SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ નંદનવન-ઉઘાન-વર્ણન ૩૫૯ વિશાલ વિકસિત પુપિના કેસરાના પરાગથી પીળા વર્ણવાળા, સૂર્યકિરણના સ્પર્શ રહિત વિકસિત કમલ-સરોવરના મધ્યભાગવાળા, નિરંતર ફેલાતા પાંખડીવાળા તાજા ચંપકપુષ્પવાળા, દંપતી–યુગલ વડે એક બીજાના પરસ્પરનાં જેડલાનાં દર્શન ન થાય એવા ભુક્ત થએલા લતાગૃહવાળા, દેવાંગનાઓનાં દર્શન, આલિંગન અને સ્પર્શથી રોમાંચિત અને વિકસિત થએલા ૯૫વૃક્ષે અને લતાવાળા, મધુર શબ્દ બોલનાર કલહંસ વડે લંધિત થએલા સ્થલ- જલ-કમલિનીઓના મંડળવાળા, ભ્રમરેવડે ઉલટા–સૂલટા કરેલા પલ્લાવાળા, અતિમુક્તકના વિકસિત પુષ્પવાળા મકરંદરસથી હર્ષિત થએલા અને વિકસિત અપના મધ્યભાગમાં આસક્ત થએલા ભ્રમરકળવાળા, ખીચખીચ વૃક્ષની શાખાઓની કાંતિમાં પ્રતિબિંબિત થતા સૂર્યના કિરણસમૂહવાળા વિસ્તાર પામેલા વિવિધ પ્રકારના વૃક્ષોના સમૂહના કેસરાઓથી ભરેલા કેવડા પુપોના ફેલાતા પરાગથી વેત થએલા આકાશરૂપ આંગણવાળા, શુકલ પક્ષની સંધ્યા સરખા ચંદ્રમાની ચાંદની વડે તરબળ થએલા દિશા–મુખવાળા ઉદ્યાનને દેખ્યું. આ પ્રમાણે નેત્ર અને હાથના પ્રસારણ કરવાના કારણે વિલાસિનીઓ વડે યુવાને ગ્રહણ કરાયા, તેમ પુપે અને પહેલો ફેલાવાના કારણે વક્ષો ઋતુલક્ષમીવડે ગ્રહણ કરાયા. (અહીં “તરુણ શબ્દ વક્ષ, યુવાન અર્થમાં શ્લેષ છે). તે ઉધાનમાં જેનાં નેત્ર પરાગથી ભરપૂર છે, એવા ભ્રમરથી યુક્ત વૃક્ષ શ્રેણીવાળા રત વિલાસથી ઘૂમતા લેનવાળા, (લેષાર્થ) ભરપૂર રાત્રિમાં પ્રિયતમના ખેળામાં પ્રિયતમા બેસે તેમ, પરાગથી ભરપૂર વૃક્ષના મૂળમાં વિલાસિનીઓ બેસે છે. પવનથી કંપતા ખરી પડેલા પુષ્પોના સમૂહથી પૂજાએલા, કીડા સમૂહથી વૃદ્ધિ પામેલા આવા “નંદન વનમાં ભગવાને પ્રવેશ કર્યો. તે ન દનવનમાં એક સુંદર ભવન જોયું. તે કેવું સુંદર હતું? મણિમય ભિત્તિમાં સંક્રાંત થતા વૃક્ષોનાં પ્રતિબિંબવાળું અતિઉંચા ઉજજવલ શિખરવાળું, પવન પ્રેરિત લહેરાતી દવાઓથી સૂર્યરથના અલ્પ પ્રખલિત થયા છે. વિવિધ રંગના મણિએના કિરણોના સમાગમ થવાના કારણે મેઘ-ધનુષ સમાન શેલાવાળા, વનલક્ષમીએ પિતાના હાથથી વેરેલા પુષ્પના ઢગલાની રચના કરવાથી શોભાયમાન, સેવા-નિમિત્તે આવેલ દેવાંગનાઓએ સજજ કરેલ દેવલેકસમાન શયનવાળું, એક ખૂણામાં સ્થાપન કરેલ કિન્નરયુગલેના સંભળાતા ગીતવાળું, યક્ષાધિપતિની વિલાસી દેવાંગનાઓએ સ્થાપન કરેલા ઝળહળતા પ્રગટેલા મંગલદીપકવાળું ઉદ્યાનભવન જોયું. પિતાના વાહનમાંથી નીચે ઉતરીને સમગ્ર કેનાં નેત્રોને આનંદ આપનાર એવા તે ઉદ્યાન-ભવનમાં પ્રવેશ કર્યો અને ત્યાં રહેલા સુવર્ણમય સિંહાસન ઉપર પાર્શ્વકુમાર બિરાજમાન થયા. ભવન અતિ રમણીય હવાથી ચારે તરફ નજર કરતાં કરતાં ચિત્રામણવાળી એક ભિત્તિ ઉપર ભગવંતની દષ્ટિ સ્થિર થઈ અહીં આ શું આલેખન કર્યું હશે ? એમ વિચારતાં વિચારતાં અિવધિ જ્ઞાનાલેથી “અરિષ્ટનેમિ ભગવંતનું ચરિત્ર ચિત્રેલું છે એમ નિર્ણય કરીને પિતે વિચારવા લાગ્યા કે “સ્નેહકેપિત કામિનીઓના કટાક્ષબાણ-પ્રહારથી ભરપૂર દુખસમૂહ આપનાર કામદેવને જેમણે જાણ્યું નથી. જેઓ કામદેવનાં બાણેથી પરાભવ પામ્યા નથી, એવા તેઓ, ખરેખર અખંડિત યશવાળા છે. જ્યારે જગતમાં બીજા અનેક પ્રકારના કલેશ અનુભવતા સેંકડો આવર્તવાળા સંસાર-સમુદ્રમાં કયાંય અટવાઈને તેમાં ડૂબી જાય છે. તે હવે ઘણું દુઃખની પરંપરાવાળા કેદખાના સરખા આ ગૃહસ્થવાસથી નીકળી જવું એ જ યુક્ત છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy