SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાÜપ્રભુની દીક્ષા, મેઘમાલીના ઉપસર્ગો ૩૬૩ તેમના તરફથી તે મળતાં, લેાકેાને ચિંતવેલા મનેાથ કરતાં અધિક સંવત્સરી દાન આપીને દીક્ષા લેવા માટે પ્રભુ તૈયાર થયા. ત્યાર પછી આશ્ચયપૂર્વક લેાકસમૂહથી જોવાતા દેહ અયવાવાળા દેવ-અસુરાના સમૂહે ભગવંતના ચરણ-કમળ સમીપ આવી પહાંચ્યા. તે સમયે ત્રણે ભુવન જાણે દેવઅસુરમય બની ગયુ. હાય, તેવું જણાવા લાગ્યું. સુર-અસુરોનાં વિમાના અથડાવાના ભયથી જાણે આકાશતલ પડી જતું ન હેાય ? દેવતાઓનાં હાથ અફાળીને વગાડાતાં વાજિંત્રોના ગભીર શબ્દોથી મુખર ત્રિભુવન જાણે ચીસ પાડતું ન હાય-તેમ સંભળાવા લાગ્યું. આ સમયે વિવિધ પ્રકારનાં દિવ્ય વસ્ત્રા વગેરેના તૈયાર કરેલ ચંદ્રવા આદિથી અલંકૃત મહાશિખિકારત્ન તૈયાર કરી હાજર કર્યું. પ્રભુ તેમાં બિરાજમાન થયા, ત્યારે મહાયજયારવના કાલાહલ ઉન્મ્યા. આ પ્રમાણે આરૂઢ થએલા ભગવતની શિબિકાને પહેલાં મનુષ્યેાના સમુદાયે અને ત્યાર પછી દેવસમૂહે ઉપાડી. ત્યાર પછી પ્રભુ નગર બહારના ઉદ્યાનમાં ગયા, શિખિકારત્નથી નીચે ઉતર્યાં, સમગ્ર અલંકારાદ્વિ–સંગના ત્યાગ કરીને પેષ વિક્રે એકાદશીના દિવસે આષાઢા નક્ષત્રમાં દીક્ષા અંગીકાર કરી. પછી દેવસમૂહા ભગવંતની સ્તુતિ કરીને જેવા આવ્યા હતા, તેવા પાછા પેાતાના સ્થાને ગયા. દીક્ષા પછી તરત જ ઉત્પન્ન થએલા મન:પર્યવજ્ઞાનવાળા, અત્યંત ઉગ્ર તપ અને અભિગ્રહવિશેષ કરીને આકરાં કર્યાં ખપાવતા પ્રભુ પૃથ્વીમ’ડલમાં વિચરતા અને ચરણસ્પર્શીથી ભૂમંડલને પવિત્ર કરતા, ઘણા પત્રવાળા વૃક્ષાથી શેાભાયમાન એક નગરની નજીકમાં રહેલ તાપસાશ્રમમાં પધાર્યા, તેટલામાં સૂર્યના અસ્ત થયા, ગાઢ અંધકાર ફેલાયે. તે જ સ્થળમાં કૂવા પાસે વડવૃક્ષની નીચે મહા ઉપસ–પરિષદ્ધનાં ભયને અવગણીને ભગવત કાઉસ્સગ્ગ-મુદ્રામાં ધ્યાન કરવા લાગ્યા. આ બાજુ તે મેઘમાલી અવિધજ્ઞાનના ઉપયોગથી પોતાના વૃત્તાન્તને જાણીને, પૂર્વભવના વૈર-કારણનું સ્મરણ કરીને તીવ્ર ક્રોધ ઉત્પન્ન કરતા જ્યાં ભગવંત કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા હતા, તેમને જોતા જોતા ત્યાં આણ્યે. દેખતાં જ અત્યંત ક્રોધ ફેલાવતા વિવિધ ઉપસગેર્યાં કરીને ભગવતને બીવડાવવા લાગ્યા. કેવી રીતે ? વિશાળ મજબૂત દાઢથી પ્રકાશમાન ભયંકર મુખરૂપ કંદરાવાળા અર્થાત્ ફાડેલા મુખવાળા ગંભીર સિ’હનાદાની શ્રેણિથી દુઃસહ સિંહાના ટાળા વડે, ગંડસ્થલના તટનાં છિદ્રમાંથી ઝરતા બહુ મદજળથી સિંચાએલ ગાત્રવાળા, કરેલા કઠના શબ્દથી ભરી દીધેલા ભુવનવાળા હાથીઓ વડે, અતિ ઘશ્વર શબ્દ કરનાર ચિત્તા, વાઘ, અતિ ચતુર રી છે, ફેકકાર શબ્દ કરનાર શિયાળા, શ્વાદોના સમૂહ વડે પ્રભુને અસહ્ય ઉપસગેર્યાં કરવા લાગ્યા. તેમ જ વિશાળ દાંતવાળા ફાડેલા મુખવાળા, વિકરાળ કાંતિ–કાળા વર્ણવાળા ઘારરૂપવાળા ‘ હી હી ’ · કહુ કહુ 'ની ભયંકર ગર્જના કરતા વેતાલે વડે ઉપસર્ગ કરાતા, વળી તીક્ષ્ણ તરવાર, કોંગિ, વાવલ, ભાલા, ધુરિકા, માણા વગેરેને વરસાદ સર્વ દિશામાંથી આવી પડતા ઘણા ભિ'ડિમાલ, હળ, મુશળ, ચક્ર વડે, આવા પ્રકારના બીજા પણુ મહાન ભર્યા ઉત્પન્ન કરવા છતાં પણુ ભગવંતનુ મન તેવા ઉપસર્ગાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy