SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષ-વરદાન ૩૧૫ સામગ્રી સહિત શ્રેષ્ઠ રથ તૈયાર કરાવ્યેા. તેમાં આરાહણ કરીને નેહપૂર્વક સાગરદત્તથી અનુ સરાતા અમે નગરીમાંથી બહાર નીકળ્યા. થેાડી ભૂમિ સુધી ગયા પછી સાગરદત્ત ઈચ્છતા ન હાવા છતાં પણ મુશ્કેલીથી તેને પાછો વાળીને અમે આગળ ચાલ્યા. નગર બહાર યક્ષમદિરના ઉદ્યાનના વૃક્ષેાની વચ્ચે રહેલા, પરિપૂર્ણ અનેક હથિયારોથી સજ્જ એવા રથમાં બેઠેલી કામદેવવિરહિત રતિ સરખી એક શ્રેષ્ઠ મહિલા જોવામાં આવી. તેણે આદર સહિત ઉભા થઈ ને અમને કહ્યું કે, તમાને આવતાં આટલા લાંબે સમય કેમ થયા ? તે સાંભળીને મે કહ્યું, હે સુંદરી ! અમે કોણ છીએ ?” તેણે કહ્યું, હે સ્વામી ! તમે બ્રહ્મદત્ત અને વરધનુ છે.' મેં પૂછ્યું કે, તમે તે શી રીતે જાણી શકયાં ? તેણે કહ્યું કે, જો એમ છે, તેા સાવધાન થઈ ને સાંભળે. આ જ નગરીમાં ધનપતિ-કુબેરના ધન-સમૂહની સ્પરૢાઁ કરતા ધનપ્રવર નામના શેઠ છે, તેને રત્નસંચયા નામની પત્ની છે, તેની આઠ પુત્રો ઉપર જન્મેલી વહાલી કન્યા . મારા બાલ્યકાલ પૂર્ણ થયા. કોઇક સમયે શંગારના અપૂ ફુલઘર સમાન, સમગ્ર લાકોને અભિલાષા કરવા લાયક યૌવન પ્રાપ્ત થયું. ત્યાર પછી પેાતાના કુલ-રૂપ-વૈભવવાળા ઉત્તમ પુરુષો વિષે સંતાષ ન પામવાથી અત્યંત રૂપ, સૌભાગ્ય, સત્ત્વ યુક્ત પુરુષને ઈચ્છતી હું વરદાન આપી ઘણા લોકોના મનારથાને પૂર્ણ કરનાર આ શ્રેષ્ઠ યક્ષની આરાધના કરવા લાગી. કોઈક સમયે ગૌરવવાળી આરાધનાથી તુષ્ટ થયેલા યક્ષ ભગવંતે પ્રત્યક્ષ થઈ મને કહ્યું કે, હે વત્સા ! હવે તું ખિન્ન થઈશ નહિં, મારા વચનના પ્રભાવથી ટૂંક સમયમાં જ ત્રણ સમુદ્ર સુધીના પૃથ્વીપતિના ભોરની તુ પત્ની થઈશ.' ફરી મે પૂછ્યું કે, મારે તેને કેવી રીતે જાણવા ? તેણે કહ્યું કે, બુદ્ધિલ અને સાગરદત્તના કૂકડાના યુદ્ધ સમયે જે ત્યાં આવે અને જે અપૂર્વ આકૃતિવાળા, શ્રીવત્સથી શે।ભાયમાન વક્ષ:સ્થલવાળા સમગ્ર સામુદ્રિક લક્ષણાવાળા, સાથે એક મુખ્ય સહાયક મિત્ર હાય, તેને જ તારે તારી પતિ માનવેા. સખીવગથી પરિવરેલી તું તેની રાહ જોતી હઈશ, ત્યારે તને તેનાં પ્રથમ દર્શન થશે. લાખા લક્ષણુના આવાસ, શ્રીવત્સથી શૈાભાયમાન વા-સ્થલવાળા હૈ પ્રભુ બ્રહ્મદત્ત ! તે શ્રેષ્ઠ યક્ષના વચનથી મેં આપને એળખ્યા છે. હે પ્રભુ! તમારી હકીકત પ્રગટ થઈ જવાના ભયથી મે કાઈ ને પણ આ વૃત્તાન્ત જણાવ્યે નથી, પરંતુ લજ્જા છેડીને હુ' જાતે જ તમને માશ વૃત્તાન્ત જણાવું છું. તમારા અનુરાગથી વૃદ્ધિ પામતા મારા કામાગ્નિને જાણીને હે નરનાથ ! પેાતાના શુભ સમાગમરૂપ શીતલજળ વડે મને શાંત કરી. આ માટે આપ સરખાને વધારે કહેવાથી સયું, કારણ કે વધારે કહેવાને અત્યારે સમય નથી, અને સ્વામી સિવાય ખીજા પાસે જેમ-તેમ ખેલવાથી લઘુતા થાય છે. આ પ્રમાણે તેનુ વચન સાંભળીને વૃદ્ધિ પામતા અનુરાગવાળી તેને મેં સ્વીકારી. તેની સાથે રથમાં આરૂઢ થયા. મેં તેને પૂછ્યું કે, ‘હવે આપણે કઈ તરફ પ્રયાણ કરવું ?' રત્નવતીએ કહ્યું કે, મગધાપુરમાં મારા પિતાના નાનાભાઈ ધના’ સાÖવાડુ નામના શ્રેષ્ઠી છે, તમારે અને મારા વૃત્તાન્ત જાણીનેતેએ આપણાં આગમનની અભિલાષા નક્કી કરશે, તે તે તરફ પ્રયાણ કરવું. ત્યાં ગયા પછી આપને જેમ ઠીક લાગે તેમ કરશો. રત્નવતીના વચનથી તે તરફ પ્રયાણ કર્યું. વરધનુને સારથિનું કા સાંપ્યું. ગ્રામાનુગ્રામ જતાં કશાંખી દેશમાંથી બહાર નીકળી ગયા. ગાઢ ઝાડીવાળી પર્વત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy