SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત થી રાજા મેહ પામ્યા છે. , એમ બેલતા બોલતા હાથ, પગ, ધેલ મારવા, કર્થના કરવી વગેરેથી તેને હેરાન-પરેશાન કર્યું. ત્યારે તે કહેવા લાગે કે- કાવ્ય કરવા જેટલી મારી બુદ્ધિ કે શક્તિ નથી, પરંતુ દુરાશા-પિશાચિકાના કૂટમંત્ર માફક લેભભુજંગના કરંડીયામાંથી હોય તેમ ઋષિએ મને આ પાઠ આપે છે. તેટલામાં ઠંડા પવન, પાણી છાંટવાના પ્રયોગથી રાજા સ્વસ્થ થયે. પાટુ મારવું, લાત મારવી ઈત્યાદિ હેરાનગતિથી ઉદ્યાનપાલને મુક્ત કર્યો. તેને પૂછયું કે, આ લેકાઈ તે જાતે બનાવ્યું છે કે બીજા કેઈએ ? તેણે કહ્યું- હે રાજન ! મેં કર્યો નથી, પણ ઋષિએ બનાવીને મને આપ્યો છે. રાજાએ પૂછયું કે, તે મુનિવર ક્યાં છે? ઉદ્યાનપાલકે કહ્યું કે, “મને રમ ઉદ્યાનમાં છે” ત્યારપછી રાજાએ મુગુટ વગરનાં કડાં, કેયૂરાદિ આભૂષણો ઉદ્યાનપાલકને ભેટણમાં આપ્યાં. આપીને પોતાના વૈભવ-સમુદાય સાથે મુનિ પાસે ગયે. ચક્રવતી રાજા મુનિ પાસે કેવી રીતે ગયા? :- ઉતાવળથી એકઠા થયેલા સામંત, ભાયાત, પૌત્રે વગેરે કુટુંબીવર્ગ સહિત, હર્ષાશ્રુથી ભીંજાયેલ નેત્રવાળે, શ્રેષ્ઠ વારાંગનાઓ વડે ચામરેથી વીંજાતા, મનહર હાથણીઓ પર બેઠેલા અંતઃપુરની સ્ત્રીઓ સાથે, હાથીઓના બંને પડખાના ગંડસ્થલમાંથી ઝરતા મદ ઉપર એકઠા થયેલી ભ્રમરકુલથી યુક્ત, અત્યંત મંદ સ્વરવાળી મંજીરાના અવાજવાળા રથસમૂહ-સહિત, પગપાળાની સેના ચાલવાથી ઉત્પન્ન થયેલ અસ્ત-વ્યસ્ત મોટા કોલાહલ યુક્ત, ગુણગણની પ્રશસ્તિ ગાનારાઓ વડે પ્રશંસા કરાતા સૈન્ય પરિવાર સહિત, શિશિર ત્રતુ જેમ કમલવનને ગ્લાન કરે તેમ વૈરીઓનાં મુખને પ્લાન કરતા, ભરતાધિપ બ્રહ્મદત્ત ચક્રવતી તરત જ નગરમાંથી બહાર નીકળ્યા. ઉન્નત વેતછત્રરૂપ ઉજજવલ ફીણના સમૂહવાળ, દર્પવાળા અના ઊંચાનીચા થવા રૂપ ગંભીર પ્રચંડ તરંગ યુત, મેટા હાથીરૂપ મગરમરના પ્રહારથી ક્ષેભ પામેલા, રજાઓ રૂપ મત્સ્યવાળા, આનંદ -કલ્લોલ કરતા ઘણું સૈન્યરૂપ જળસમૂહથી વ્યાપ્ત થયેલ ધરતીવાળો, બંદીજને વડે બોલાવાયેલ જયકાર રૂપ કલેલવાળા, રત્નથી યુક્ત સમુદ્ર સરખા ભરતાધિપ રાજા ડૂબતાને કિનારા સરખા એવા સાધુ ભગવંતના ચરણકમળની સેવામાં લીન થયા. અતિ ઉભરાતા આનંદથી સાધુ ભગવંત પાસે પહોંચી મણિજડિત મુગુટ વડે સ્પર્શતા ચરણ કમલમાં નમસ્કાર કર્યો. નમસ્કાર કરીને ઉભા થઈ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા સંસારવાસની આસક્તિનાં અનંત કારણોને ત્યાગ કરનાર હે મુનિભગવંત! આપ જય પામે, સમગ્ર બંધુનેહની બેડીને તેડવા સમર્થ ! તમે જ્ય પામે. દુર્ધર પરિધાન કરી કર્મનાં આવરણને દુર્બળ કરનાર! તમે જય પામે. દુષ્કર અભિગ્રહ ધારણ કરીને ઉગ્ર કામદેવને કૃશ કરનાર! આપ જયવંતા વર્તો. દુઃખે કરી નિવારણ કરી શકાય તેવા કષાયથી કલેશ પામતા ભવ્યજીનું રક્ષણ કરનારા આપ જય પામે, હૃદયમાં ફેલાયેલા ધ્યાનાગ્નિવડે બાળી નાખેલા છે વિષ, આસ. અને બંધ જેમણે એવા હે મહર્ષિ ! આપ જય પામે.” આ પ્રમાણે પુષ્પવતી વગેરે અંતઃપુરની રાણુઓથી પરિવરેલા, સામંતવડે નમન કરાતા બ્રહ્મદત્ત મહારાજા મુનિને નમસ્કાર કરતા હતા ફરી ફરી ઘણું ભવમાં ઉત્પન્ન થયેલ નેહ-સંબંધને સંભારતા, દુસહ પ્રિયવિયેગથી ઉત્પન્ન થયેલ ઘણે અજળને નેત્રોથી છેડત, છેદાઈગયેલ મેતીની માળામાંથી સરી પડતા મુક્તાફળની શેભાવાળા મહારાજા રડવા લાગ્યા. ત્યારે દેવીઓએ પૂછયું કે, “હે સ્વામી!પૂર્વે કોઈ વખત તમે નથી કર્યું, તેવું આ શું કરે છે ? પછી આંસુ રેકીને રાજાએ રાણુઓને કહ્યું- હે દેવીઓ! આ મારા બંધુ છે. તેઓએ પૂછ્યું, કેવી રીતે?” રાજાએ કહ્યું કે, આ લાંબી હકીક્ત તમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy