SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ વધતુ મિત્ર-સમાગમ ૩૨૩ કોઈક સમયે આજે વરધનુને મરણદિવસ છે.’ એમ કરીને ભોજન તૈયાર કરાવ્યું. બ્રાહ્મણાદિકાને જમાડે છે, એટલામાં બ્રાહ્મણને વેષ પહેરીને ‘વરધનુ’ જાતે ભાજન કરવા આવી કહેવા લાગ્યા કે, અરે ! ભાજન કરાવનાર શેઠને જણાવા કે, જો મને ભાજન કરાવશેા, તે પરલેકમાં ગયેલા તમારા પિતૃઓના વનમાં ભાજન પહાંચી જશે. ’તેઓએ આવીને મને આ હકીકત જણાવી. હું તરત બહાર નીકળ્યા. મેં તેને જોયા અને એખ્યા. હર્ષોંથી પુલકિત ગાત્રવાળા મે' તેને મ ંદિરમાં પ્રવેશ કાવ્યેા. ન કહી શકાય તેવી અવસ્થા અનુભવતા મુહૂત સુધી ત્યાં રહ્યા. ત્યાર પછી સ્નાન-ભાજનાદિ કર્યાં. પછી વરધનુને મેં પેાતાના સમાચાર પૂછ્યા, એટલે તે કહેવા લાગ્યા કે “તે રાત્રિએ તમે નિદ્રાધીન થયા હતા, ત્યારે ગાઢ ઝાડીવાળા લતાએથી ઢંકાયેલા ઘરની પાછળ છૂપાયેલા એક ચોરે મને દોડીને બાણુ માર્યું. પ્રહારની વેદનામાં પરાધીન બનેલા હુ ભૂમિતલ પર પડયા. તમને મારી વેદનાનુ દુ:ખ થાય, તે કારણે તમને ખાણ વાગ્યાની હકીકત ન જણાવી, વચમાં રથ પાછે વાળ્યા. હું પણ ગાઢ વૃક્ષાની ઘટા વચ્ચેથી ધીમે ધીમે ચાલતા ચાલતા તે ગામમાં પહોંચ્યા કે, જ્યાં તમે વાસ કર્યાં હતા, તે ગામના મુખીએ તમારા સમાચાર આપ્યા. તે સાંભળી હર્ષિત મનવાળા હું અહીં આવી પહેાંચ્યા. પ્રહારની રૂઝ આવી ગઈ. ભાજનની પ્રાર્થનાના ખાનાથી અહી આવ્યેા, એટલામાં તમને જોયા. પ્રમાણે એક બીજાના પરસ્પરના અનુરાગવાળા દિવસેા પસાર થઈ રહેલા હતા. કાઈક સમયે અમે પરસ્પર મંત્રણા કરી કે-હવે આપણે પુરુષાર્થ કર્યા વગરના કેટલેા સમય પસાર કરવા ? કહેલું છે કે-‘વિષમદશા પામેલાએ પણ ક્રમપૂર્વક પુરુષાર્થ કરવા જોઈએ. તેમ કરતાં કદાચ સંપત્તિની પ્રાપ્તિ ન થાય, તે પણ કીર્તિ જરૂર મળે છે. આપત્તિમાં આવી પડેલે હાય, તેવા પુરુષાર્થ કરનાર સત્પુરુષે વ્યવસાય ચાલુ જ રાખવેા જોઈએ. વ્યવસાય-રહિત પુરુષને લક્ષ્મી વરવા માટે અભિલાષા કરતી નથી.” આ પ્રમાણે પુરુષાર્થ કરવાની ઈચ્છાવાળા નિમન કરવા માટે ઉત્સુક મનવાળા વિચાર કરતા હતા. તે સમય કયેર્યા હતા ?— જ્યારે મલયવનના ચંદનના વાયરાથી વૃક્ષ-ગહને મંદ મંદ ડોલતા હતા, વિકસિત પાટલ વૃક્ષોની શાખાએથી પૃથ્વીતલ ઢ ંકાઈ ગયું હતું, આમ્રવૃક્ષો પર ખીલેલી મજરીઓની રજથી આકાશતલ આછા પીળા વણુ વાળુ થયું હતું, ગુંજારવ કરતા મત્ત મધુકરાના શબ્દોથી દિશામાના છેડા પૂરાઇ ગયા હતા, કોયલાના મધુર ટહુકાર સાંભળી વિયેાગના દુઃખથી ત્રાસ પામેલા પથિકજનો ઘર તરફ પ્રયાણુ કરતા હતા, કુરબક વૃક્ષોનાં પુષ્પોની સુગધથી આકર્યાંચેલાં ભ્રમરકુલા એકત્ર મિલન કરતાં હતાં. આમ ઘણા વૃક્ષોના વિકસિત ખીલેલા પુષ્પાના પરિમલને બહાર કાઢતા, વગર નિમિત્તે તરુણુવ ને ઉત્કંઠિત કરતા મનહર વૈશાખ માસ અધાર્યાં આવી પહેાંચ્યા. આવા વસંતના સમયમાં એક દિવસ મદનમહે।ત્સવ પ્રવત તે હતા, વિવિધ પ્રકારના ઉત્સવ યાગ્ય વેષભૂષા અને અલંકારભૂષા સજીને ક્રીડા કરવા માટે નગરના લેાકેા બહાર નીકળ્યા હતા. ઈચ્છા પ્રમાણે મન ગમતા ક્રીડારસને પૂર્ણ અનુભવ કરતા હતા, તે સમયે તરતજ હાથીના ગંડસ્થલના કેટરમાંથી ઝરતા દાનજળવાળા, કુંભસ્થળમાં ક ંપતા મુક્ત તીક્ષ્ણ અંકુશવાળા, જેણે પેાતાની સૂંઢવડે મહાવતને ઉથલાવી નાખેલ અને નીચે અધેમુખે પાડી નાખેલ હતા, મજબૂત જાડી સાંકળથી જકડેલા ચરણવાળાએ પણ મદથી પરવશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy