SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત સતત અટક્યા વગર મટી પૂલ ધારાવાળા વરસાદથી કઈ પણ પદાર્થ જોઈ શકાતું ન હતું. દરેક દિશામાં મેઘધનુષના ખંડેથી આકાશતલ રોભવા લાગ્યું. નદીઓમાં પાણીનાં પૂર ભરાઈ ગયાં. વરસાદ એ વરસવા લાગ્યો કે જેથી સરોવરો પણ સમુદ્ર બની ગયાં નાના જલપ્રવાહ મહાનદી થઈ ગઈ.નજીક રહેલું પણ લાંબા અંતરવાળું જણાવા લાગ્યું. પોતાનું સ્વાધીન હેવા છતાં પરાધીન થઈ ગયું. તેથી અમે દુર્ધર જળધારારૂપ બાણથી ઘવાએલ દેહવાળા, મેઘધકારવડે પરેશાન થયેલા, ઘણો કાદવ થવાથી માર્ગમાં ખલના પામતા હતા. તેથી અમારા ક્ષેત્રની નજીકમાં રહેલા, વડલા મહાવૃક્ષને આશ્રય કર્યો. તેના મૂળમાં અમે બંને બેઠા. ત્યાર પછી અમારા જીવલોક માફક સૂર્ય અસ્ત પામ્યો. કર્મ પરિણતિની જેમ સંધ્યા પ્રસરવા લાગી. દુર્જનના મુખમંડલની જેમ આકાશતલ અંધકારમય થયું. કાલરાત્રિની જેમ અંધકાર-સમૂહ વિસ્તાર પામ્યું. ત્યાં નિદ્રા આવતી હોવાથી નેત્રો બીડાવા લાગ્યાં, એટલે સૂવા ગ્ય ભૂમિની તપાસ કરવા લાગ્યા. ત્યાર પછી તેવા પ્રકારની ભવિતવ્યતાના યેગે વડવૃક્ષની બખોલમાંથી એક સર્ષ નીકળ્યો અને મને ડંખ માર્યો. મારા નેહમાં મૂઢ બનેલ ભાઈએ સર્પ પકડવા માટે આમ તેમ હાથ નાખે, પરંતુ તેજ સર્પે તેને પણ ડંખ માર્યો. ત્યાર પછી હવે શું કરવું? એમ મૂંઝવણ અનુભવતા દુદ્ધ ઝેરથી પરાધીન થયેલા દેહવાળા અમે બંને વેગથી કંપતા હતા. અમારી જીભ અને બીજા અવયવે જાડા થઈ ગયા. નેત્રો બીડાઈ ગયાં. વદનમાંથી લાળ ગળવા લાગી. ચેતના ઉડી ગઈ માતાના ખેળામાં પડવા માફક ભૂમિતલ ઉપર ગબડી પડ્યા. જીવિતથી મુક્ત થયા. પિતાના વિષમ કર્મરૂપ ગહન અરણ્યમાં એકલા ભૂલા પડેલા હરણ-બચ્ચાની જેમ કપાયમાન કાલરૂપ કેસરીના ઝપાટામાં આવેલે કર્યો પ્રાણી તેના ઝપાટામાંથી છૂટી શકે ? સુખ-દુઃખની પરિણતિ વેગે વિશેષ મેળવવાની અભિલાષાવાળા પિતે ઉપાર્જન કરેલી કમની બેડીમાંથી કેણ છૂટવા સમર્થ થઈ શકે? જે કેઈએ જ્યાં જેવા પ્રકારનું સુખ–દુઃખ પામવાનું હોય, તેને કમે ત્યાં દેરડાથી નાઘેલા ઉટની માફક બળાત્કારે ખેંચી જાય છે. એ પ્રમાણે પિતાના કર્મની પરિણતિના ગે ભવિતવ્યતાથી પ્રાપ્ત થયેલા મરણ-સમયે કુશલકર્મ ઉપાર્જન કર્યા વગરના અમે આયુષ્ય પૂર્ણ થયું, એટલે કાલ પામીને કાલિંજર નામના પર્વત ઉપર મૃગલીના ગર્ભમાં યુગલપણે ઉત્પન્ન થયા. અનુક્રમે અમારો જન્મ થયો. તેવા પ્રકારની તિર્યંચ જાતિ હોવા છતાં પણ નેત્રને આનંદ આપનાર એવું યૌવન અમને પ્રાપ્ત થયું. ત્યાર પછી માતાની સાથે અમે વિશાલ પર્વત અને ગહન વનઝાડીમાં ઈચ્છા પ્રમાણે ભ્રમણ કરતા હતા. કેઈક દિવસે તરશ, તાપ અને પરિશ્રમથી પરેશાન થયેલા શરીરવાળા અમે ચારે બાજુ ભયથી નજર ફેરવતાં વેત્રવતી નામની નદીમાં જળપાન કરવા ઉતર્યા. જળપાન કરીને નદી બહાર નીકળતા હતા, ત્યારે ગાઢ ઝાડીમાં છૂપાવેલા દેહવાળા, જાણે પૂર્વભવના કેઈ વેરી હોય, તેવા શિકારીએ પ્રચંડ ધનુષ દેરીપર બાણ ચડાવી અમારા ઉપર એવી રીતે ફેંકયું, જે તેજ સમયે અમારા મર્મપ્રદેશમાં વાગ્યું. દઢ પ્રહાર વાગેલો હોવાથી વદનમાંથી લેહીને પ્રવાહ વહેવા લાગ્યું. બાણની અતિશય વેદનાના કારણે શરીર ધ્રુજી ઉઠયું. વિરસ ચીસ પાડતા અમે પૃથ્વી પર ઢળી પડ્યા. ત્યાં મૂચ્છ વગેરેને ફ્લેશ જોગવતા ભેગવતા જીવિતથી મુક્ત થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy