SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત પડતા ન હતા. સર્પના વલયના ગુંચળા રૂપ પીઠિકા ઉપર ઉંચા કરાએલા હોવાથી જલપ્રવાહ શરીરમાં અવગાહન કરવા શક્તિમાન થતું ન હતું. અનેક પ્રકારનાં અફાળાતાં વાજિંત્રે અને બજાવાતા વેણુ-વહુના શબ્દથી આકાશ પૂરાઈ ગએલ થવાથી મેઘના ગડગડાટના અવાજે જાણી શકાતા ન હતા. આવા સમયમાં તેવા ઉપસર્ગો થવા છતાં પણ ભગવંત મનથી લગાર પણ ક્ષોભ પામ્યા નહીં. સમગ્ર ઉપસર્ગોની અવગણના કરીને તીવ્ર ધ્યાનાગ્નિ પ્રગટાવતા કર્મ વન બાળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. હવે ફણુમંડપના છત્રથી રેકેલા મેઘમંડલવાળા, સર્પના મસ્તક પર રહેલા મણિરૂપ દીપશિખાથી દૂર કરેલા મેઘ-અંધકારમાં અડેલપણે રહેલા ભગવંતને તે ઉપસર્ગ કરનાર મેઘમાલી દેવતા જેતે હતે. ભગવંતને કેવા સ્વરૂપે જેતે હતા ?-ચાંદીના શિખરવાળા પર્વત પર રહેલા શ્યામ મેઘમંડલ સરખા નાગેન્દ્રના ધવલવર્ણના શરીરરૂપ વિશાળ પીઠિકામાં પ્રતિબિંબિત થતા ચરણયુગલવાળા, જન માત્ર અંતરમાં પ્રસાર પામેલા જળસમૂહને આવરી લેતા, બાંધેલા વિશાળ મંડલવાળા, ટાંકણુ હથિઆરથી કાપીને બનાવેલા અને સ્થાપિત કરેલા હોય તેવા ફણાત્રને દેખ્યું. જગદ્ગુરુ આગળ પ્રજવલિત ફણાશિબાના પ્રસારથી વ્યાપ્ત માર્ગવાળા ભુજગેલેકને પોતાના વજની જેમ બુઝાઈ ગએલા કૃષ્ણવર્ણવાળા જોયા. આ પ્રમાણે નાગ-દેવાંગનાઓ વડે ગવાતાં, કણેને સુખદાયક ગીત સાંભળ્યાં અને જેનાથી દૂર થએલ મેઘ અને વિષધરના શરીર પર રહેલા જિનચંદ્રને તે દેવે જોયા. ભુવનગુરુ પાર્શ્વનાથ ભગવંતની મહા અતિશયવાળી સંપત્તિને દેખીને મહાવિસ્મય પામેલા ચિત્ત વાળ, ઉપશાન્ત થએલા કષાયવાળો તે અસુર ભગવંતને પ્રણામ કરીને પોતાના સ્થાનકે ગયે. નાગેન્દ્ર પણ પછી સ્તુતિ કરવા લાગે--“હે ત્રણ ભુવનમાં અદ્વિતીય ઘેર્યવાળા ! કામદેવના પ્રતાપને નિર્મથન કરનાર ! દેવેએ કરેલા મહાન દુર્જય ઉપસર્ગોમાં પણ અભગ્ન મનવાળા ! હે જિનેન્દ્ર ! તમેને પ્રણામ કરું છું. હે નાથ ! માત્ર તમારા શેત્રનું કીર્તન જ દુઃખભરપૂર સંસારથી તારનાર નથી, પણ તમારા ચરણની રજ પણ પવનથી ઉડીને શરીરે વળગે, તે પણ સંસારને પાર પમાડનાર થાય છે. હે નાથ ! તમોએ જગતના જીવે ઉપર કૃપા કરીને ઇન્દ્ર પણથી માંડી શુભ ઉપલેગ ફળવાળી પુણ્યરાશિની ધાન્યરાશિની માફક પ્રરૂપણ કરી ત્યાં સુધી જ જ ખરૂપ સૂર્યકિરણના સમૂહના સંતાપથી હેરાન થાય છે કે, જ્યાં સુધી તમારા ચરણ–યુગલની છાયાનું સેવન કરતા નથી. હે નાથ ! કામદેવરૂપ ગ્રીષ્મના તાપમાં મૃગજળના જૂઠા જળથી છેતરાએલ તૃષાતુર મનુષ્યને જેમ જળ પ્રાપ્ત થાય, તેમ મેં આપનાં વચન-જળને પ્રાપ્ત કર્યું. અંધકાર–પડલને દૂર કરનાર ચંદ્રને દેખવાથી સમુદ્ર કલ્લોલ જેમ આનંદ પામે તેમ હે નાથ ! તમને દેખવાથી મારું મન-પુલિન આનંદ પામ્યું. હે નાથ ! મેરુશિખર સરખા તમારા ઉન્નત મત-દર્શનમાં સ્થિત થઈને તીર્થના માર્ગો પતન પામતા અજ્ઞાની જનેને હું જોઈ રહેલ છું. આ પ્રમાણે સુંદર ને રૂપી ડોલતા પત્રવાળા અને હસ્તરૂપી પલ્લવવાળા કલ્પવૃક્ષ સરખા આપની સેવા કરવાથી સમગ્ર સુખની પ્રાપ્તિ થાય છે. સમુદ્ર -કિનારે ઢળતી જમીનવાળો હોય, તે કલેલોથી ભીંજાય છે. શાંત થાય છે. આ પ્રમાણે પૂર્ણ ભકિત અને ઉલ્લાસથી રેમાંચિત મનહર દેહવાળા ધરણેન્દ્ર પ્રભુની સ્તુતિ કરીને પોતાના સ્થાનકે ગયા. ભગવંતે પણ અનિત્યાદિક ભાવના અને પ્રચંડ વૃદ્ધિ પામતા શુક્લયાનાગ્નિથી સમગ્ર કર્મ રૂપ ઈધણને બાળી નાખીને રૌત્ર કૃષ્ણચતુર્થીના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયે ત્યારે કેવળજ્ઞાન પ્રગટાવ્યું. સૂર્યોદય થયા પછી જેમ તેને પ્રકર્ષ વૃદ્ધિ પામે તેમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy