SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ३६४ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત અલ્પ પણ ક્ષોભ પામી શક્યું નહિ. ત્યાર પછી ભગવંતના ઉપર પ્રચંડ જળવષ વરસાવી. કેવી? બહુ જ નજીક મેઘાનું મંડલ પરસ્પર અથડાવાના કારણે પ્રગટ થએલ ગર્જનાવાળે, ચંચળ ચમકતી અત્યંત પ્રગટ વિજળી છટાના આડંબરવાળે, ચારે તરફ ઈન્દ્રધનુષથી શોભા યમાન આકાશ-ભાગવાળો, સતત જાડી ધારાઓના પ્રહારોથી તુટી ગયેલા શિખરવાળે અને જર્જરિત થયેલા પર્વતેવાળો વરસાદ ભગવંતના ઉપર વરસવા લાગ્ય–વળી કે વરસાદ? ચમકતી વિજળીરૂપ દંડથી પ્રચંડ જળ-દર્શનવાળું, ક્ષણમાં જોયેલા અને અદશ્ય થયેલા વિશાળ મેઘમંડલવાળું ગગન થયું. પૃથ્વીતલમાં મળતી લાંબી જળધારા પડવાના કારણે પૂરાઈ ગયેલા પૃથ્વીના છિદ્રોવાળું, નવીન વર્ષાના રોમાંચ પટલથી જાણે ભૂતલ ઉલ્લસિત કેમ ન થયું હોય ! વષજળ પડવાથી વ્યાકુલ અને સંકુચિત પાંખવાળા, વૃક્ષની ડાળીઓના વિશાળ અંતરાળમાં ચિત્રલિખિત સરખા સ્થિર પક્ષી ગણે ઉડતા જ ન હતા, આકાશ-માર્ગો કેવા થયા? શ્યામવર્ણવાળા ફેલાતા વિશાલ મેથી અધિક અંધકારવાળા આકાશમાર્ગો જાણે તે દેવના કે પાગ્નિથી ફેલાવાએલા ધૂમાડાથી મલિન થયા ન હોય તેમ જણાતા હતા. ક્ષણમાં ઢંકાઈ ગએલ ગ્રહમંડલવાળા, ક્ષણમાં દેખાતા અને વળી તરત જ અદૃશ્ય થતા લાંબા દિશાચક્રવાળા મેઘના વેગથી પૂર્ણ જાણે આકાશ પીડિત ન કરાતું હોય તેમ જણાતું હતું. ચારે તરફ શબ્દોથી બધિરિત કરેલા પૃથ્વીમંડળના વિસ્તારવાળા મેઘ-સમૂહને ગરવ પથિકજનના પાપના મંડલની જેમ ફેલાતે હતો. સરેવરના મધ્યભાગમાં રહેલ, મેઘના ગરવથી ત્રાસ પામેલ, કંપાયમાન થતી પાંખોવાળું, માનસ સરોવર તરફ જવા માટે ઉત્સુક થએલ હંસકુલ તરત જ ઊડતું હતું. કંપાયમાન કુટજ પુષ્પના કેસરાના પરાગથી સુગંધિત મધુરવનને પવન ભુવનગુરુના વૃદ્ધિ પામતા ધ્યાનાગ્નિને સતેજ કરતો હતે. ઈન્દ્રધનુષની સમીપતામાં વૃદ્ધિ પામતા યુદ્ધ કરતા જગદ્ગુરુના વિષે કુટજપુષ્પના બાનાથી જાણે પર્વતે અટ્ટહાસ્ય ન કરતા. હોય તે જુઓ, આ પ્રમાણેના વરસાદથી અત્યંત ગાઢ મે મર્યાદા-રહિત ફેલાવાના કારણે સ્કુરાયમાન થયેલ મુક્તાફલના પતનયુક્ત સાગર-જળ સરખું નક્ષત્ર મંડલયુક્ત આકાશ થયું. આ પ્રમાણે મેઘમાલી દેવે પ્રભુના ઉપર ઘનઘોર વૃષ્ટિ વરસાવી. કેવી? અલ્પવિકસિત કન્દલ પુષ્પના મધ્યભાગમાં ભ્રમણ કરતાં ભ્રમરેના કુલના ગુજારવથી વાચાલ, પ્રસરી રહેલા જળપ્રવાહથી ગબડી પડતા વિશાળ પર્વત-શિખરેવાળા પહાડ ઉપરથી વહેતી નદીઓના ઊંડા આવર્તમાં પડતા અને ચક્રાકારે ભ્રમણ કરતા શ્વાપદ જાનવરના સમૂહવાળી, દેવ વડે ઉત્પાદિત અનેક દેડી રહેલા શ્યામ વિશાળ મેઘપંકિતથી આચ્છાદિત હોવાથી અંધકારવાળી, ઉન્માર્ગે પ્રવર્તતા અમર્યાદિત ભરતીવાળા સમુદ્રજળના પ્રવાહવાળી, ગાજવીજ કરતા મેઘના સમૂહ સાથે સંઘર્ષ કરવાની ઈચ્છાથી ફાળ મારતા સિંહોના સમૂહથી રોકાયેલા પ્રવાહવાળી, પર્વતનદીમાં પડતા એકબીજાનાં પગલાં દેખવાથી ગભરાએલ અને તણુતા વનમહિના સમૂહવાળી વૃષ્ટિ વરસાવી. પ્રલયકાળમાં શેષાએલ સમુદ્રમાં ભરતી કરવા સમર્થ, પ્રકાશ પામતા વિજળીના ભયંકર તણખાથી ભરપૂર જળ વરસવા લાગ્યું. વેત વાદળાઓની શ્રેણિના વિસ્તાર સરખે, વાયુથી ભગ્ન થએલ અને પ્રસાર પામેલ જળબિન્દુઓનો ફુવારો આકાશમાં વિસ્તરવા લાગે. વાયુ વડે ફાડી નંખાતા ઘણુ મુખવાળા, ચમકતી વિજળી સરખા ચંચળ, જળધારાના સમૂહને મેઘ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy