SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસારિક સુખ-ભાગા સબધમાં મુનિના પ્રત્યુત્તરો ૨૯૩ પણ જાય છે. ચંચળ વીજળી માફક પ્રેમ કદાપિ સ્થિર હાતા નથી. આવા પ્રકારના અસાર સંસારના વિલાસે જાણીને અસ્થિર વિષય-સુખમાં સ્થિરપણાની આશા કેવી રીતે કરવી? તે કહે. તેમજ તે જે કહ્યું કે, આ જે પણ નવીન યૌવન મળેલું છે, તે વાતને પણ પ્રત્યુત્તર સાંભળ :– જેઓએ જિન-વચનથી તત્ત્વા જાણેલાં છે અને ખલમાં સમ છે, તેઓએ ચોવનવયમાં સમગ્ર ઉત્તમ સંયમની ક્રિયાઓમાં અને સંયમમાં પેાતાનું પરાક્રમ ફારવવુ જોઈએ. વળી આ કાળ રતિવિલાસ કરવાના છે’એમ તે જે કહેવુ હતુ, તેના ખુલાસા પણ સાંભળ— ઘણા શુક્ર (વી)-રુધિરથી પરિપૂર્ણ, દેખવાથી પણ બીભત્સ, ભાગવતાં પ્રથમ આનંદ આપનારા, પરિણામે દુઃખદાયક એવા રતિસુખમાં કયા સમજી રાગ કરે ? વળી તે જે કહેવુ હતુ કે, કામદેવના ભાગેાની અભિલાષા કરે.' તેમાં પણ કારણુ સાંભળે‘વિષયાભિલાષાએ ક્ષણમાં પ્રાપ્ત થાય છે, ક્ષણમાં ચાલી જાય છે, પરાધીન કારાવાળા ભાગોમાં સુખની આશા કેવી રીતે કરવી ? પિશાચની જેમ આ વિષયાની તૃષ્ણા ઘણા પ્રકારના છલ-પ્રપંચથી આપણને ઠંગે છે.' વળી તે આગળ જે કહ્યું હતુ કે તે વિષયભાગે મારા સરખા સ્નેહી સહેાદરની સ્વાધીનતામાં તને પ્રાપ્ત થયેલા જ છે.’ તે તે વિષયમાં સમજવાનું કે, અસ્થિર એવુ આ રાજ્ય પણ જો કોઈ પ્રકારે અભિમાન ઉત્પન્ન કરાવીને સુખા આપનાર થાય, તેા એક જ ભવમાં સેંકડા ભવનાં મરણુ ઉત્પન્ન કરનાર થાય. વળી તે એમ કહ્યું હતું કે, ઇચ્છા પ્રમાણે વિલાસ ક્રીડા કરે' તેના સમાધાનમાં સમજવાનુ કે, ‘ફેલાયેલ સ્વાભાવિક દુર્ગ ધી દેહવાળા મનુષ્યોને આણેલી કૃત્રિમ શાભાવાળા મનુષ્યપણામાં વળી વિલાસેા કેવા હેાય ?' વળી જે કહ્યું કે, ‘શરીરનુ` લાલનપાલન કરે' તેના પણ ખુલાસે સાંભળે ‘સંજ્ઞા વગરના, નિશ્ચેતન, વ્યાધિ, વેદના, મરણથી યુક્ત એવા નાશવંત દેહથી જો શાશ્વત મેક્ષસુખ મેળવી શકાતુ હાય, તે તે શું એવું છે? વળી વિષયે ભાગવવા વડે કરીને સમગ્ર ઇન્દ્રિયાને તુષ્ટ કરા, પુષ્ટ કરે.' એ પ્રમાણે કહ્યું હતું, તેના પ્રત્યુત્તર પણ સાંભળ:- પ્રયત્ન-પૂર્વક પ્રાપ્ત થતા ઈન્દ્રિયાના વિષયાનુ સુખ પરાધીન છે, જ્યારે કુશલકમ કરનારને મેાક્ષ-સુખ સ્વાધીન છે, તેા તેને ત્યાગ કેમ કરાય ? શબ્દાદિક વિષયાનું સેવન કરે' ઇત્યાદિ જે કહ્યું હતું, તેના ઉત્તર પણ સાંભળ—આશીવિષ સર્પ કરડતાં જ તેનું ઝેર શરીરમાં સ ંક્રાન્ત થાય છે અને જંતુ મૃત્યુ પામે છે, તેવી રીતે ઇન્દ્રિયાના વિષયા ભાગવતાં જ તેના વિપાકે જીવને ક્ષય પમાડે છે. વળી ભગવાન કામદેવને સંતેાષ પમાડા' એમ કહ્યું હતું, તે વિષયમાં પણ જણાવવાનુ કે શ્રેષ્ઠ ઇન્દ્રાણીએ અને વિલાસ કરાવવામાં રસિક દેવાંગનાએથી જેને સાષ થયા ન હાય, તે પછી તે કામદેવ મનુષ્યના ભાગેાથી કેવી રીતે તૃપ્તિ પામશે? વળી કહ્યું હતું કે, ‘પાટવય થાય, ત્યારે પ્રવજ્યા અંગીકાર કરજો' તેમાં પણ કારણ છે. અ, કામ અને ધર્મ કરવાની ઈચ્છાવાળાએ તરુણુવયમાં જ તે ઉપાર્જન કરવા જોઈએ. કારણ કે, પાકટવય થયા પછી પતારોહણ કરવા માફક તે કાર્યાં સાધી શકાતાં નથી. તેમ જ ગમે તેટલાં કાષ્ટોથી અગ્નિને, જળથી સમુદ્રને, તેમ કામ-ભાગેાથી જીવને કદાપિ સંતાષ થતા નથી. સર્પને ગમે તેટલા પ્રયત્નથી સાચવવામાં આવે, પરંતુ પ્રમાદથી લગાર પણ તેને લાગ આપવામાં આવે, તે જીવિતના વિનાશ માટે થાય છે, તેમ સાવધાનતાથી ભાગાનું સેવન કરવામાં આવે, તે પણ પ્રમાદને લગાર અવકાશ મળી જાય, તો એજ ભાગા જ ંતુના વિનાશ કરનાર નીવડે છે. કિંપાક-કૂળા પ્રથમ જોઈએ, ત્યારે સુંદર દેખાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy