SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત અમારા ઉપર અનુગ્રહ કરો. આચાયે કહ્યું, હે દેવાનુપ્રિય ! હમણાં જ તમને જણાવ્યું કે, ગૃહસ્થાએ પોતાને માટે તૈયાર કરેલ આહાર હાય,તે અમને ક૨ે છે. કદ, મૂલ, ફલાદિક જેને શસ્ત્ર લાગી અચિત્ત કરેલું ન હોય તેને સ્પર્શ કરવા પણ ન ક૨ે, તે પછી ભક્ષણની વાત તે ક્યાં રહી ? તે સાંભળી સાથૅવાહે કહ્યું, “અહો ! આ દીક્ષા તા દુષ્કર છે, આ ધર્માનુઠ્ઠાન કઠણ છે. અથવા અત્યંત પીડા વગર સુખવાળા મેક્ષ સહેલાઇથી મેળવી શકાતે નથી. આ પ્રમાણે તે તમેને અમારૂ' પ્રયોજન તદ્દન અલ્પ જ રહેવાનું.” એમ પ્રશંસા કરીને ફરી કહ્યું, હે ભગવંત ! હવે આપ સુખેથી પધારો અને જે કઇં પ્રયાજન હોય, તે અમેને જણાવશે. એમ કહીને વંદના કરી આચાય ને વિદાય કર્યાં. એટલે ગયા અને એકાંત સ્થળમાં નિર્જીવ ભૂમિમાં વાસ કર્યાં. સવાર થયું એટલે આગળ પ્રયાણ કર્યું. આ સમયે કયેા કાળ વતે છે ? હિમવડે નિસ્તેજ બનેલી પદ્મિની પત્નીને દેખીને હોય તેમ સૂર્ય હિમાલય તરફ પ્રયાણ કરવા લાગ્યા. તેની ચિંતાથી જ હોય તેમ રાત્રિ ક્ષીણ થવા લાગી. ત્યાર પછી વહી જતી રાત્રિના સેા ટૂકડા થયેલા દેખીને હોય તેમ હર્ષથી દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા, દિન-પ્રતિનિ ભૂમિમંડલ કઠણ બનતું ગયુ, મનેરથાના પાર પામવા માક કાંકરા અને તપેલી ધૂળ વડે કરીને મુસાફરાના માર્યાં મુશ્કેલીથી ઓળંગવા લાયક બની ગયા. ઝાલરના ઝંકાર શબ્દ આકાશ-મામાં ઉછળતા હતા. પ્રતિનિ સાવરી શાષાતાં હતાં. મહાનદીઓના પ્રવાહો ઘટતા હતા. મોટા હાથીએ મદોન્મત્ત થતા હતા, સિંહો શ્ર્વાસાકુલ થતા હતા. વળી રાત્રિને દૂર કરતા અને લોકોને સદા સુખાકારી અજવાળું આપતા છતાં સૂર્ય પ્રચંડ કરાવડે જગતમાં ઉદ્વેગ કરનાર થયા. દુઃષમા કાળના છેડા સરખા ગ્રીષ્મકાળ સમગ્ર મહિમંડળને તપાવે છે, સરાવરો સૂકવી નાખે છે, ભય આપે છે, રસવાળા સજલ ભાવના નાશ કરે છે. ઉત્તરદિશાયુક્ત ઊચે છેલ્લી ભૂમિને અવલંબન કરનાર સૂ મેરુપર્યંતની શંકાથી તેજ પદા(કિરણો)થી પાછા ફર્યાં. ઉંચે ઉડતી ધૂળવાળા દિવસે, રજબહુલતાવાળી દિશાઓ, કઠોર વાળા વાયરા, કાંકરાવાળા માર્યાં અને મૃગતૃષ્ણાના જળ મુસાફરોને મૃત્યું પમાડતાં હતાં. આ પ્રમાણે દુષ્કરાજાની જેમ ગ્રીષ્મકાળ પૃથ્વીને તપાવીને ક્રમપૂર્વક પ્રતાપ વધારીને ચામાસાનું આગમન થતાં નાસી ગયા. ત્યાર પછી મેઘની ઘટાએ વહેવા લાગી, બગીચાઓમાં હર્ષ આપનાર મધુર કંઠેવાળા મારના કેકારવ ઉછળ્યેા. કદંબનાં પુષ્પાની સુગંધથી પથિક–સંચાર અટકી પડયો. મોગરાનાં પુષ્પાના પરિમલ દિશામુખામાં મહેકી રહેલા હતા. ગ્રીષ્મના સંતાપથી તપેલી પૃથ્વી પ્રથમ જળવૃષ્ટિથી શાન્ત બની. મેઘની ઘટાઓએ મેટા સરોવરના સંતાપને શાન્ત કર્યાં–એવા દિવસે આવી લાગ્યા. જેમાં સ્નેહને ન ગણકારતા હૈાય તેવા પુણ્યશાળી પતીઓને આ સમય શાન્તિ આપનાર થયા. વર્ષાના આરંભ પેાતાની અંદર મેટો આવેગ (બફારા) સૂચિત થઈ રહેલ હતા, તેને બહાર છેડયા અને બીડેલા નેત્ર માફ્ક ગગન એક પુરૂષ થયું. કાલના અતિક્રમથી ઉત્તેજિત પવનરૂપી ગેાવાળાથી ચલાવાતુ. મેઘકુલ ભેંશના વૃન્દ માક અધિક ચમકવા લાગ્યું. પથિકજનાને ભય પમાડતા વેગવાળા વરસાદ જલધારા રૂપ ખાણના પ્રહારથી ગ્રીષ્મથી તપેલી ભૂમિની રજને શાન્ત ફરતા હતા. આકાશતલથી મુક્ત થઇને હાય તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy