SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ વષમ સ્વામી અને ૨ ભરત ચક્રવતીનું ચરિત્ર વિમમેઘો ઓસરવા લાગ્યા અને ગજરવથી એકદમ પર્વત સહિત પૃથ્વીમંડલ ફૂટવા લાગ્યું. મેઘપડ વડે આકાશ ઢાંકેલ હોવા છતાં પણ ગળવા લાગ્યું તે દેખો, જળ વડે ધોવા છતાં પણ આકાશની કાળાશ જતી નથી. આ જગતને કેળિયે કરવાના મનવાળે કાળી કાયાવાળ વર્ષાકાળરૂપ વેતાલ તેના આકાશપુટરૂપ ફડેલા મુખમાં જિલ્લા માફક વિદ્યુલ્લતા ચમકતી હતી. એકધારે સતત વરસાદ વર્ષ્યા કરતો હતો અને અંદર મંદ અને ગંભીર ધ્વનિથી મેઘ ગર્જના કરતે હતું. જેથી કરીને લેકે જરૂરી કાર્યો હોવા છતાં બીજાને ઘરે જવા લગાર પણ શક્તિમાન થતા ન હતા. આ પ્રમાણે મેઘ નિશ્ચલધારા અને વાયરાના અભાવથી એ વરસવા લાગ્યું કે, જેથી કરીને જગતમાં આ ધારાઓ કયાંથી પડે છે, તે જાણી શકાતું નથી. આ પ્રમાણે પૂર્ણ વર્ષાકાળ પ્રવર્તતે હતા, ત્યારે માનિની સ્ત્રીની જેમ પૃથ્વી પીઠ મેઘધારાથી કેમળ થયું. મુસાફરી કરતા લેકેની પત્નીઓનાં નેત્રયુગલ માફક પૃથ્વી જળથી પલળી ગઈ. ત્યારે નિરંતર પ્રયાણ કરતાં કરતાં સાથે મોટી અટવીના મધ્યપ્રદેશમાં આવ્યું. આગળ ચાલવા જેવા માર્ગો ન હોવાથી અને પોતાનો માલ-સામાન નાશ પામવાના ભયથી ત્યાંજ ઝુંપડીઓ તૈયાર કરીને વર્ષાકાળ નિગમન કરવા પડાવ નાખે. સાથમાં લેકેને મેટો સમુદાય હેવાથી, તેની દાનશાળામાં અનિવાસ્તિ દાન અપાતું હોવાથી, કાળ ઘણો લાંબો હોવાથી, સમસ્ત સાથની અંદર ઘાસ ખૂટયું, પાથેય-ભાતાની સામગ્રી વપરાઈ ગઈ, સાથિકે ખેદ પામ્યા. જંગલમાં કંદ, મૂલ, ફલ શોધવા લાગ્યા. રાત્રે શ્રેષ્ઠ પલંગમાં બેઠેલા સાર્થવાહને માણિભદ્ર નિવેદન કર્યું કે, સાથે આકુળ બની ગયો છે, સાથે લાવેલ ભાતું, અનાજ પુરૂં થઈ જવાથી સાથે આવેલા સાથિક દીનભાવવાળા થઈ ગયા છે. સુધાવેદના પામેલા કંદ, મૂલ વગેરે અનુચિત આહાર કરી જીવન ટકાવે છે. એટલું જ નહિ, પરંતુ લજજાને ત્યાગ કરે છે, પુરુષાર્થને પરિહાર કરે છે, કુલાદિની મર્યાદા ધારણ કરતા નથી. દીનતા પામેલા મિત્ર અને સ્ત્રીને પણ ત્યાગ કરે છે. નીચના ઘરે ભિક્ષાભ્રમણ કરે છે, ઉચિત આચારનું ઉલ્લંઘન કરે છે. આ લેકમાં પેટની અગ્નિવડે ઝળલે કયું કાર્ય નથી કરતો?” આ હકીકત સાંભળીને ચિંતાભારથી ખિન્ન થયેલા દેહવાળો સાર્થવાહ વિષાદ કરવા લાગ્યું. ત્યાર પછી ઈર્ષ્યાથી હોય તેમ નિદ્રાએ આવીને ચિન્તા દૂર કરી. આ સમયે રાત્રિના પાછલા પહોરમાં દ્વિપદીખંડ નામના છંદવાળી ગાથા પહેરેગીરે સંભળાવી– જેને નિર્મલ યશ-મંડપ ચારે દિશામાં ભ્રમણ કરી રહેલ છે, દેવ, મનુષ્ય અને નારકી અર્થાત્ ઉર્ધ્વ, તિચ્છ અને પાતાલ–લેકમાં જેનું મોટું માન ખંડિત થયું નથી, વિષમ દશા પામેલા હોવા છતાં ઉદ્વેગમાં પણ વિચાર–પૂર્વક કાર્ય–સાધના કરનારા એવા બીજાના અને મારા નાથ વિનયથી નમ્ર બનીને બેલેલા વચનનું પાલન કરે છે.” નિદ્રા પૂર્ણ થયા પછી ચિંતાભારથી ઉચ્છવસિત હૃદયવાળા સાથે આ વચન સાંભળીને વિચાર્યું કે આમ સંભળાવીને તેણે મને આડક્તરે ઠપકો આપ્યા છે. મારા સાથમાં કોણ દુઃખી હશે? આમ વિચારતા સાર્થવાહના હૃદયમાં એકદમ આચાર્ય યાદ આવી ગયા, તે આ પ્રમાણે, “તે મહર્ષિની આટલા કાળસુધી મેં કશી પણ સારસંભાળ ન કરી. કંદ-મૂલ-ફલાદિક તે તેમને અભક્ષ્ય હોય છે, તેથી તેઓ મારા સાથમાં ઘણું દુઃખી હશે. અહો! ગૃહસ્થપણાનું મારું પ્રમાદીપણું! સવારે તેમની પર્યું પાસના કરીશ અને મારા જન્મને સફળ કરીશ. એમ વિચારતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy