SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ચપન મહાપુરુષોનાં ચરિત હતા ત્યારે ફરી પણ પહેરેગીરે દેહરે ગાયે-- “અસાર એવા આ સંસારમાં મનુષ્યને કઈ પણ તેવાની સાથે એગ કરાવી આપે છે. યમરાજા ન ઇચ્છતા હોય તે પણ દેવ સુખને ઢગલા પર ચડી બેસે છે.” એ સાંભળીને સાર્થવાહે વિચાર્યું કે, “દુઃખમાં ડૂબેલે હોવા છતાં તેમની સાથે સમાગમ મને અપૂર્વ કલ્યાણ કરનાર થશે, માટે સવારે તેમની પાસે જઈશ.” એમ વિચારતા હતા ત્યારે કાલનિવેદકે ફરી ઘેષણુ કરી. “ સુખકારી તેજથી ભુવન પ્રકાશિત થયું છે, અંધકારને નાશ કરીને, માર્ગ પ્રગટ કરીને રાત્રિને અંત કરનારા સૂર્યને ઉદય થયું છે. હે ગુણના ભંડાર ! જે જાગ્યો હોય તે તું ઉભે થા અને તારાં કાર્યોમાં લાગી જા.” ત્યાર પછી ભલે એમ થાઓ” એમ બોલતા સાર્થવાહ શયનમાંથી ઉભા થયા. સવારના સમયનાં કરવા એગ્ય કાર્યો નીપટાવ્યાં. અને જ્યાં આચાર્યો વાસ કર્યો હતો તે સ્થાને તે ગયો. જાણે મૂર્તિમંત પુણ્યના ઢગલા હોય તેવા આચાર્ય ભગવંતને જોયા. તે કેવા છે? તે વર્ણવતાં કહે છે કે, સકલ લોકમાં મુકુટ સમાન જિનેશ્વર–પ્રરૂપિત ધર્મ માફક દોષ વગરના, ગંભીરતાના ગુણવડે સમુદ્રને જિતનારા, એકલા મનથી નહીં, પણ કાયાવડે પણ કામદેવને જિતનારા, નીતિનું સ્થાન, કુશલના ભંડાર, પવિત્રતાનું પટ્ટણ, શીલની શાળા, મર્યાદાનું સ્થાન, કરુણાના ઘર, સંગ-રહિત હોવા છતાં (જ્ઞાનાદિક)લક્ષ્મીવાળા, મુક્ત છતાં સંસારના અલંકારના કારણું, દોષના સંગથી રહિત છતાં સૌમ્ય, સાધુઓના સમુદાયથી પરિવરેલા ધર્મશેષ આચાર્યને જોયા. હર્ષ વડે વિકસ્વર નેત્ર અને રોમાંચ-કંચુકવાળા તેણે વંદના કરી. ત્યાં જુદી જુદી મંડળીઓમાં રહેલા સાધુઓમાં કેઈક ચરણ-કરણ અનુયેગની મુખ્યતાવાળા અને મૂલ તથા ઉત્તર ગુણે કથન કરનાર આચારાંગ વગેરે સૂત્રોના અર્થો વિચારે છે; બીજા કેટલાક મુનિવરો ધર્મકથાનુગ, જેમાં ઉત્તમ મહાસત્ત્વશાળી પુરુષોનાં અને મુનિઓનાં ચરિત્રો સૂચવેલા છે, તેવા ઉત્તરાધ્યયન, જ્ઞાતાધર્મકથા વગેરેની વિચારણું કરે છે. બીજા કેટલાકે ગણિતાનુગ પૃથ્વીવલય, દ્વિીપ, સમુદ્ર, ચંદ્ર, સૂર્ય આદિનાં વિમાનનું પ્રમાણ વગેરે નિરૂપણ કરનાર જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ ઉપગેને વિચારે છે. કેટલાક વળી દ્રવ્યાનુગ ધર્માસ્તિકાયાદિક દ્રવ્યોનાં સ્વરૂપને નિશ્ચયપૂર્વક સમજાવનાર દષ્ટિવાદ આદિકનું સમ્યગૂ નિરૂપણ કરે છે. ત્યાં આગળ કેટલાક તપસ્વી મુનિવરે રત્નાવલિ, મુક્તાવલિ, ચાંદ્રાયણ તપની આરાધના કરનારા હતા. બીજા વળી ચાર મહિનાના ઉપવાસ કરીને કાયા ઓગાળી નાખનારા હતા. બીજા કેટલાક માસક્ષપણુ વગેરે તપ–વિશેષ કરીને કલેશોનું શોષણ કરનારા હતા. કેઈ સંલેખના કરી શરીરને હાડપિંજર સરખું કરનારા હતા. કેટલાક વિવિધ આતાપના લઈને સ્વેચ્છાએ દેહ-કષ્ટ સહન કરતા હતા. આ વગેરે જણવેલા ગુણવાળા સાધુઓને વંદન કરી રહ્યા. એટલે સમગ્ર કર્મોના સમૂહને ઘાત કરવામાં અતિસમર્થ એવા ધર્મલાભથી ગુરુએ અને બીજા સાધુઓએ અભિનંદન આપ્યું. પછી ગુરુના ચરણ-કમલમાં બેઠા. મુહૂર્ત કાળ બેસીને કહેવા લાગ્યા–“હે ભગવંત! નિભંગીને ત્યાં વસુધારા પડતી નથી, અલ્પ પુણ્યવાળાને નિધાન દષ્ટિગોચર થતું નથી. મંદ ભાગ્યવાળાને સુખાનુભવો. સ્પર્શતા નથી. તેથી કરીને સર્વથા એકાંત નિષ્કારણ વત્સલતાવાળા, સંસાર-સમુદ્ર તરવા માટે નાવ-સમાન સુવર્ણ, મણિ,તૃણ અને પથરામાં સમાન બુદ્ધિવાળા આપ સરખા વેગ પામીને અમૃતસરખું આપનુ વચન શ્રવણ ન કર્યું. જગતને કલાઘા–પ્રશંસા કરવા લાયક આપના ચરણ-કમલની સેવા ન કરી, તથા માર્ગમાં આપની કેાઈ સાર-સંભાળ વૈયાવચ્ચ ન કરી–એ મારા પ્રમાદાચરણનો અપરાધ આપે માફ ૧. શબ્દોષ લેવાથી દષા એટલે રાત્રિના સંગરહિત એ સેમ એટલે ચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy