SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મદત્ત અને ચિત્રના પૂર્વભવે ૨૮૭ ભગવંત જ કહેશે. ત્યાર પછી નમેલા કાનરૂપ કમળની રજથી લાલ બનેલા ચરણયુગલવાળા મુનિને પ્રણામ કરીને પૂછયું કે–“હે ભગવંત! યથાસ્થિત જે હકીક્ત હોય, તે આપ અમને સંભળાવે. ત્યારે સાધુ સજળ મેઘગરવ સરખી ગંભીર વાણીથી તેઓને કહેવા લાગ્યા કે, “આવા સંસારમાં કારણ શોધવાની જરૂર હોય ખરી? સાંભળે– અનેક જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા, જાતિઓના આવર્તની પરંપરાવાળા, ઘણુ પ્રકારે વિગ પામવે, એકઠા થવું પ્રિયના વિયોગ થવા સ્વરૂપ, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીમાં પિતાના કર્મ પરિણામથી ઉત્પન્ન થયેલા જન્મમાં રાગ-દ્વેષ કરવાથી આવી પડતા સુખ-દુઃખની વિશેષતાવાળા, પ્રિય, માતા, ભગિની, ભાર્યારૂપ મૃગતૃષ્ણિકા-ઝાંઝવાનાં જળ વડે નચાવાયેલા જંતુ-હરણીયાઓએ વારંવાર ભ્રમણ કરીને ઘણી હેરાનગતિ અનુભવી. આ પ્રમાણે સંસારમાં બ્રમણ કરતા કર્માધીન છે કુટુંબી, મિત્ર, શત્રુ, પુત્રાદિકપણે ઉત્પન્ન થાય છે. તેમજ ત્રણે કાળ વિષયક અનેક પ્રચંડ સજ્જડ દુઃખવાળા, બારીક કુશાગ્ર પર લાગેલા જળબિન્દુ સરખા ચંચળ જીવિતવાળા, કપાયમાન યમરાજાના પ્રગટ મુખમાં કેળીયારૂપ બનતા સમગ્ર પ્રાણીસમુદાયવાળા, અનેક વ્યાધિ, વિવિધ સંગ વડે સુખો જેમાં વિનાશ પામ્યાં છે, એવા આ ભુવનમાં પ્રાતઃકાળમાં જે દેખાય છે, તે સંધ્યા-સમયે ફરી જોવામાં આવતું નથી. તે પછી રાત્રિકાળની તે વાત જ ક્યાં રહી? ખરેખર આ જીવલેકનું ચરિત્ર વિચિત્ર છે. તેથી કરીને આ અસાર સંસારવાસમાં પિતા-માતા પુત્રાદિકના સંબંધે દુર્લભ નથી, જેમ કે આ બ્રહ્મદત્ત રાજા મારા સહોદર જે પ્રમાણે થયા તે હકીક્ત હું કહું છું, તે સાંભળે – “જિંબુદ્વીપ નામના આ જ દ્વીપમાં “સુદર્શન' નામને દેશ હતું. ત્યાં “મધુમતી નદીના કિનારે શ્રીદ્રહ' નામનું ગામ હતું. ત્યાં શાંડિલ્યાયન નામને બ્રાહ્મણ હતા. તેને જસમતી નામની દાસી હતી. તે તેની ઈચ્છા પ્રમાણે વર્તનારી અને વિનયવાળી હતી. તે કારણે તેના વિનીતપણાના ગે ઉત્પન્ન થયેલા બીજા ગુણોથી આકર્ષિત થઈને તેણે પિતાની ભાર્યા બનાવા અથવા “પ્રેમની ગતિ જ એવા પ્રકારની છે કે, તેમાં દોષ કે ગુણની અપેક્ષા વિચારાતી નથી”. “વૃદ્ધિ પામતી વેલડી જેમ નજીકના વૃક્ષને વળગી જાય છે, તેમ વૃદ્ધિ પામતે નેહ નજીકમાં તરત લાગુ પડી જાય છે. એ પ્રમાણે દિવસો જતા હતા, ત્યારે અમે બંને તેના ગર્ભને વિષે યુગલ પણે ઉત્પન્ન થયા. અમારે જન્મ થયે, બાલ્યભાવ પૂર્ણ થયે, યૌવનવય પામ્યા. વિનયવૃત્તિ કરતા અમે બંને ભાઈઓએ તે શાંડિલ્યાયનને તુષ્ટ કર્યો. એટલે તેણે કહ્યું કે, શાલી વગેરે ધાન્ય પાકશે, એટલે તમારી માતાનું મસ્તક ધવરાવીને તેને મુક્ત કરીશ, અને તમારાં પણ સારી ભાર્યા સાથે લગ્ન કરાવીશ. વિષયસુખની આશાની મમતાથી અમે રાત કે દિવસ જોયા વગર તાઢ કે તડકે, સુખ કે દુઃખ, સુધા કે તરશ, વાદળાં કે પરિશ્રમ કશાની ગણતરી કર્યા વગર પરસે અને મેલથી લપેટાયેલા શરીરવાળા, ધૂળ લાગેલા ઉંચા બાંધેલા મસ્તકના કેશવાળા, કામ કરવાથી કઠિન થયેલા ખરબચડા હાથ-પગવાળા, સર્વાદરથી ખેતરમાં કામ કરવા લાગ્યા. ત્યાં જ ભોજન કરીએ અને વસવાટ પણ ત્યાં જ કરતા હતા. કેઈક સમયે શરદકાળમાં દૂરથી વાદળાંઓ ખેંચાઈ આવ્યાં અને ચારે દિશામાં મેઘધકાર ફેલાઈ ગયો. પ્રગટ વિજળીના ચમકારા થવાથી પથિક લોકો પણ ત્રાસ પામવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy