SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ મહર્ષિને મહાસર્પને ઉપસર્ગ ૩૪૧ બીજી બાજુ કુકુટસર્પ નારકને જીવ પોતાની આયુષ્યસ્થિતિ પૂર્ણ કરીને તે જ કનકગિરિ પર્વતની નજીકની ઝાડીમાં શ્યામ કાજળના રંગ સરખી દેહની કાન્તિવાળા, જનપ્રમાણ લાંબી કાયાવાળા, ચણોઠીના અર્ધભાગ જેવા લાલનેત્રવાળા, અત્યંત ભય પમાડનાર દેખાવવાળા, અનેક ના જીવિતનો નાશ કરનાર મહાસ"પણે ઉત્પન્ન થયે. શિશુપણાને કાળ પસાર કરી, મહાકાયાને ધારણ કરી. કેઈક સમયે આ મહાસર્પ આહાર માટે આમ તેમ ભ્રમણ કરતો હતો. ત્યારે કનકગિરિના નિવાસ પાસે કાઉસ્સગ ધ્યાને રહેલા રાગતેષ રહિત, પરિષહ સહન કરતા, પરમાર્થ વિચારતા એવા કિરણવેગ મહર્ષિને તે સર્વે દેખ્યા. દેખતાં જ અગ્નિશિખા-સમૂહ સરખા લાલનેત્રયુગલવાળા પૂર્વભવના વૈરઅભ્યાસવાળા પ્રગટ મજબુત વિકરાલ દાઢવાળા વદન વડે તેના આખા શરીર પર ભરડો મારીને ઘણું પ્રદેશ માં ડંખ માર્યા. મેરુ સરખા અડોલ, હૈયે સત્વ-સંપત્તિવાળા, કેઈથી ચલાયમાન ન કરી શકાય તેવા ધર્મધ્યાનવાળા; વૃદ્ધિ પામતા શુભ અધ્યવસાયવાળા આ અપવિત્ર દેહનો ત્યાગ કરીને અય્યત’ નામના શ્રેષ્ઠ બારમા દેવલોકમાં જંબુદ્રમાવર્ત નામના વિમાનમાં પ્રવરદેવપણે ઉત્પન્ન થયા. તે દેવ કેવા પ્રકારના શ્રેષ્ઠ મુકુટ, કડા, કુંડલ, મોતી-મણિનાં જળહળતા આભ પણુવાળા, ઝૂલતી હારશ્રેણિથી શોભતા વક્ષરથલવાલા, કમલપત્ર સરખા લાંબા નેત્રયુગલવાળા, પ્રાપ્ત કરેલ કાંતિસમૂહવાળા, શરદકાળના આરંભની જેમ વિકસિત મુખકમલના પરિમલવાળા, ખીલેલા કમલદલના ગર્ભ સરખા સુકુમાર શરીરના વિભાગવાળી દેવાંગનાઓ વડે ચારે બાજુથી પરિવરેલા તે નવીન દેવ શોભતા હતા. વળી વિવિધ પ્રકારના વાજિંત્રો સહિત ઉલ્લાસ પામતા મનહર મહાગીતવાળા નાટયવિધિઓથી ચારે બાજુથી અધિષ્ઠિત થયેલા અત્યંત શોભતા હતા. આ પ્રમાણે તે વિમાનમાં મનથી ચિતવતાં જ ઉત્પન્ન થતા સમગ્ર ભેગવાળા, બાવીશ સાગરપમ–પ્રમાણ કાળવાળા દેવ થયા. ત્યાં સુંદર દેવાંગનાઓના શૃંગારપૂર્ણ નેત્રકટાક્ષની પ્રભાથી શરીરે અભિષેક કરાયેલા ઈચ્છા પ્રમાણે સમગ્ર વિષય-સુખ ભેગવતાં તે દેવને કાળ પસાર થયો. તે મહાસર્પ પણ અનેક જીવોની હિંસા કરી ઘણું પાપકર્મ ઉપાર્જન કરી પર્વતના શિખરોમાં ભ્રમણ કરતા દાવાનલની જવાળાઓમાં ભરખાઈ ગયેલા દેહવાળ થઈ મૃત્યુ પામીને ધૂમપ્રભા નામની પાંચમી નારકીમાં સવાસે ધનુષ-પ્રમાણુ દેવાવાળે સત્તર, સાગરોપમના આયુબવાળે નારકપણે ઉત્પન્ન થયા. ત્યાં અનેક પ્રકારનાં દુઃખ અનુભવવા લાગ્યા કેવા પ્રકારનાં દુઃખો? ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાનથી જાણેલા પૂર્વભવના વૈરસંબંધવાળા, વૈક્રિય શરીરના વિવિધ નારકીનાં રૂપે કરનારા, પ્રચંડ આયુધોના અનેક પ્રહાર વાગવાથી છૂટા પડતા શરીર અવયવાળા અને વળી પારાની જેમ પાછા સંધાઈ જતા દેહવાળા, પૂર્વભવમાં કરેલાં પાપચરિત્રો યાદ કરાવાતા, પરસ્પર એક બીજાઓ લડતા ઝગડતા, ક્રોધ કરતા, હથીયાર મારતા, વારંવાર શરીરનું ઓગળી જવું, વળી શરીરના વારંવાર ટૂકડા કરવા, પા૫પરિણતિના ગે થતાં આવાં અનેક પ્રકારનાં સતત દુઃખો પલકારા જેટલે સમય પણ રોકાયા વગર રાત્રિ-દિવસ દુખાગ્નિ જવાળાઓ વડે શેકાયા કરે છે. પેલે ‘કિરણુગીને જીવ દેવલોકમાં સમગ્ર દિવ્યવિષય-સુખને ભોગવટો કરીને પિતાનું દેવાયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી એ જંબૂદીપ નામના આ જ દ્વીપમાં, પશ્ચિમવિદેહમાં સુગંધી નામના વિજયમાં “શુભંકરા” નામની નગરીમાં ‘વજીવીય” નામના રાજાની “લક્ષમીમતી' નામની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy