત રાજાને કહી. રાજાએ પણ કહ્યું કે, હે સુંદરી ! સમગ્ર ત્રણે લેકના સ્તંભ સરખો પુત્ર તમને થશે. રાણીએ તે વચન બહુમાનપૂર્વક અંગીકાર કર્યું. હર્ષથી ઉલ્લાસ પામતી દેહલતાવાળી દેવી પિતાના આવાસમાં ગઈ આ પ્રમાણે હંમેશાં વિશેષ પ્રકારના સુખ અને ભેગે ભેગવતી હતી. તેમ કરતાં ગર્ભ વૃદ્ધિ પામવા લાગે. દેવી કેવી દેખાવા લાગી ? વાદળાના સમૂહની અંદર છૂપાઈને રહેલા સૂર્યવાળી દિવસલકમીની જેમ ગર્ભાધાનથી જ મતિ, કૃત અને અવધિજ્ઞાનવાળા બાલકથી જેના દોષસમૂહ વિદીર્ણ થયા છે, એવી તે દેવી તરતમાં ઉદય પામેલા ચંદ્રમંડલથી શોભાયમાન ઉદયપર્વતની ભિત્તિની જેમ, અતિશય લાવણ્યથી શોભાયમાન નિર્મલ અવયવવાળી, સમુદ્ર–છળની અંદર રહેલા ચમક્તા મુક્તાફળની જેમ ફેલાતી નિર્મળ પ્રભાના સમૂહથી ઉત્પન્ન થએલ સૌભાગ્યવાળી “ત્રિશલા દેવી” અધિક્તર ભા પામતી હતી. આ પ્રમાણે ગર્ભમાં રહેલા જિનેન્દ્રથી વિશેષ શોભાયમાન અવયવવાળી થેડા ઉદય પામેલા સૂર્યથી શોભાયમાન પૂર્વ દિશાની જેમ શોભતી હતી. ગર્ભમાં આવ્યા પછી ઘણા દિવસો જતાં વૃદ્ધિ પામતા ભગવંત અત્યંત કરુણાવાળા હોવાથી માતાને ગર્ભમાં લગાર પણ પીડા ઉત્પન્ન કરતા ન હતા. આમ હોવા છતાં પણ વિષાદ પામેલી માતાએ ચિંતવ્યું કે, “નકકી મંદભાગ્યવાળીના મારા ઉદરમાંથી કેઈકે મારા આ ગર્ભનું હરણ કર્યું કે શું ? અથવા તે ગર્ભ ગળી ગયો કે શું? નહિંતર અલ્પ પણ હલન-ચલન કેમ ન થાય? તેમજ વૃદ્ધિ પણ પામતો નથી. નિર્ભાગિણી મને જે ગર્ભની આપત્તિ ઉત્પન્ન થશે, તે હું નકકી પ્રાણ ધારણ કરી શકીશ નહિ”. આ સમયે માતાએ ચિંતવેલ પદાર્થને જાણીને કરુણ-સમુદ્ર ભગવંતે શરીરને એક અવયવ કંપાવ્યું. ત્યાર પછી ગર્ભ છે.” એમ જાણી દેવી ચિત્તમાં આનંદવાળી થઈ ત્યાર પછી ભગવંતે વિચાર્યું કે, “અહો ! આ પ્રાણીઓને સ્વભાવ કેવા પ્રકાર છે કે, એક મુહૂર્તના આંતરામાં આટલે હર્ષ અને વિષાદનો પ્રકર્ષ થયે, તે જુઓ ! તે હવે નક્કી મારે માતા-પિતા જીવતા હોય, ત્યાં સુધી તેમની આજ્ઞાનો ભંગ ન કરે. વિષયવિરક્ત ચિત્તવાળા થઈને પણ ગ્રહવાસમાં જ રહેવું. માતા-પિતા સ્વર્ગવાસ પામ્યા પછી જ મારે કલ્યાણનું કાર્ય સાધવું.” આ પ્રમાણે સંકલ્પ કર્યા પછી પ્રસૂતિ-સમય સુખ પૂર્વક આભે. ત્યાર પછી પૂર્વ દિશા જેમ ચંદ્રમંડળને તેમ, સમગ્ર જીવલેકમાં ઉદ્યોત ફેલાવવા પૂર્વક ચૈત્ર શુક્લ ત્રદશીના દિવસે હસ્તત્તરા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે છતે “ત્રિશલા” ભગવતીએ જિનેશ્વરને જન્મ આપ્યું. તે સમયે ચલાયમાન થયેલા સિંહાસનના કારણે તીર્થકર ભગવંતને જન્મ જાણીને સૌધર્માધિપતિ ઈન્દ્ર વગેરે દેવે અને અસુરે પોતપોતાના અદ્ધિ-વૈભવઆડંબર પૂર્વક જન્માભિષેક કરવા માટે જવાની તૈયારી કરવા લાગ્યા. વિવિધ પ્રકારના યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy