SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ મલ્લિકુમારીને પ્રતિબોધ ૨૨૭ કહેવા લાગ્યા કે, “આટલે ઉત્કટ દુર્ગધ ક્યાંથી આવ્યા ? આ ગંધ સહન થઈ શકતું નથી. ત્યારે મહ્રિસ્વામીના એક વૃદ્ધે કહ્યું કે-આ પુત્તલિકાના મસ્તકના છિદ્રમાં દરરોજ મલ્ફિસ્વામીને આદેશથી મહા આહાર નાખતા હતા. તેના વિપાકથી આ ગંધ ઉત્પન્ન થયેલ છે. તે ગંધ ન સહન કરી શકતા રાજાઓ મંડપમાંથી નીકળી ગયા. પછી તેમને મલ્ફિસ્વામીએ બેલાવ્યા. આસન આપીને બેસાડેલા તેમને મલ્લિસ્વામીએ કહ્યું કે-આ સુવર્ણમય પુત્તલિકા તમે જોઈને ? બહારથી આ અત્યંત સુંદર છે, જ્યારે અંદર તે અણગમતી ગંધ ન સહન થઈ શકે તેવી છે. તે આવા પ્રકારની અમનેઙ્ગ સર્વ અશુચિઓમાં મુખ્ય સ્ત્રી-શરીરમાં કઈ સુંદરતા રહેલી છે? કયા સમજીને તેમાં અનરાગ થાય ? માતા-પિતાના અત્યંત અશુચિ રુધિર, વીર્યસ્વરૂપ રસને પ્રથમ પામીને પછી કમસર કલલ, અબ્દ, માંસપેશીના બૃહ ક્રમથી ઉત્પન્ન થાય છે. માતાએ કરેલા આહારના વિકારસ્વરૂપ મલિન પ્રાણવૃત્તિ કરનાર, ગર્ભથી માંડીને અસભ્ય અશુચિ મૂત્ર વિષ્ટા ઓરવાળા ગર્ભાવાસમાં વૃદ્ધિ પામેલે કમે કરી અમેધ્યમાં રહીને તેને જ આહાર કરતે અતિશય મૂત્ર, પુરીષ, મેદ, માંસ, હાડકાં, રુધિરથી ભરેલો ચરબી, ફેફસાં, આંતરડાં, કાલેય માંસ, મજજા, શુક, વીર્ય અને બીભત્સ ચીકણું અવથી ભરેલે દેહ, દુધવાળી નગર- ખાઈ (ગટર)ના પ્રવાહ સરખે દુશું છનીય છે. બહારની ત્વચાથી આ દેહ સુંદર દેખાય છે, પરંતુ અંદરથી તે મૂત્ર, આંતરડાં, વિષ્ટા આદિકથી ભરેલો આ દેહ સુવર્ણમય પૂતલીની અંદર ભરેલા અશુચિ પદાર્થો ખે છે. વહેતા ઘણુ છિદ્રવાળા, અશુચિ, મૂલ-ઉત્તરગુણવજિત, સદા કૃતગ્ન, એવા દુર્જન દેહમાં આત્માને કર્યો ગુણ જણાય છે ? લાંબા સમય સુધી વિચારણા કરવામાં આવે, તે પણ અધમ એવા શરીરમાં કંઈ પણ તે સુંદર અવયવ નથી, તેનું અવલંબન કરવામાં આવે, તે મનુષ્યને તેનાથી રાગવાળું ચિત્ત સ્કુરાયમાન થાય છે. જે નિર્વિકાર સુવર્ણમાં આવા આહારનું આવું ખરાબ પરિણમન થાય છે, તે પછી માંસ, હાડકાં, લેહીથી ખદબદતા દુર્જન શરીરની તે વાત જ શી કરવી ? વળી મલિન જળ સરખા પ્રવાહી ચીકણા કલલથી ભરેલા ઇંડા સરખા દેહમાં કામરાગાંધ મનુષ્ય નેત્રમાં ભ્રમર બેઠેલા કમલપત્રના વિકાસની ઉàક્ષા કરી આનંદિત થાય છે. રુધિરથી ખરડાએલ માંસપેશીના દલાગ્રરૂપ ચર્મથી આચ્છાદિત હોઠ–યુગ પાકેલા લાલ બિંબફલની ઉપ્રેક્ષા કરનાર રાગી મનુષ્યનું વિપરીત જ્ઞાન–સ્વરૂપ વિજ્ઞાન પ્રગટ થાય છે. દાડિમ બીજની જેમ સરખી પંક્તિમાં રહેલ દંતશ્રેણિમાં વેત-પુષ્પની કળીઓની ઉલ્ટેક્ષા કરનાર કામીઓનો રાગ પ્રગટ થાય છે. માંસ, હાડ, નસ અને ચર્મથી મઢેલા ભુજા અને હાથના આકારમાં અશોકવૃક્ષ અને લતાના પલ્લનું અવળું જ્ઞાન અજ્ઞાનીએને હોય છે. અશુચિ ચીકણા કલિયુક્ત માંસપિંડના ખંડસ્વરૂપ સ્તનયુગલને તપાવેલા સુવર્ણના કળશની ઉપમા આપવી, તે અજ્ઞાનથી વિડંબિત થયેલાઓનું કૃત્ય સમજવું. મૂત્ર, આંતરડાં અને અશુચિથી ભરેલા મશક સરખા ઉદરભાગમાં ત્રણ વળીઓથી અલંકૃત અને મુષ્ટિ-ગ્રાહ્ય એવી પ્રતીતિ કામાંધ મનુષ્યને થાય છે. અશુચિ બહાર નીકળવા માટે ગટરના છિદ્ર સરખા વિશાળ નિતમ્બ પ્રદેશમાં કામદેવની કીડા માટે રતિગૃહ-સમાન એવી બુદ્ધિ અભવ્યોને થાય છે. એ પ્રમાણે લાંબા હાડકાં ઉપર મઢેલા ચર્મ અને સેવાના ચરણો અને જઘાઓમાં શ્રેષ્ઠ કમલપત્ર અને હાથીની સૂંઢની સરખામણી કરનાર કેઈ નિગી સમજવા. વળી વિષય-વિષથી મૂર્શિત થયેલા રાગ-મહાગ્રથી નાશ પામેલા જ્ઞાનવાળા મનુષ્યને બહુવેદનાવાળી નરકમાં અવશ્ય પડવાનું થાય છે. કહેલું છે કે-“ત્યાગ નહિ કરેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy