SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ધરણેન્દ્ર કરેલ ઉપસર્ગ–નિવારણ ૩૬૫ પ્રભુના ઉપર શૂળ માફક વરસતા હતા. ચાંદી સરખી કાંતિવાળી જે વિજળી મેઘના માર્ગમાં પહેલાં હતી, તે જ વિજળી ત્રિભુવનગુરુના શરીર વિષે જળધારા માફક દેખાવા લાગી. દેવ વડે કરેલા મેઘના ગજરવથી પ્રચંડપણે પડતા જળધારાના વેગવાળું જળ પ્રથમ પ્રભુના દેહ ઉપર અને પછી પૃથ્વી ઉપર પડતું હતું. જુદા જુદા રંગવાળા મેઘ અને મેઘધનુષના છેદથી પરવાળા સરખા અરુણ વર્ણવાળા સમુદ્રના તરંગોની જેવાં જળ મેઘ વડે પ્રભુ ઉપર ફેંકાતાં હતાં. યુગાન્ત કાળના વિલાસવાળા ફેલાતા વાયરાંથી ઊંચા વૃક્ષવાળા ગહન વનને ઉખેડી નાખનાર, ઊંચી કરેલ સુંઢથી ઓળખાતા ભ્રમણ કરતા હાથીઓના ટેળાને જળપ્રવાહમાં તાણી જનાર, મેઘના ભયંકર : ગજરવથી ત્રિભુવનમાં પ્રલયની શંકા કરાવનાર, ભારી વર્ષા પ્રભુના શુભ ધ્યાનને ભંગ કરવા પ્રસાર પામતી હતી. આ પ્રમાણે દેવે કરેલ અતિશૂલ જળધાર વરસવારૂપ મહા ઉપસર્ગ પ્રવર્તતે હવા છતાં પણ વૃદ્ધિ પામતા સ્થિર પરિણામવાળા, મેરુ પર્વતની જેમ અડાલ કાયાવાળા ભગવાનને ભયંકર આકૃતિવાળા રાક્ષસને દેખવાથી આંખને, મેઘના ગડગડાટ કરતા શબ્દોથી કાનને, ભયંકર વિજળી ચમકવાથી મન અને કાયાને ક્ષોભ ન થા. સમગ્ર ઉપસર્ગોની અવગણના કરનાર ભગવંતના નાકના છિદ્ર સુધી વર્ષાજળ આવી ગયું. આ સમયે ધરણેન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું. અવધિજ્ઞાનના ઉપગથી ભગવાનના ઉપસર્ગને વૃત્તાન્ત જણા; એટલે ચંદ્રકિરણ સરખે ઉજજવલ શરકાળ વર્ષાકાળને દૂર કરીને પ્રગટ થયા. તેમ જ ધરણાધિપ પિતાની પ્રિયાએ સાથે ત્યાં આવી પહોંચ્યા. પ્રિયાઓ કેવી ?-- ચમકતી પાંપણુયુગલ-ચંચળ કનીનિકા સહિત નેત્રવાળી, અતિશય ધવલ વર્ણવાળા કાસપુષ્પ સરખી કાંતિવાળા નેત્રથી વિલાસપૂર્વક અવલોકન કરતી, ખૂબ પાકેલા બિંબફલ સરખા લાલ હઠની બમણી શોભાના આડંબરવાળી, નાની પતલી નાસિકા વંશથી આહુલાદક વદનવાળી, ઝૂલતા કાનના કુંડલ જેમાં પ્રતિબિંબિત થયા છે, તેવા દર્પણ સરખી પ્રભાયુક્ત કપિલતલવાળી, કટાક્ષના વિલાસથી આણેલા મનહર સૌભાગ્યના ગૌરવવાળી, ચમકતા બારીક કેશની ઘૂમતી લટથી શેભિત ભાલતલવાળી, અંજન સરખી કાળી કાંતિવાળા લટતા કેશપાશવાળી, મસ્તક પર પડતા સર્પના કુરાયમાન કુકારવાળી. ઉન્નત સ્થૂલ પુષ્ટ સ્તનપટ પર સ્થાપન કરેલ ચંચળ હારવાળી, કમળ કમલ નાળના કંકણથી શેભાયમાન ભુજાવાળી વિશાળ નિતંબતટનું અવલંબન કરતી મધુર શબ્દ કરતી ઘુઘરીઓવાળી કટિ મેખલા પહે રેલી, ત્રિવલીની લહેરેના સંગથી મનહર પાતળી કમ્મરવાળી, છાલ વગરના કેળના ગર્ભ દલ સરખા સુંવાળા ઉજજવલ સાથળ યુગલવાળી, અશેકવૃક્ષના નવીન કુંપળ સરખા અરુણ મનેહર ચરણતલવાળી, સુંદર અને લાવણ્યથી પરિપૂર્ણ સમગ્ર દેહવાળી પિતાની પ્રિયતમાઓ સાથે ધરણેન્દ્ર ત્યાં આવી પહોંચ્યા. વિજળીના અગ્નિથી જળી ગયેલ, વર્ષાજળ પડવાના કારણે ચારે બાજુથી જળથી ઘેરાએલ, પ્રલયકાળના અગ્નિની વાલાથી ભરખાઈ ગએલ સમુદ્રમાં ઉભા રહેલ પર્વત સરખા ભગવંતને જોયા. તેવા પ્રકારની ઉપસર્ગવાળી સ્થિતિમાં રહેલા દેખીને સમગ્ર આકાશમંડલના પદેશને આવરી લેતું શરદના વાદળ સરખું ઉજજવલ હિજર ફણાવાળું છત્ર ભગવંતના ઉપર વિકવ્યું. દૂર અતિ ઉચે ફણું ધારી રાખેલ હોવાથી વિજળીના ઉજળા ચમકારા તેમના ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy