SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ થાપન મહાપુરુષોનાં ચરિત સમાધિ—પૂર્વક કાલ કરીને સૌધર્મકલ્પ નામના પ્રથમ દેવલેકના “નલિની ગુલ્મ' નામના વિમાન વિષે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં શ્રેષ્ઠ વિલાસિની દેવાંગનાઓના કટાક્ષેથી આકર્ષિત થયેલા માનસવાળા ઈચ્છા પ્રમાણે અનિદિત વિષયસુખ અનુભવતા હતા. તે દેવલેકમાં મારું પિતાનું આયુષ્ય પૂર્ણ થયું, ત્યાર પછી ત્યાંથી વેલે હું પુરિમતાલ નગરમાં ગુણપુંજ નામના શેઠની નંદા નામની પત્નીની કુક્ષિમાં ઉત્પન્ન થયે, અનુક્રમે જન્મ થયે. દેહની પુષ્ટિ સાથે વયથી વધવા લાગે અને યૌવન પામે. ત્યાર પછી અખંડિત ઇંદ્રિયના સમગ્ર વિષયે પ્રાપ્ત થવા છતાં, વિષયભેગે સ્વાધીન હોવા છતાં, વિષય-ભેગોથી વિરક્ત થઈ ધર્મ શ્રવણુ કરીને સાધુઓ પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી. વિચરતાં વિચરતાં અહીં આવી પહોંચે. અહીં રહેલા મેં ઉદ્યાનપાલનું વચન સાંભળ્યું, એટલે મને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી કરીને સમજી શકતા નથી કે, “આ છઠ્ઠા જન્મમાં આપણે વિયેગ કેમ થયો ?” ચક્રવતી બ્રહ્મદરે કહ્યું--“હે ભગવંત! હું જાણું છું. તે અવસરે સાધુ પાસેથી ચક્રવતીના વૈભવનું વર્ણન સાંભળીને સુનંદા સહિત અંતઃપુરને દેખીને પ્રતિની દુર્બળતાથી જે મેં કરેલા તપનું કંઈ પણ સામર્થ્ય હોય તે પ્રશંસા કરવા ગ્ય ચકવતીને વૈભવ મને પણ પ્રાપ્ત થાવ.” એમ ચિંતવીને મેં નિયાણું કર્યું. તેવા પ્રકારના અશુભ અધ્યવસાયનું પ્રતિક્રમણ ન કર્યું. પિતાના અભિપ્રાયની નિંદા ન કરી, હૃદયથી નિયાણનું ગહણ ન કર્યું. નિયાણાની બલવત્તાથી કાલ પામીને હું અહીં ઉત્પન્ન થયા. છખંડવાળા ભરતને સ્વામી બન્યો. ઈન્દ્ર સરખી ઋદ્ધિ પ્રાપ્ત થઈ. તે તમને પણ નવયૌવન આજે મળી ચુકયું છે. રતિ-વિલાસ કરવા માટે ગ્ય કાળ પણ છે, માટે કામદેવના ભેગની અભિલાષા કરે. સમગ્ર ઈન્દ્રિયેના વિષયે–ભેગે મારા સરખા સહદરની સ્વાધીનતામાં અત્યારે તમને પ્રાપ્ત થયેલા જ છે. રથ, અ, હાથીઓ સાથે પૃથ્વીનું અર્ધ રાજ્ય ગ્રહણ કરીને ઈચ્છા પ્રમાણે વિલાસ કરે. તાપવિશેષથી સુકવી નાખેલા આ શરીરને મનેહર ખાન-પાનથી લાલન-પાલન કરે. ઈન્દ્રિયેના સમગ્ર વિષયે ભેગવીને શરીરને પુષ્ટ કરે, શબ્દાદિક વિષયેનું સેવન કરે, ભગવાન કામદેવને સંતેષ પમાડે, પછી જ્યારે વય પરિપકવ થાય, ત્યારે ફરી પ્રત્રજ્યા અંગીકાર કરજે.” વળી તેવા પ્રકારની મનેહર રાજ્ય-સમૃદ્ધિ મેળવીને જે પરમાર્થ તરીકે બંધુવર્ગને સુખ ઉત્પન્ન ન કર્યું, તે તેવી ઋદ્ધિથી મનુષ્ય કયે ગુણ પ્રાપ્ત કર્યો ગણાય? તે સાંભળીને સાધુએ કહ્યું- હે નરાધિપ! સંધ્યાના રંગ અને પરપોટાની ઉપમાવાળું, ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળું ચંચળ જીવિત હોવા છતાં ક્યા વિવેકીને ભજનની પણ રુચિ થાય ? તે પછી મનહર ભેગોમાં રમણતા કરવાની વાત તે આપો આપ દૂર ઠેલાયેલી સમજવી. વળી ડાભની અણુ પર લાગેલા ઝાકળના બિન્દુ સરખી આ ચંચળ લહમી, ચંચળ વ્યભિચારી સ્ત્રીની જેમ ઉત્તમભાવનાશીલ આત્માઓને વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે. સંધ્યા–સમયના વાદળામાં ઉત્પન્ન થયેલા અને પરાવર્તન પામતા વિવિધ રંગવાળા ઈન્દ્રધનુષની રેખા સરખા યુવતિના શરીરમાં કયે સમજી વિવેકી પુરુષ મમતા કરે? કઈક વખત પિંગલા રાણી માફક અનિષ્ટ મહાવત સરખા જન ઉપર પ્રીતિ ઉત્પન્ન થાય છે, કેઈ વખત સમ્મત-ઈષ્ટજન ઉપરની પ્રીતિ ખસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy