SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ^^^ ^ ^ ભવન ઉદ્યાન વર્ણન ૩૨૭ વાળું, કેલેના સમૂહે ખાધેલા આમ્રના ઍરવાળું, ચતુર ચકોરની ચાંચથી ચુંબિત લાલ મરચાની ટોચવાળા, ચંપકપુષ્પના પરાગથી કાબરચિત્રા થયેલા ચાતક અને ભ્રમર-સમૂહવાળા, અતિ નીચા દાડમવૃક્ષના ઉગેલાં ફળ ઉપર લાગેલા પોપટોના સમૂહવાળા, વાંદરાઓએ હસ્તતલથી સજજડ કંપાવેલા અને તેથી નીચે પડેલા જંબુફળવાળા, અકોપાયમાન થયેલા દરેક કબૂતર-બચ્ચાંઓની પાંખેથી ખંડિત થયેલા પુષ્પવાળા, પુષ્પોની રજથી લાલ રંગવાળી ભ્રમણ કરતી સારિકાના શબ્દોથી મુખર, ઉન્મત્ત કબૂતરે કંપાવેલ પાંખ વડે ઉડેલ પુષ્પરજવાળા પાકેલ સોપારીના વૃક્ષ ઉપર ચડેલા નાગવલ્લીના પત્રવાળા, અનેક ફળયુક્ત નાળિયેરીના વૃક્ષોથી વિશાળ વિસ્તારવાળા, વિવિધ પ્રકારના પક્ષીઓએ આવીને ચાંચથી ખંડિત કરેલા ખજૂરના ટૂકડાઓવાળા, પિતાના મારપીંછ ઉભા કરી, કળા રચીને નૃત્ય કરતા મયૂરવાળા, મધુર કેકારવા કરતી મયૂરીએ કરાવેલ સુખાતિશયવાળા, પવનથી કંપાવેલ બાળકદલીના પત્રના સમૂહોની ચંચળતાવાળા, ગ્રીષ્મકાળના મધ્ય દિવસે પણ સૂર્ય-કિરણોને પ્રવેશ ન આપતા-આવા પ્રકારના મહેલને ઉદ્યાનમાં દિવસે પસાર કરતા હતા. બળી ઉદ્યાન કેવું હતું ? કુમુદવનની જેમ સૂર્યના કિરણસમૂહે તેની મધ્યભાગમાં પણ પહોંચી શક્તા ન હતા. કમદ રાત્રે વિકાસ પામે છે. રામસેનાની જેમ ઉભા રહેલા શ્યામ વર્ણવાળા અંજન વૃક્ષોથી યુક્ત, સમુદ્રકાંઠાની જેમ પ્રવાલના અંકુરની ઉત્પત્તિથી પામેલી ભાવાળા, સવષધિ, પુષ્પ, ફળોથી યુક્ત અભિષેકળશ સરખા, ચિત્રગૃહની જેમ વિચિત્ર વર્ણવાળા, એકઠા થયેલા પક્ષીઓથી ભતા, નરનાથની જેમ અનેક પ્રકારના નજીક નજીક બેસવા માટે બનાવેલા આકર્ષક આસનવાળા, મહાયુદ્ધના માર્ગ માફક પુન્નાગવૃક્ષ વડે આકર્ષાએલા ઘણા ભ્રમરેવાળા, યુદ્ધપક્ષે ઉત્તમ પુરુષે વડે ખેંચાયા છે, ઘણાં બાણો જેમાં, ઈન્દ્રધનુષના રંગેની ચોમાસામાં કરેલી શોભા સરખા અનેક વર્ષોથી શોભતા, ઈન્દ્રાલિકે કરેલા પ્રયોગોની માફક બીજી ઈન્દ્રિયના સમગ્ર વિષયે જેમાં રોકાઈ ગયા છે તેવા, લકોનાં નેત્રો અને મનને હરણ કરનાર ભવનઉદ્યાનમાં સમય પસાર કરતા હતા, વિવિધ ક્રીડા-વિનંદની રમતમાં કેટલાક દિવસો પસાર કર્યા, એટલામાં “અમારી શોધ-ખોળ ચારે બાજુ ચાલે છે તેવા સમાચાર મળ્યા. દીર્ઘરાજા સાથે યુદ્ધની તૈયારી દીર્ઘરાજાએ મગધાધિપતિને દૂત એકલો કહેવરાવ્યું કે–“તમારે ત્યાં રહેલા બ્રહ્મદત્ત અને વરધનુને અમને સેંપી દો. તેની સમક્ષ તે વાતને સ્વીકાર કર્યો. પછી અમારી પાસે આવી મંત્રણા કરવા લાગ્યા કે, “હવે શું કરવું ?” કહ્યું, “અરે ! આ વિષયમાં ચિંતા કરવાની જરૂર નથી. અમે વારાણસી નગરીમાં કટક રાજા પાસે જઈશું. એમ કહીને અમે તે તરફ પ્રયાણ કર્યું. ધીમે ધીમે જતા અમે વારાણસી નગરીએ પહોંચ્યા. વરધનું તેની સમીપ પહએ. મારા સમાચાર તેને જણાવ્યા. તે હર્ષ પામ્યા. પછી નેહ, પૂર્ણ હૃદયવાળા તે સૈન્ય અને વાહન સાથે સામે ગયા. એને સામે આવતા જાણીને હું પણ તેમની સામે જવા નીકળે. તેઓ વાહનમાંથી નીચે ઉતર્યા, મારો સત્કાર કર્યો અને મને બીજા વાહનમાં બેસાડ્યો. હૃદયમાં આનંદ ઉત્પન્ન કરતા તેમણે વૈભવનુસાર પિતાની નગરીમાં પ્રવેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy