SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ રાજપુરોહિતનું દુ ન ૨૯૧ કરનાર થયા જાણી ચાબુકના સખત માર માર્યાં. તપથી શાષિત અંગવાળા, ક્ષુધાથી દુલ દેહવાળા, જંઘા પાતળી પડેલી હાવાથી ધ્રુજતા શરીરવાળા મુનિ ધસ’ કરતા ભૂમિ પર ઢળી પડ્યા. તેટલામાં હા ાકાર કરતા લોકો ત્યાં એકઠા થયા, અને ખેલવા લાગ્યા કે, જુએ તા ખરા કે, આવા મહાતપસ્વીને કેમ પરેશાન કર્યા હશે ? અથવા આ તપસ્વી મુનિમાં તપનું સામર્થ્ય હાત, તા પુરાહિત તેજ ક્ષણે વિનાશ પામતે. આ મુનિએ કરેલ દુષ્કરતપના પરિકલેશ નિČક છે.' ઢોલ વાગવા સરખા તેમના વચનથી મુનિના હૃદયમાં શુરાતન ઉત્પન્ન થયું અને પુરાહિત ઉપર કોપાયમાન થયા. કપાગ્નિ પ્રગટ થવાથી આંખેા લાલ બની ગઈ અને પુરાતિને મુનિએ તેજોલેશ્યા છેાડી. તે દેખાતા નથી, એટલે નગર મળવાથી તે પણ વિચારીને આખા નગરને દાહ આપ્યા. ઘણા ધૂમાડાથી લોકોના દૃષ્ટિમા ધ્રુમાંધકાર ફેલાયે.. આ મહામુનિના કાપનું ફળ છે,' એમ જાણી નગરલાકે પરિવાર–સહિત વિન ંતિ કરવા લાગ્યા કે ‘કૃપા કરી શાંત થાવ.' સનત્યુમાર રાજા પણ મુનિને પ્રસન્ન કરવા માટે ત્યાં આવ્યા. પ્રશાન્ત થવા માટે લેાકેાએ ઘણી પ્રાથનાઓ કરી, છતાં તેમના કપ શાંત ન થયા, ત્યારે લેાકેાના મુખેથી તેની હકીકત જાણીને હું (ચિત્ર) તેમની પાસે ગયા. જિનધમ માં કહેલી વિધિથી સમતાપૂર્વક મેં સમજાવ્યા, ત્યારે મુશ્કેલીથી શાન્ત થયા, ચિત્ત સ્વસ્થ થયું. સ ંવેગ ભાવના પ્રગટી. ‘અહા ! મેં દુષ્કૃત-પાપ કર્યું' એમ ખેલતા ઊભા થયા. તે સ્થળેથી અમે ઉદ્યાનમાં ગયા. તે નિમિત્તે થયેલા વૈરાગ્યાતિશયથી અને જીવનના કંટાળા આવવાથી સંસારવાસથી વિરક્ત થવાથી પાદપાપગમન અનશન કર્યું". વિનાશ કરવા માટે મળી મરશે' એમ રૂંધાયા, ચારે બાજુ તેટલામાં સનત્યુમાર ચક્રવતી એ પુરેાહિતને વૃત્તાન્ત જાણીને મહાકાપ કરીને સજજડ લાંબા દોરડાથી જડીને પુરાહિતને અમારી પાસે માકલ્યા. આને શું શિક્ષા કરવી ’–એમ પૂછ્યું. અમે તેને જોયા અને એળખ્યા કે ‘અરે ! આ તે તે સત્ય નામના આપણને ભણાવનાર ઉપાધ્યાય છે.' એમ આળખીને, તથા આ પ્રમાણે કહીને તેને રાજપુરુષો પાસેથી છેડાવ્યા. પાપ અગર અપરાધ કરનાર પ્રત્યે સાધુએ કદાપિ કઈ પણ તેને શિક્ષા કરતા નથી, જે પાપ અહીં કરવામાં આવે, તે ફરી આગળ આવીને ઉપસ્થિત થાય છે.’ ત્યાર પછી અધિકપણે સંસારનું સ્વરૂપ વિચારતા ધર્મધ્યાન કરવા લાગ્યા. આ અવસરે કોઈક સાધુ વિચરતા વિચરતા ત્યાં પધાર્યાં. તે જ ઉદ્યાનમાં નિવાસ કર્યાં. ‘સાધુ પધાર્યા છે.’ એ વૃત્તાન્ત જાણીને રાજા અંતઃપુરના પિરવાર સાથે વંદન કરવા માટે બહાર નીકળ્યા. ત્યાં આવી સાધુને વંદના કરી. તેમના ચરણ પાસે બેઠા. ધમ દેશના સંભળાવી જીવાજીવાર્દિક પદાર્થ નું વિસ્તારથી સ્વરૂપ સમજાવ્યું, ધર્મ કથા પૂર્ણ થયા પછી ચક્રવતી એ મુનિને ભરતાકિ ચક્રવતી . ના વૈભવ–વિસ્તાર પૂછ્યો. સાધુએ પ્રવચન અનુસાર તેનું વન સંભળાવ્યુ. વંદના કરીને રાજા ગયા. શ્રીરત્ન સુભદ્રા વગેરે અંતઃપુર ત્યાં બેડું. ચક્રવતીની અનુમતિથી પેાતાની ભક્તિથી દેવાંગનાના રૂપથી અધિક રૂપવાળી સ્ત્રીઓએ શૃંગાર અભિનય હાવભાવ આદિના પ્રયાગ પૂર્ણાંક નાટ્યવિધિ બતાવીને મહામુનિને નમસ્કાર કરીને અંતઃપુર પોતાના સ્થાનકે ગયું. અમે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy