SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ચપન્ન મહાપુરુષોનાં ચરિત - હાથીના મદજળના પરિમલરસ જાણેલ બ્રમણિ જેમ કમલ વગેરેના પરિમલમાં આસકત થતા નથી, તેમ માક્ષરસ જાણવાના કારણે પ્રભુનાં નેત્રો પ્રિયાના વદન-કમળ વિષે આદર કરતાં નથી. અત્યાર સુધી જે ઉન્નત સ્તનપટ વિલાસે વડે મનહર જણાતું હતું, તે જ સ્તનપટ હવે પુદ્ગલ-પરિણામની વિચારણામાં જુદા સ્વરૂપે (અવળી ચામડીવાળા માંસના વેચા સ્વરૂપે) પરિણામ પામ્યું. વિશાળ કટીભાગમાં ધારણ કરેલ મેખલાથી શેભાયમાન નિતંબમંડલને ઘણા પ્રકારના દુર્ગધ–ભરપૂર વિષ્ટાપાત્ર સમાન માની તેના વિષે વિરક્ત મનવાળા થયા. આ પ્રમાણે પવનથી ડોલતા કુંપળપત્ર સરખા ચંચળ વિષય–સુખને માની હવે સિદ્ધિવધૂના સમાગમ સુખ મેળવવાના ઉપાયમાં પ્રભુ લીન થયા. પ્રભુને મોક્ષસુખ મેળવવા માટે ઉત્સુક થએલા જાણીને લેકનિક દેવ-સમુદાય ત્યાં આવ્યો અને પ્રભુના ચરણમાં મસ્તક નમાવીને કહેવા લાગ્યું કે “હે ભગવંત! અમે આપને ઉપદેશ કરવાના અધિકારી તે નથી. પરંતુ જગતની આવી મર્યાદા સ્થિતિ હોવાથી આપને અમે વિનંતિ કરીએ છીએ કે સ્વપરાક્રમથી ઉપાર્જન કરેલ ઉજજવલ ક્વલજ્ઞાન દ્વારા કેઈથી પરાભવ ન પામે તેનું આપનું શાસન પ્રવર્તાવે. ઈચ્છા પ્રમાણે સુખગ અને પદાર્થ આપનાર વિશુધ્ધ દર્શનસ્વરૂપ મેક્ષમાર્ગરૂપ તીર્થ આપ પ્રવર્તા. કલ્પવૃક્ષના ફળની જેમ આપના વચનનું ફળ સમગ્ર છવક પ્રાપ્ત કરે. જન્માંતરમાં કરેલા તપ-સંયમના પ્રભાવે ઉપાર્જન કરેલા “પ્રાણત નામના દેવકમાં ભેગવેલા ભવનું સ્મરણ કરે. આ પ્રમાણે વિનયથી નમન કરતા દેવગણના વચનથી પ્રતિબોધ પામેલા, સંસારવાસથી વિરકત થએલા નિદ્રારસના સમયની જેમ વસંતમાસના ઉત્સવને ભંગ કરીને નગરી તરફ પાછા ફર્યા. શુભધ્યાનમાં પ્રવેશ કરવા માફક પિતાના મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી સૂર્યને અસ્ત થયે. જેણે જીવલોકના સ્વભાવ વિચારેલા છે, જેણે વિશેષ પ્રકારે પરમાર્થ-મોક્ષ પ્રાપ્ત કરેલા છે એવા શૂરવીર પણ ભુવન-ઘરનો ત્યાગ કરીને મનની જેમ બીજા પદાર્થને પ્રાપ્ત કરે છે. શ્લેષહેવાથી સૂર્ય પક્ષે જેણે અજવાળાથી જીવલોકને પ્રકાશિત કરીને વિશેષ પ્રકારે પશ્ચિમદિશાનેઅસ્તાચલને પ્રાપ્ત કરેલ છે) ભુવનને ત્યાગ કરીને મનની જેમ જે બીજી અવસ્થાને પામે. સ્કુરાયમાન દિવસની શોભા સાથે સૂર્ય-વિકા સી કમળની શોભા ઘટવા લાગી. તેમજ ચક્રવાક પક્ષીઓના સમાગમ દરિદ્રના મરથની જેમ દૂર થવા લાગ્યા. જેમ જેમ સૂર્યકિરણેને ફેલાવે ઓછો થવા લાગે અને સુખેથી જોઈ શકાય તે થે, તેમ તેમ જળમાં પેસી ગએલે હવા છતાં પણ ચક્રવાક-યુગલને સંતાપ આપવા લાગ્યો, અતિબારીક કિરણરૂપ પાંપણુપુટવાળું સુખથી જોઈ શકાય તેવું સૂર્યમંડલ સમુદ્રજળમાં સુવર્ણકમલની જેમ જેવાતું હતું. ઉન્નત પર્વતના શિખર પર લાગેલા કિરણના અગ્રભાગવાળે સૂર્ય જાણે સ્નાન કરવાની અભિલાષાવાળો હોય તેમ ધીમે ધીમે સમુદ્રજળમાં પ્રવેશ કરતે હતે. દિવસરૂપ પતિએ પશ્ચિમદિશારૂપ પ્રિયાને આપેલા ચુંબનથી અરુણુવર્ણવાળા અધર હોઠની સરખા સામે અસ્ત પામતા અરુણુવર્ણવાળા ઉભટ લાંબા મંડલવાળા સૂર્યબિંબને જોયું. શેડો ડૂબતે, અરુણ મંડલવાળ, દૂર થએલા દિવસની શેભાવાળો સૂર્ય રાહુના વદન સરખા અસ્તાચલમાં અસ્ત પામતે હતે. આ પ્રમાણે સમગ્ર જીવલેકના બંધુ સમાન સૂર્ય અસ્ત પામે, એટલે જાણે શેથી જ હોય તેમ સમગ્ર દિશાઓનાં વદન શ્યામ થયાં અર્થાત્ અંધકાર વૃદ્ધિ પામવા લાગે. સૂર્યાસ્ત સમય થયો, એટલે આકાશગંગાના સુવર્ણકમલના પરાગના વર્ણ સરખી સંધ્યાની ક્રાંતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy