SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ પન્ન મહાપુરુષોનાં ચરિત બંને ગાયન કરવા લાગ્યા. તેમાં આ ગાથા સુંદર સ્વરથી ગાઈ--પિતાની કર્મ પરિણતિથી જે જીવ જે જાતિમાં ઉત્પન્ન થાય છે, તેને તે જ જાતિમાં આનંદથી રમવાનું ગમે છે. તે કારણથી અભયદાન પ્રશંસેલું છે. તેનું કર્ણપ્રિય મધુર સંગીત સાંભળીને ચારે બાજુ વીંટાયેલા પ્રેક્ષકવર્ગો તેનું ઓઢેલ વસ્ત્ર ખેંચીને જોયા અને ઓળખ્યા કે આ તે પિલા નગરને અભડાવનાર ચંડાલપુત્રો છે. એટલે “હણે હણે, મારે મારે” એમ બેલતા પ્રેક્ષકેએ તેમને નગર બહાર કાઢ્યા. ત્યાર પછી તેઓએ વિચાર્યું કે, જે રાજા જાણશે તો “નકકી મારી આજ્ઞાને ભંગ કર્યો છે.” એમ ધારીને પ્રણને વિનાશ કરશે-તેમ માનીને ત્યાંથી અમે પલાયન થયા. એક જનમાત્ર ભૂમિ વટાવ્યા પછી મહાનિર્વેદ માનસવાળા અમે આત્મહત્યાને નિર્ણય કરી એક પર્વત ઉપર ચડ્યા. તે પર્વત ઉપર નિર્મલ શિલાતલ પર બેઠેલા, સમગ્ર મુનિગુણગણુલંકૃત, ઉપશમ ગુણના પ્રભાવથી આવેલા હરણનાં કુલ વડે સેવાતા ચરણકમલવાલા, દે, વિદ્યાસિદ્ધો, વિદ્યાધર વડે અર્ચન કરાતા ચરણયુગલવાલા, ધર્મોપદેશ કરતા સાધુને જોયા. કેવા પ્રકારને ધર્મોપદેશ આપતા હતા? “કામ, ક્રોધ, લોભાદિક શત્રુઓને નિગ્રહ કરવામાં ન આવે, પાંચે ઈન્દ્રિયને ફાવે તેમ ઉછુંખલપણે વર્તન કરવા દે, તે શબ્દાદિક સમગ્ર વિષયમાં આસક્ત બની પ્રાણીઓ અશુભ કર્મો ઉપાર્જન કરે છે. અશુભ કર્મ ઉપાર્જન કરીને જે દુઃખે કરી પાર પામી શકાય તેવી નરકગતિમાં જાય છે. જ્યાં હાથ, પગ, કાન, નાક વગેરે અંગ કપાવાં, છેદાવાં, ભેદાવાં આદિ વેદનાએ ભેગવવી પડે છે, તેમજ તિર્યંચગતિમાં ડામ દેવા નિશાનીઓ કરવી, અંગ ફાડવાં, ભાર ઉચકવા, વાહનમાં જોડાવું ઈત્યાદિક દુઃખને અનુભવ કરવો પડે છે, તથા સુકૃત–પુણ્યકર્મ ઉપાર્જન કરનાર આત્માએ દેવલોકમાં ઈચ્છા કરતાંની સાથે જ સમગ્ર ઈન્દ્રિયેનાં ઈષ્ટ સુખે, શ્રેષ્ઠ દેવાંગનાઓની સાથે મનહર રતિસુખના આનંદને અનુભવ કરે છે, તેમ જ કેટલાક છે દુષ્ટ આઠે કર્મની સ્થિતિ તેડીને કર્મકલંકથી મુક્ત થયા છે. જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ, રોગ, શોકથી રહિત થઈને નિરુપદ્રવ, અચલ, રોગરહિત શાશ્વત મોક્ષસુખને પામે છે. તેવા મેક્ષમાં ગયેલા આત્માને જન્મ, જરા, મરણ વગેરે ઉપદ્ર પરાભવ પમાડવા સમર્થ થઈ શકતા નથી. આ સિવાય પ્રાણીને ક્યાંય સુખ નથી. આ પ્રમાણે ધર્મોપદેશ કરતા સાધુને જોઈને અમને નિર્મલ વૈરાગ્ય પ્રગટ્યો, અમે પ્રતિબંધ પામ્યા. ભગવંતે પ્રરૂપેલો ધર્મ સમજયા. સાધુએ કહેલ પ્રવચનની આઠ માતાનું સ્મરણ કર્યું. પર્વત નજીકના સંનિવેશમાંથી રજોહરણ, પાત્રો વગેરે સાધુ યોગ્ય ઉપકરણ લાવીને (પ્રત્રજ્યા ગ્રહણ કરી ) ત્યાર પછી છડું, અઠ્ઠમ, પાંચ ઉપવાસ, માસક્ષપણુ, અદ્ધમાસ ક્ષપણ ઈત્યાદિક તપવિશેષ કરતા અમે એક ગામથી બીજે ગામ વિહાર કરવા લાગ્યા. તેના ઉપર અનુકંપા કરનાર બીજા સાધુઓએ તેમને છકાય જીની રક્ષા કરાવનાર આચાર સમજાવ્યા. વિચરતા વિચરતા અનુક્રમે હસ્તિનાપુર નગરે પહોંચ્યા. ત્યાં નગર બહાર એક જુના ઉદ્યાનમાં નિવાસ કર્યો. કેઈક સમયે માસક્ષપણના પારણાનિમિત્તે સંભૂત મુનિએ નગરમાં પ્રવેશ કર્યો. માખી પણ ન ઈ છે તેવા લુખા અને ગૃહસ્થને ત્યાગ કરવા લાયક આહાર ખેળતા ખોળતા ઘરે ઘરે ફરવા લાગ્યા. એટલામાં બીજે ગામ જવાની ઈચ્છાવાળા રાજપુરોહિત પિતાના ઘરમાંથી બહાર નીકળતા હતા, તેના જોવામાં આવ્યા, કેશ વગરનું મસ્તક હોવાથી આ અમંગલ-અપશકુન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy