SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ હાથીના ભાવમાં પ્રતિબોધ, શ્રાવકધર્મ ૩૩૯ તે હે મહાગજેન્દ્ર! જે તેં આત્માને ઓળખે હોય, તે આ સમગ્ર જીવેને ઉપદ્રવ કરવાનું છોડી દે. પ્રમાદ આચરણના વિલાસને ત્યાગ કર, સપુરુષના ચરિત્રનું અવલંબન કર, પંચાણુવ્રતરૂપ શ્રાવકધર્મ અંગીકાર કર, એમ કહેતા મુનિવરને “મેં શ્રાવકધર્મ અંગીકાર કર્યો.' એમ સૂચવનાર મસ્તક ચલાયમાન કર્યું. સૂંઢ લાંબી કરી તેના મને ગત ભાવ જાણીને મુનિએ તેને સર્વ શ્રાવકધર્મ અર્પણ કર્યો. ધર્મને સાર ગ્રહણ કરીને હાથી જે તરફથી આવે હતું, તે તરફ ગયે. આ સમયે હાથીના ચરિત્રથી વિસ્મય પામેલા મનવાળા સાગરદન “અહો ! મુનિનો કે પ્રભાવ” એમ બોલ્યા, એટલે સમગ્ર સાથે પણ એકઠો થયો. સર્વે મુનિના ચરણ-કમળમાં પડ્યા. ઘણુઓએ ધર્મ અંગીકાર કર્યો, કેટલાક બીજાઓએ અણુવ્રતાદિક ધર્મ સ્વીકાર્યો. ત્યાંથી સાથે પ્રયાણ કર્યું. મુનિવર પણ “અષ્ટાપદ પર્વત ગયા. ત્યાં જઈને વિધિપૂર્વક ભાગવંતેને નમસ્કાર કરીને પછી સંયમમાં ઉદ્યમ કરવા લાગ્યા. તે ઉત્તમ હાથી પણ સમ્યક્ત્વરન અંગીકાર કરીને નેત્રથી પૃથ્વીતલ જોઈને પિતાના પગ સ્થાપનથી જીવ-જંતુ મરી ન જાય તેમ ધીમી ધીમી ગતિએ ચાલતે, છઠ્ઠ, અઠ્ઠમ, આદિ તપ અને ચરણ-કરણમાં ઉદ્યમવાળે, રસત્યાગ કરવાની પરિણતિવાળે પોતાની હાથણીએ ના ટેળાના સંગને ત્યાગ કરીને મેટા ગ્રીષ્મકાળના તાપને સહન કરી શરીર શેષાવી ઉત્તમ યતિની જેમ સમિતિ આદિ તથા સંયમમાં ઉઘુક્ત માનસવાળ અચિત્ત શય્યા, પ્રાસુક અશન ભકત જળથી નિર્વાહ ચલાવતે. ધર્મધ્યાનમાં ચિત્ત સ્થાપન કરીને પિતાને કાળ નિગમન કરતો હતો. આ બાજુ કમઠ પરિવ્રાજકને, સગા ભાઈને મારી નાખવા છતાં પણ ક્રોધની શાંતિ થતી નથી, એટલું જ નહિં પણ તે અધિક આર્તધ્યાનના અધ્યવસાયવાળો થયો હતો. આયુષ્ય પૂર્ણ થયું એટલે પ્રાણ ત્યાગ કરીને તે કુટ જાતિના સર્પપણે ઉત્પન્ન થયે. પુષ્ટ થયેલા વાળે અનેક સોના પ્રાણ લેનાર થઈ પૃથ્વીમાં ફરવા લાગ્યા. ભ્રમણ કરતાં કરતાં જળપાન માટે આવે તે હાથી પેલા સર્પના જોવામાં આવ્યું. સૂર્ય-કિરણેથી તપેલ અચિર જળનું પાન કર્યું. સરોવરમાંથી પાછા નીકળતાં ભવિતવ્યતા–ગે તે મોટા કાદવમાં ખેંચી ગયે, શરીરમાં હવે બળ રહેલું ન હોવાથી કાદવમાંથી બહાર નીકળવા અસમર્થ આ હાથીને પૂર્વ ભવમાં ઉત્પન્ન થયેલ કે પાતિશયથી કુકકુટ સર્ષે ઉડીને તેના કુંભસ્થળમાં ડંખ માર્યો. પિતાની તેવા પ્રકારની સ્થિતિ જાણીને આ ઉત્તમ હાથી પહેલાં ગુરુએ આપેલા ઉપદેશનું સ્મરણ કરી, ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને ભાવના ભાવવા લાગ્યા કે આ જગતમાં જન્મેલા સર્વેએ કઈ પણ કારણથી અવશ્ય કરવાનું છે. સમગ્ર જીવલેક માં આ સનાતન સ્થિતિ છે. તે પછી વિવેકીઓએ તેવી રીતે મરવું જોઈએ કે, જેથી ફરી ફરી કુમતિઓમાં મહાપ્રચંડ દુઃખ ભેગવવાં ન પડે. તેવા પ્રકારનું સમાધિ સાથેનું મરણ તે ખરેખર ધર્મના પ્રભાવથી જ થાય છે અને ધર્મોમાં પણ નારકી-તિર્યંચ-ગતિના દુઃખનો નાશ કરનાર હોય તે જિનેશ્વરએ કહેલો જ ધર્મ છે. પૂર્વે કરેલ સુકૃતના ગે મેં તે સમગ્ર સુર, અસુર અને મોક્ષસુખનાં કારણભૂત જિનેશ્વર ભગવંતે કહેલે ધર્મ પ્રાપ્ત કર્યો છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy