SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૬ ચિપન્ન મહાપુરુષોનાં ચરિત કરાયા છે, તેમ માનીને પિતાના હદયે જાણે તરત વેચી ન હોય? અવ્યવસ્થિત સ્વીકારના કારણે વિષમ સ્થિતિથી ઉલટાએલા અને તૂટી જતાં હાર વડે કંઠમાં ગ્રહણ કરીને જાણે પૂછાતી ન હેય? તે કાળમાં આવેલાં અને ગળતાં પ્રચુર આંસુ વડે જાણે કહેવાતી હોય કે, “હે વિશેષ ! આંખ લૂછીને તારા પ્રિયને પૃચ્છા કર. હે ભેળી ! તારા હૈયેના અભિમાનને હું પ્રાણેથી વિખુટું પાડું છું. એમ શ્વાસના કપટથી કામદેવે જાણે હડધૂત કરી ન હોય? આ રીતિથી ચિત્રમાં આલેખાએલા રૂપથી ઉત્પન્ન થયેલા માં ચ–પટલવાળી અને આલિંગન કરવાની ઈચ્છાવાળી તે જાણે સુખને ધારણ કરતી ન હોય ? તેની આવા પ્રકારની વિષમ અવસ્થા જોઈને તેની સખીઓએ જ્યારે પૂછયું, તેને કઈ પણ પ્રત્યુત્તર આપતી ન હતી, ત્યારે મેં તેને કહ્યું કે, “હે પુત્રી ! આમ વગર કારણે અકસ્માતુ આવી અસંભવિત દશા શાથી થઈ? મારા વચનની પણ તું અવગણના કરે છે? મારી તરફ પણ જેતી નથી ! હૃદયને ભાવ છૂપાવે છે! ચિત્તના સંતાપનું અવલંબન કરે છે ! મન અને મદનની વેદના છૂપાવે છે. મનના રણકારનું કારણ બેલતી નથી, તે હવે તારી પાસે રહેવાથી સયું, હું હવે બીજે સ્થળે ચાલી જઈશ.' એમ કહીને જોવામાં હું ઉભી થઈ, ત્યારે ખોટું હાસ્ય કરીને મને તેણે કહ્યું કે, “અરે! શું તારા સરખાને પણ મારે અકથનીય હાય ? પરંતુ આમાં મારો અપરાધ નથી. લજજા જ મને કહેતાં અટકાવે છે. હાથીના ભયથી જેણે મારું રક્ષણ કર્યું, રતિ-વિરહિત કામદેવ સરખા તેણે તરત જ મારા મનમાં પ્રવેશ કર્યો છે. વધારે શું કહેવું? જે દેવ તેની સાથે મારો રોગ નહિ કરાવે, તો અવશ્ય મને મરણનું શરણુ છે.” આ સાંભળીને તેના પિતાજીને આ વૃત્તાન્ત જણાવ્યો. તેણે પણ મને તમારી પાસે મોકલી છે, તે હવે તે બાલિકાને સ્વીકાર કરો.” તેની વાતને મેં સ્વીકાર કર્યો. શુભ દિવસે અને શુભ મુહૂર્તમાં વૈભવાનરૂપ અમારું પાણિગ્રહણ થયું. સુબુદ્ધિ નામના અમાત્યની “નંદા ” નામની પુત્રી સાથે વરધનુને પણ વિવાહ-મહોત્સવ થયો. એ પ્રમાણે મનહર રતિમંદિરમાં રહેલા બંનેના દિવસો કેવી રીતે પસાર થતા હતા? કેઈક દિવસે મધુર વીણાના વિનેદમાં, કેઈક વખતે મનોહર વાર્તાલાપમાં, કેઈ વખત મધુર સ્વરવાળા ગીત-ગાન કરવામાં, કેઈક વખત દૂત કીડા કરવામાં, કોઈ વખત પ્રશ્નોત્તર, બિન્દુમતી, પ્રહેલિકા, સુભાષિતોની જ્ઞાનગોષ્ઠીમાં એ પ્રમાણે વિદ-સ્થાનકેનું સેવન કરતા દિવસો પસાર કરતા હતા. કેવી રીતે ?-- ભવન ઉદ્યાન-વર્ણન મહેલના ઉદ્યાનમાં વિવિધ પ્રકારના વૃક્ષે મંદ મંદ પવનથી ડોલતા હતા, વનખંડના તૂટી ગયેલા પુષ્પોની સુગંધ ચારે દિશામાં ઉછળતી હતી. ગંધમાં આસક્ત થયેલા મુગ્ધ ભ્રમરસમૂહના ચપળ ચરણથી કંપાયમાન થયેલ મકરંદ-રસવાળા, મકરંદરસથી રંગાયેલા ભવનની વાવડીઓના સ્વચ્છ જળવાળા, જળ-તરંગની અંદર રહેલા હંસના મધુર શબ્દોથી ઉત્પન્ન થયેલ કર્ણપ્રિય મધુર સ્વરવાળા, જેમાં કર્ણપ્રિય મધુર સ્વર બોલનાર ચકવાકે પિતાના પરિવારને આકર્ષિત કર્યો છે. વિવિધ વૃક્ષેના ઉત્પન્ન થયેલ પત્રોથી શોભાયમાન, જેની છાયા માત્રથી સમગ્ર દુઃખના દોષ નાશ પામે છે, એવા ભવનના ઉદ્યાનમાં દિવસે પસાર કરતા હતા. વળી ઉદ્યાન કેવું? ઝંકારવ કરતા મુખર ભ્રમર કુલેના ચરણેથી જર્જરિત કરમાઈ ગયેલા પુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy