SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મદત્તની પૂર્વભવ-કથા ૨૮૯ આર્તધ્યાનના ગે મરીને વિવિધ ફળ-પુષ્પથી મનોહર એવા મૃતગંગા નદીના કિનારા ઉપર પ્રહની નજીક એક હંસીના ગર્ભમાં જેડલા તરીકે ઉત્પન્ન થયા. સમયે અમારે જન્મ થયે. ક્રમે કરી યૌવન પામ્યા. તે જ મેટા દ્રહમાં ક્રીડા કરતાં અમારા દિવસે પસાર થતા હતા. કેઈક સમયે ભવિતવ્યતાયેગે પાપકર્મ કરનાર જાળ પાથરી પક્ષીઓને પકડનાર પારધીએ જાળમાં ઝ' એમ કરતા અમને પકડ્યા અને હાથમાં પકડી અમારી ડોક મરડી નાખીને અમને મારી નાખ્યા. મરીને અમે કાશીદેશમાં વારાણસી નગરીમાં મહાધન-સમૃધિવાલા સમગ્ર ચંડાળ લોકોના અધિપતિ ભૂતદિન્ન ન મના ચંડાળની અનહિકા નામની પત્નીના ગર્ભમાં જોડલા ભાઈ તરીકે ઉત્પન્ન થયા. અનુક્રમે જમ્યા, પછી મારું ‘ચિત્ર અને બ્રહ્મદત્તનું “સંભૂત એવાં નામ પાડ્યાં. સ્નાન-ભેજનાદિક કરતાં અમને આઠ વર્ષ થયાં. તે નગરીમાં “અમિતવાહન” નામને રાજા હતા. તેણે મહાઅપરાધ કરનાર “સત્ય” નામના પુરોહિતને ક્રોધથી સંધ્યા સમયે કેઈ ન જાણે તેવી રીતે વધ કરવા માટે ભૂતદિન નામના અમારા પિતાને સમપર્ણ કર્યો. ગાઢ અંધકાર થયે, એટલે પુત્રસ્નેહથી અમારા પિતાએ તેને કહ્યું કે-જે આ મારા બાળકને સંગીત આદિ સમગ્ર કળાઓને અભ્યાસ કરાવી નિષ્ણાત બનાવે, તે ગુપ્ત ભેંયરામાં રાખી તમારું રક્ષણ કરીશ, નહિંતર હવે તમારું જીવિત નથી. છવિતાથી પુરોહિતે ચંડાળની વાતનો સ્વીકાર કર્યો, પિતાએ કળા શિખવવા માટે અમને સો પ્યા. તે પુરેડિતે પણ ભેંયરામાં રહી અમને કળાઓ શિખવવા લાગ્યા. અમારી માતા પંડિતના ગૌરવથી તેનાં સ્નાન, ભેજન, પાદશૌચ વગેરે શરીરની સારસંભાળ કરવા લાગી. કેટલાક દિવસે ગયા પછી ઈન્દ્રિયે બળવાન હોવાથી, કામદેવ વશ કરે મુશ્કેલ હેવાથી, નજીક રહેલા પ્રત્યે સ્નેહને આવિર્ભાવ પ્રગટ થતું હોવાથી, સ્ત્રીસ્વભાવ ચપળ હોવાથી તેઓને ગુમસંબંધ જોડાયે. અમારા પિતા અમારા પ્રત્યે સ્નેહપૂર્ણ માનસવાળા હોવાથી જાણવા છતાં પણ ત્યાં સુધી કંઈ પણ ન બોલ્યા કે જ્યાં સુધી અમે સમગ્ર કળાઓના પારગામી ન બન્યા. અમે કળાઓમાં નિષ્ણાત થયા પછી અમારા પિતાજી મારી નાખવા તૈયાર થયા. ત્યારે “આ અમારા ઉપાધ્યાય છે, રખે મરી જાય' એમ ધારીને અમે તેને નસાડી મૂક્યા. એટલે પછીથી હસ્તિનાપુર નગરમાં સનસ્કુમાર ચક્રવતી પાસે તે અમાત્યપણે રહ્યા. રૂપ, યૌવન, લાવણ્યાદિ અધિક ગુણવાળા અમે બંને ભાઈઓ તે વારાણસી નગરીમાં ત્રણ–ચાર માર્ગોમાં, તથા ચૌટા-ચેકમાં કિન્નર-યુગલના ગાયનથી પણ અધિક મધુર સ્વરથી એવી રીતે ગાયન ગાવા લાગ્યા કે, જેમ કોઈ ગોરી ગાયન ગાઈને હરિણને વશ કરે. તેમ નગરની આખી પ્રજા અને ખાસ કરીને સર્વ સ્ત્રીઓ અમારા મધુર કંઠથી પ્રભાવિત થઈ આ પ્રમાણે અમે વિલાસ કરતા હતા, એટલે નગરના ચતુર્વેદી બ્રાહ્મણોએ રાજાને વિનંતિ કરી કે, આ ચંડાળ-કુમારે આપણા નગરને અભડાવે છે. એટલે રાજાએ અમારે નગર–પ્રવેશ અટકાવ્યો. કેઈક સમયે કૌમુદી–મહોત્સવના પ્રસંગે સમગ્ર લોકેને આનંદ-સુખ આપનાર મનહર વસ્ત્રભૂષા સજીને પ્રેક્ષક-નાટક જોઈએ—એમ તેઓને કુતૂહલ ઉત્પન્ન થયું. ત્યારે જેમ કેઈ શિયાળ બીજા શિયાળના અવાજને વિરસ અવાજથી ભંગ કરે, તેમ કેનાં ગાયનને બેહુદો અવાજ સંભળા. ત્યાર પછી પિતાના આખા શરીર પર કપડું ઓઢીને એક પ્રદેશમાં બેસીને અમે ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy