SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૭ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત હવે હું ત્રિકરણ ચાગે સર્વ કષાયા, હાસ્યાર્દિક છએ નાકષાયા, રાગ-દ્વેષ, અરતિ, દુગા, વિષયની તૃષ્ણા, તેમજ સમ્યક્ત્વના શંકાર્દિક ત્રણ, તથા પરધમની પ્રશંસા–સેવા કરવી, તે ધર્મનું ચિહ્ન રાખવું-આ દોષાના સજ્જડ ત્યાગ કરૂ છું. તે વિષયક લાગેલાં પાપાને વોસિરાવું છું, બાહ્ય-અભ્યંતર સંગ, આત—રૌદ્રધ્યાનના પણ ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરૂ છું. જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરીને ધર્મ ધ્યાન પામેલ મહાસત્ત્વશાલી તે ઉત્તમ હાથી ‘નમો નિબાળ” તથા ‘કુદૃમિદ્રાળ સિદ્ધાર્ફળ' એમ વારંવાર ઉચ્ચારણ કરવાની અભિલાષાવાળા નિર્માંળ બુદ્ધિવાળા વિધિ પૂર્વક ત્યાં કાલ કરીને સહસ્રા નામના સાતમાં ઉત્તમ વૈમાનિક દેવલેાકમાં ઉત્પન્ન થયા. આ પ્રમાણે મણિ–રત્નજડિત, સુવર્ણના ભવનાથી શોભિત, નિમલ સ્ફટિકરનની ભિત્તિ સ્થલમાં સંક્રાન્ત થયેલ પ્રતિબિંબવાળા, પાંચવણના રત્નના સ્કુરાયમાન કરણાના તેજવાળા, સૂર્ય પ્રભ નામના વિમાનમાં ‘દ્વિજવર’ નામના સત્તર સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં સમગ્ર ઈચ્છિત સ ́પત્તિ અનુરૂપ વિષય-સુખ અનુભવતાં તેના કેટલાક સમય પસાર થયે. પેલા કુકકુટસપ પણ આયુષ્ય પૂર્ણ કરીને કાલ પામી વિચિત્રવેદના-પૂર્ણ પાંચમી નારકીમાં સત્તર સાગરેાપમના આયુષ્યવાળા નારકીપણે ઉત્પન્ન થયા. તે નારકીમાં શરીરનું છેદનભેદન—વિનાશ, શૈલી પર વિંધાવું, હાથ પગ-કાન-જિલ–હાઠ-નાસિકા—આદિ અંગા છેદાવાનાં દુઃખેા, તેમજ ફૂટ કાંટાળા તરવારની તીક્ષ્ણધાર સરખા પાંદડાવાળા શામલી વૃક્ષની પીડાઓ, પીગળી જવું, કુંભીપાકની અતિશય વેદનાઓ, કરવતથી ચીરાવાની વેદનાએ ભાગવતાં નરકમાં તે કમઠના જીવને આંખના પલકારા જેટલે સમય પણ વિશ્રાંતિ મળતી નથી. આવા પ્રકારની પાપપરિણતિના વિચાર કરીને મનુષ્યે મનુષ્યભવમાં તેવાં પાપો ન કરવાં, જેથી નરકમાં દુઃખા ભાગવવાં ન પડે. આ બાજુ પેલા હાથીના જીવ દેવ પેાતાનુ દેવલાકનુ આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકમાંથી ચવીને જ ખૂદ્વીપ નામના આ જ દ્વીપમાં પૂ દેહમાં સુકચ્છ નામના વિજયમાં વૈતાઢચ પર્વત પાસે ‘તિલક’ નામની નગરીમાં વિદ્યુત્પતિ નામના ખેચરાધિપતિની ‘નકતિલકા' નામની અગ્રમહિ ષીના ગર્ભ માં પુત્રપણે ઉત્પન્ન થયા. કાલક્રમે તેના જન્મ થયા. ‘કિરણવેગ' એવું તેનું નામ પાડ્યું. દેહ અને ક્ળાગુણેાથી વૃદ્ધિ પામ્યા. યૌવનવય પામ્યા. ત્યાર પછી તે વિદ્યુદ્વેગ ખેંચરાધિપતિએ પેાતાના પુત્રને રાજ્ય આપીને શ્રુતસાગર ગુરુની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી. તે કિરણવેગ પણ ઇન્દ્ર સરખી સમૃદ્ધિવાળી, ભુજામલથી સમગ્રશત્રુપક્ષને જિતી સ્વાધીન કરેલ રાજ્યલક્ષ્મી લાંળા કાળ સુધી ભાગવીને ‘કિરણતેજ’ નામના પોતાના પુત્રને રાજ્ય આપીને ‘સુરગુરુ’ નામના મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. સૂત્રનું અધ્યયન કર્યું. ક્રિયા-કલાપ જાણી લીધા. કાલ ક્રમે એકલવિહારીપણાના સ્વીકાર કર્યાં. કોઇક સમયે આકાશગમન વિદ્યાથી પુષ્કરવર દ્વીપામાં ગયા. ત્યાં પણ વિવિધપ્રકારના તપ-ચરણની આચરણ કરતા કનકગિરિ’ નામના પર્યંત પાસે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. દરરેાજ મુકતાવલી, મુરજમધ્ય, સમતભદ્ર વગેરે તષવિધાન કરતા તેમના દિવસે। પસાર થતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy