SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત બની ચરણુ-બંધન અને હાથી બાંધવાના સ્તંભને તેડીને તે હાથી નિરંકુશપણે ફરવા નીકળ પડ્યો, કુમારે તેને જે. રાજ્યાંગણામાંથી બહાર નીકળે. કીડામંડળીઓ નાસવા લાગી. આમ નાશ-ભાગ થઈ તે વખતે સુવર્ણ સરખી શરીર કાંતિવાળી, કેશસમૂડમાંથી વેણી બહાર કાઢી તેની સામે ફેંકતી, મદન–કરિ કુંભની શોભા સરખા મને ડર સ્તનમંડલવાળી, પ્રગટ નિતંબસ્થળમાં પહેરેલ મધુર શબ્દ કરતી ઘુઘરીઓથી યુક્ત કંદોરાવાળી, ભયથી રોમાંચિત થયેલી, કમલપત્રની શ્રેણી માફક વીખરાઈ ગયેલી, છેદાયેલી બાલકદલીન પત્ર માફક કંપતા સાથલયુગલવાળી, ભયસમૂહથી ગમન-વ્યાપાર વગરની બાલિકા નું શરણ લેવું ?” એમ વિચારતી હતી, એટલામાં તે હાથીના દેખવામાં આવી. એકદમ હાહારવ ઉછળે. તેને પરિવાર વિમાસણ કરવા લાગ્યા. જેટલામાં બાલિકાને હાથીએ ડી ગ્રહણ કરી, તેટલામાં આગળ ઉભા રહીને મેં હાથીને હક્કાર કર્યો, બાલિકાને છોડાવી. હાથીએ બાલિકાને છેડીને શેષ થવાના કારણે નયનયુગલ વિષમપણે વિસ્તારવાળું કર્યું, મારી સામે સૂંઢ લાંબી કરીને સ્થિરતાથી ઉભે રહ્યો. મેટા કર્ણયુગલને હલાવતા એકદમ મારી તરફ દોડ્યો. મેં પણ મારા ખેસના વસ્ત્રને ગોટો કરી તેના તરફ ફેંકયે. તેણે પણ અતિક્રોધી બની તે ગોટાને સૂંઢથી ગ્રહણ કરી આકાશતલમાં ફેંકયો, પછી તે પૃથ્વી પર પડ્યો. દરમ્યાન હું પણ દક્ષતાથી તેના ઉપર ચડી ગયે અને કંધરાના ભાગમાં આસન જમાવ્યું. તીક્ષણ અંકુશથી કુંભસ્થળમાં તાડન કર્યું અને રાજહસ્તિને વશ કર્યો. તે સમયે શાબાશ શાબાશ એવો લેકેને કૈલાહલ ઉછળે. તે સમયે આ બનાવ જોવા માટે ઉઘાડેલા બારી-બારણાના સંપુટ વડે કરીને નગર હજારો નેત્રવાળું થયું. વિજળી લતા મિશ્રિત ઉજજવલ મેઘાવલિની જેમ ચાલતી તરુણીઓ વડે પ્રાસાદઐણિ દેખાવા લાગી. ત્યાર પછી ગુણાનુરાગથી આકર્ષાયેલા નગરકોએ મારા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. ઘણાં વરે ફેંકયાં. બંદી લોકોએ કુમારને જય થાઓ' એમ સૂત્રોચ્ચાર કર્યો. મેં પણ હસ્તિ-શિક્ષાના પ્રગથી ધીમે ધીમે ચલાવવાના અત્યંત મધુર અક્ષરે બોલવાના વિનોદ વડે તેને ક્રોધ મેલાવ્યો, તેના બંધન-સ્થાને લઈ ગયે અને હાથીના સ્વામીને સંપ્યો. એટલામાં તે સ્થળે રાજા આવ્યા. તેવા પ્રકારની અસાધારણ ચેષ્ટા દેખીને, મહાવિરમયથી ફેલાયેલા મનના ચમત્કારવાળા, મારા શરીરના સર્વ સામુદ્રિક લક્ષણેથી આશ્ચર્ય પામેલા મને જોઈને બેલવા લાગ્યા કે, “આ કોણ છે ? ક્યાંથી આવ્યા છે ? આ કેના પુત્ર છે ? ત્યાર પછી વરધનુએ પ્રત્યુત્તર આપ્યો કે-“મહાપુરુષોનાં ચરિત્ર અને કુલે વગર કહેલાં આપોઆપ તેની ચર્યાથી જાણી શકાય છે. કેતકી–પુષ્ય પોતાની સુગંધ ભમરીઓને શું કહેવા જાય છે ? સજજડ અંધકારમાં બળતે કાળાગરુ પિતાની સુગંધ કહેતું નથી. તેમ મૌન રહેલા મહાનુભાવેના ગુણ આપોઆપ પોતાની મેળે જ પ્રકાશિત થાય છે.” મગધ રાજપુત્રી સાથે વિવાહ આ સમયે રત્નાવતીના પિતાના નાના ભાઈ એ બ્રહ્મદને સમગ્ર વૃત્તાન્ત રાજાને જણ. તે જાણીને રાજાએ કહ્યું કે, “સિંહબચ્ચા સિવાય માહાથીને કણ રેકી શકે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy