SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ પન્ન મહાપુરુષોનાં ચરિત માટે અમો કુતૂહલથી ત્યાં ગયા હતા, તે વખતે અમરકુમાર સરખા મનહર શરીરવાળા, કામદેવની જેમ મદન ઉત્પન્ન કરનાર, ચંદ્રની જેમ લોકોના મનને આહ્લાદ ઉત્પન્ન કરનાર, સમુદ્રની જેમ શ્રીવત્સના આશ્રય, વર્ષાકાળની જેમ મહીતલને શાંત કરનાર, શરદ સમયની જેમ કમલખંડ વિકસિત કરનાર, હેમંતઋતુના સમયની જેમ સુગંધી કરેલા સમગ્ર શ્વાસવાળ, શિશિર ઋતુના સમયની જેમ મ્યાન કરેલા વૈરીના મુખકમલવાળો, વસંતમાસની જેમ રમણીય અને દેખવા ગ્ય, ઉષ્ણકાળની જેમ ધરણિધર--પર્વતને સંતાપ કરનાર, બીજા પક્ષે રાજાઓને સંતાપ કરાવનાર એક શ્રેષ્ઠ યુવાન તેના જોવામાં આવ્યું. તે કુમારી નિનિમેષ નયનથી તેના તરફ લાંબા કાળ સુધી જોયા કરતી હતી. ત્યારથી માંડી મનમાં કંઈ પણ ચિંતા કરતી હીંચકાની રમત રમતી નથી, સંગીત પણ કરતી નથી, લાંબા પરિશ્રમથી થાકેલી હોય તેમ શયનમાં દેહને પટ. ચંદનરસના વિલેપનથી પણ તાપ પામે છે, કમલપત્રના સ્પર્શથી પણ મૂચ્છ પામે છે. મંદ મંદ કુરાયમાન એષ્ઠયુગલવાળી, રોમાંચિત બાહુલતાવાળી, પરસેવાના જળ અને અંગરાગ ગળવાથી રંગાયેલા વસ્ત્રપટવાળી તે જાગી. નિદ્રા પૂર્ણ થયા પછી ઘણી રીતે લાવવા છતાં પ્રત્યુત્તર આપતી ન હતી. તેને મેં સાંભળી એટલે તેને મદનવિકાર મેં જાયે. ઘણી રીતે મેં તેને સમજાવી, દબાણ કરીને પૂછ્યું, ત્યારે તેના મનમાં રહેલો સદ્ભાવ સમજાયો. તે કહેવા લાગી કે, હે ભગવતી ! તમે મારાં માતા છે, અથવા પ્રધાનસખી છે, અગર મારાં ઈષ્ટદેવતા છે; એવું કંઈ નથી કે તમે ન કરી શકે, તે તમારાથી મારે શું છુપાવવાનું હોય ? જે આ પ્રિયંગુલતાએ જણાવ્યો, કામદેવના બાણથી વિધનાર કામદેવ સરખે તે જ મારા હૃદયમાં પ્રવેશી ગયે છે, વધારે શું કહેવું? જે ટૂંકા દિવસેમાં તેની સાથે મારે વેગ ન કરાવી આપશે, તે નકકી પછી હું મારા પ્રાણ ટકાવવા સમર્થ નહીં થઈશ. એ સાંભળીને મેં તેને કહ્યું કેવત્સા ! લગાર ધીરજ રાખ, હું તેમ કરીશ, જેથી તારી અભિલાષા પૂર્ણ થશે.” ત્યારે વર્ષાનું પ્રથમ બિન્દુ પડવાથી જેમ પૃથ્વી શાંતિ પામે, તેવી રીતે તે શાંતિ પામી, ગઈકાલે મેં તેને કહ્યું કે, “હું બ્રહ્મદત્તને મળી.” એ સાંભળીને જાણે ફરી જીવન મળ્યું હોય, તેમ પિતાને માનતી પ્રફુલ્લ વદન-કમલવાળી તે કહેવા લાગી કે, હે ભગવતી ! તમારી કૃપાથી સર્વ સુંદર જ થશે, પરંતુ તેને વિશ્વાસ પમાડવા માટે રત્નકરંડકમાં આ હાર મૂકીને તેને મોકલી આપે. બ્રહ્મદત્તના નામવાળો આ લેખ પણ સાથે મેકલી આપે. તે પ્રમાણે ગઈકાલે અમે કર્યું. તે હે મહાભાગ ! લેખનો વૃત્તાન્ત આમ છે. મેં પણ તેનો પ્રતિલેખ મોકલી આપ્યો. બ્રહ્મદત્ત અને રત્નાવતીને મેળાપ અને મગધપુર તરફ પ્રયાણ આ પ્રમાણે વરધનુએ કહેલ વૃત્તાન્ત સાંભળીને ન દેખેલી રનવતીને જોવાને મને રથ પ્રગ. હદયમાં તે વિષયનું કુતૂહળ ઉભવ્યું, મનમાં સંતાપ વધવા લાગે. તેનાં દર્શન અને સમાગમ મેળવવાને ઉપાય ખેળતાં તેના કેટલાક દિવસો પસાર થયા. અન્ય દિવસે વરધનું ઉતાવળે ઉતાવળે બહારથી આવ્યું અને કહેવા લાગ્યું કે હે કુમાર ! આ નગરના રાજા ઉપર શલાધિપતિએ આપણને ખેળવા માટે વિશ્વાસુ માણસને મોકલ્યા છે, એ કાર્ય રાજા એ આરંભી પણ દીધું છે, નગરમાં પણ આ વિષય ચર્ચાવા લાગે છે આ હકીકત જાણીને સાગરદરતે અમને ભેંયરામાં છૂપાવ્યા. રાત્રિ પડી. અમે સાગરદત્તને કહ્યું કે, તેવી ગોઠવણ કરે, જેથી અમે અહીંથી પલાયન થઈ શકીએ. એ સાંભળીને તેણે સમગ્ર હથિયાર, વસ્ત્રાદિક જરૂરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy